બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Twitter's new owner, Elon Musk, removed all of the company's directors, including CEO Parag Agarwal

બરતરફ / એલન મસ્કે ટ્વિટર બોર્ડના તમામ જૂના જોગીઓને હટાવ્યા, પંખીને પોતાના હાથમાં રાખ્યું, ટ્વીટર પર કરી શકે છે આ ફેરફાર

Dinesh

Last Updated: 10:57 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલ સહિત તમામ ડિરેક્ટરોને હટાવી દીધા, ટ્વીટર પર કંટેન્ટને લઈ નીતિનિયમમાં થઈ શકે છે ફેરફાર

  • એલન મસ્કે ટ્વિટર બોર્ડના તમામ ડિરેક્ટરોને હટાવ્યા
  • ટ્વીટર પર કંટેન્ટને લઈ નીતિનિયમમાં થઈ શકે છે ફેરફાર
  • કંટેન્ટને લઈ ટૂંક સમયમાં નવા ફીચર્સ મળી શકે છે


ટ્વિટરના નવા માલિક એલન મસ્ક એક પછી એક એક નિર્ણય લઈને બધાને  ચોંકાવી રહ્યા છે. તાજેતરમાં તેણે કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલને નીકાળી દીધા છે. તેથી હવે મસ્કે ટ્વિટરના બોર્ડના તમામ ડિરેક્ટર્સને રજા આપી દીધી છે. આ પછી, એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે. ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે. હવે ઈલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે. 

કેમ કરાઇ હકાલપટ્ટી?
એલન મસ્કે ટ્વીટર સાથે ડીલ કરતા પહેલા એક સવાલ કર્યો હતો જે સવાલ ટ્વીટરના CEO સહિતના ઉચ્ચ અધિકારીઓને કરાયો હતો એલન મસ્કે ટ્વીટર પર ફર્જી ખાતા ધારકોની યાદી માંગી હતી. CEO પરાગ અગ્રવાલે ફર્જી ખાતા ધારકોની યાદી જાહેર ન કરતા વિવાદ થયો હતો. મસ્કે ટ્વીટર પર લોકોને ભ્રમિત કરવાનો લગાવ્યો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે એલન મસ્કે ટ્વીટરને હસ્તગત કર્યો ત્યારે ટ્વીટર CEO પરાગ ઓફિસમાં હાજર હતા. ટ્વીટરની ડીલ પુરી થતા ટ્વીટરના CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી કરવામાં આવી છે. ટ્વીટરના CFO નેડ સેગલ સહિતના ઉચ્ચ હોદ્દેદારોને પણ બરતરફ કરવામાં આવ્યા છે.

ટ્વીટરની નીતિઓમાં થશે ફેરફાર!
ટ્વીટર પર કંટેન્ટને લઈ નીતિનિયમમાં થઈ શકે છે ફેરફાર તેમજ કંટેન્ટ મોડરેશનને લઈ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે જેમાં કંટેન્ટ મોડરેશન એટલે અપ્રમાણિક કંટેન્ટ જે ભ્રમ ઉત્પન્ન કરી શકે અને બીજી ભાષામાં હેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. એલન મસ્ક હમેશથી કંટેન્ટ મોડરેશનનો વિરોધ કરતા આવ્યા છે. મસ્ક પ્રમાણે લોકોને પોતાની લાગણી વ્યક્ત કરવાની પુરી સ્વતંત્રતા હોવી જોઈએ. કંટેન્ટને લઈ ટૂંક સમયમાં નવા ફીચર્સ મળી શકે છે તેમજ ટ્વીટર પર દરેક માટે એડિટ બટનની સુવિધા કરવામાં આવશે. હાલ ખૂબ ઓછા લોકોને ટ્વીટર પર એડિટ બટનની સુવિધા અપાઈ રહી છે એડિટ ફીચર્સ માત્ર બ્યૂ ટિક યૂજર માટે હશે, જે સબ્સક્રિપ્શન બેસ્ડ હશે

એલન-એ-ટ્વીટર ડીલ!
ટ્વીટરને હસ્તગત કરવાની આખી ડીલ એપ્રિલ 2022થી શરૂ થઈ હતી. જે 4 એપ્રિલે એલન મસ્કે ટ્વીટરની 9.2% ભાગીદારી પર કબજો કર્યો હતો. આ ભાગીદારી સાથે જ મસ્ક ટ્વીટરના સૌથી મોટા શેયર ધારક બની ગયા હતા. ભાગીદારીને જોતા ટ્વીટરે બોર્ડ મેમ્બરેમાં સામેલ થવા મસ્કને રજૂઆત કરાઈ. મસ્કે બોર્ડ મેમ્બરમાં સામેલ થવાનો પ્રસ્તાવ અસ્વીકાર કર્યો અને મસ્કે 54.2 ડોલર પ્રતિ શેયરના ભાવે 44 અબજ ડોલરમાં ટ્વીટર ખરીદવાની ઓફર કરી હતી જે શરુઆતમાં ટ્વીટરે મસ્કની ઓફરને અસ્વીકાર કર્યું અને બાદમાં ટ્વીટરના શેયર હોલ્ડર આ ડીલ માટે તૈયાર થયા હતાં. ટ્વીટરે પોતાના પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા 5% સુધી બતાવી
બોટ્સની ટકાવારી પર શંકા જતા મસ્કે ડીલ હોલ્ડ કરી હતી. 16 મેના રોજ CEO પરાગ અગ્રવાલ અને મસ્ક વચ્ચે બોટ્સને લઈ વિવાદ થયો હતો. પછી મસ્કે બોટ્સની ખોટી ટકાવારીનો કારણ આખી ડીલ નિરસ્ત કરી અને 12 જુલાઈએ ટ્વીટર ડીલ નિરસ્ત કરવા બદલ મસ્ક પર કેસ કર્યો જેમાં 4 ઓક્ટોબરે મસ્કે ફરીથી ડીલ સંપૂર્ણ ક્લોઝ કરવા ટ્વીટરને ઓફર કરી હતી જે ફાઈનલી 27 ઓક્ટોબરે ટ્વીટરને હસ્તગત કરતી ડીલ સંપૂર્ણ થઈ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ