બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / VTV વિશેષ / Two Congress leaders Ambarish Der and Arjun Modhwadia resigned from the Congress

મહામંથન / ભાજપમાં ભળવા કઈ 'ગેરંટી'એ કામ કર્યું? રાજીનામાં બાદ કોંગ્રેસ નેતા અંબરીષ ડેર Exclusive

Dinesh

Last Updated: 09:21 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: કોંગ્રેસ માટે બેવડા ઝટકા સમાન દિવસ હતો જ્યારે બે મોટા નેતા અંબરીષ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ-રામ કરી ગયા. અંબરીષ ડેર કહી ચુક્યા છે કે તેઓ ભાજપમાં જોડાશે

આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે આમા હવે રાખ્યું જ શું છે. કદાચ હવે ગુજરાત કોંગ્રેસને આ વાત લાગુ પડે તો આપણે નવાઈ ન પામવી જોઈએ. કોંગ્રેસ માટે બેવડા ઝટકા સમાન દિવસ હતો જ્યારે બે મોટા નેતા અંબરીષ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ-રામ કરી ગયા. અંબરીષ ડેર કહી ચુક્યા છે કે તેઓ ભાજપમાં જોડાશે જ્યારે અર્જુન મોઢવાડિયાએ હજુ સુધી ફોડ પાડ્યો નથી. કોઈ રાજકીય પક્ષ હોય તેમાં બે સ્તર હોય, એક કાર્યકરોનું અને બીજુ તેને દોરીસંચાર આપનારા નેતાઓનું. કોઈપણ પક્ષ માત્ર કાર્યકરથી નથી ચાલતો અને માત્ર નેતાઓથી પણ નથી ચાલતો, બંનેનું બેલેન્સ હોવું અત્યંત જરૂરી છે. એ કહેવાની જરૂર નથી કે ભાજપ પાસે આ મુદ્દે અત્યારે કેટલું બેલેન્સ છે. પણ સવાલ એ છે કે કોંગ્રેસનું શું?. એક પછી એક નાના નેતાથી લઈને મોટા નેતા જો પક્ષનો સાથ છોડી જાય તો પછી કોંગ્રેસ પાસે રહ્યું શું?. આપણે કોઈપણ કોંગ્રેસ છોડનારા નેતાને સાંભળીએ ત્યારે એક વાત સર્વસામાન્ય હશે કે તે પક્ષમાં ગૂંગળામણ અનુભવે છે. થોડા સમયથી કોંગ્રેસ છોડનારો નેતા પક્ષના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમના વિરોધનું કારણ આગળ ધરે છે. કારણ ગમે તે હોય પણ દિવસે ને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. સવાલ એ છે કેહવે કોંગ્રેસ પાસે ગુમાવવાનું કંઈ છે કે નહીં. કોંગ્રેસની કમિટેડ વોટબેંક પણ હવે તેની સાથે છે કે નહીં. 

ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો
કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો છે.  અંબરીષ ડેર અને અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે.  રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7 માર્ચે જ ગુજરાતમાં પ્રવેશી રહી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. રાજ્યના દિગ્ગજ કોંગ્રેસી નેતા કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે.  સવાલ એ છે કે કોંગ્રેસ પાસે હવે કંઈ ગુમાવવાનું બાકી છે કે કેમ?. ભાજપે પણ કોંગ્રેસમાંથી નેતાઓને કેમ પક્ષમાં સમાવવા પડે છે? એકંદરે તમામ કોંગ્રેસીઓ પક્ષમાં ગૂંગળામણ કેમ અનુભવે છે? આત્મમંથન કરવાનો સમય છતા કોંગ્રેસ એ દિશામાં કેમ નથી વિચારતી?

2024માં કોણે છોડ્યો `હાથ'?
સી.જે.ચાવડા
ચિરાગ પટેલ
ચિરાગ કાલરિયા
નારણ રાઠવા
સંગ્રામ રાઠવા
બળવંત ગઢવી
ઘનશ્યામ ગઢવી
જોઈતા પટેલ
અંબરીષ ડેર
અર્જુન મોઢવાડિયા

અંબરીષ ડેરે શું કહ્યું?
સમાજના દરેક વર્ગ સુધી કોંગ્રેસ પહોંચી શકતી નથી. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ન જવાનો કોંગ્રેસનો નિર્ણય ખોટો હતો. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગેરહાજરીથી દુ:ખ થયું તેમજ રામમંદિરમાં જે વિરોધી પક્ષકાર હતા તેના તરફથી પણ ચુકાદો સ્વીકારાયો.  મને રેલવેની જમીન કેન્દ્ર સરકારે જ ફાળવી હતી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતા મામલો અટક્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે, મેં કોઈની વ્યક્તિગત ટીકા કરી નથી. મારો સમાજ પણ મારી વાત સ્વીકારશે. જનતાનું હિત થતું હશે તે મુજબ નિર્ણય કરીશું

અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
કોંગ્રેસમાં ઘણાં સમયથી ગૂંગળામણ અનુભવતો હતો. જે ધ્યેયથી કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો તે સિદ્ધ થતો નથી. સામાજિક અને આર્થિક બદલાવ માટેના પ્રયાસ નિષ્ફળ ગયા તેમજ કોંગ્રેસનો પ્રજા સાથેનો સંપર્ક કપાઈ ચુક્યો છે. પ્રજા સાથે સંપર્ક ગુમાવનાર પક્ષ લાંબેગાળે NGO બની જાય છે. રામમંદિરનો વિરોધ પ્રજા સાથેના સંપર્ક ગુમાવવાનું ઉદાહરણ આપ્યું. મારા જેવા કાર્યકરે કેમ પક્ષ છોડ્યો તે કોંગ્રેસ વિચારે તેમજ હાલ કોંગ્રેસ જે રીતે ચાલે છે તેના પરિણામ નજર સામે છે. કોંગ્રેસ આત્મખોજ કરશે તો ટકી રહેશે અને કોઈ ડરના કારણે કોંગ્રેસ છોડી એવું નથી

વાંચવા જેવું: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ તારીખથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ, નોંધી લો ટિકિટનો સ્લોટ અને સમય

અંબરીષ ડેર ભાજપમાં ખિલશે?
અંબરીષ ડેરના ભાજપમાં જોડાવાની અટકળ ઘણાં સમયથી ચાલતી હતી. સી.આર.પાટીલ પણ જાહેરમાં અંબરીષ ડેરને ભાજપમાં આવવા કહી ચુક્યા હતા. અંબરીષ ડેર આહીર સમાજનો અગ્રણી ચહેરો છે. 2017માં અંબરીષ ડેરે હીરા સોલંકીને હરાવ્યા હતા. આહીર સમાજની પેટા જ્ઞાતિઓને એક કરવામાં અંબરીષ ડેર સફળ રહ્યા હતા. અંબરીષ ડેર વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા પણ છે. ભાજપમાં જોડાવા પાછળ વ્યવસાયિક હિત હોવાની પણ ચર્ચા છે.  હીરા સોલંકી લોકસભા લડે તો અંબરીષ ડેરને વિધાનસભા લડાવી શકાય

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ