બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Twitter Temporarily Suspended Rahul Gandhi's Account: Congress

કાર્યવાહી / Big news : રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયુ, જાણો શા માટે ટ્વિટરે કરી કાર્યવાહી

Hiralal

Last Updated: 09:06 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સગીર ગેંગરેપ કેસમાં પીડિતાની તસવીર ટ્વિટ કરવા બદલ ટ્વિટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ થોડા સમય પુરતું સસ્પેન્ડ કરી દીધું છે.

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ થોડા સમય પુરતું સસ્પેન્ડ 
  • ટ્વિટર એકાઉન્ટ ચાલુ કરવા માટે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે-કોંગ્રેસ
  • દિલ્હી રેપ પીડિતાની ઓળખ ઉઘાડી પાડનાર તસવીર ટ્વિટ કરવા બદલ કાર્યવાહી કરાઈ 

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હોવાની માહિતી આપતા કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે રાહુલનું ટ્વિટર એકાઉન્ટ ચાલુ કરવા માટે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર દિલ્હી રેપ પીડિતાની ઓળખ ઉઘાડી પાડનાર તસવીર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે કોઈ કારણ આપવામાં નથી આવ્યું. 

ફરી ચાલુ કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે- કોંગ્રેસ 

કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા લખ્યું હતું કે, "રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેને ફરી ચાલુ કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુધી તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારી સાથે જોડાયેલો રહેશે અને લોકોનો અવાજ ઉઠાવતો રહેશે અને તેમના માટે લડતો રહેશે.

દિલ્હીના નાંગલ ગામમાં રેપ અને હત્યાનો ભોગ બનેલી 9 વર્ષની બાળકીના પરિજનોની તસવીરો ટ્વિટર પર શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદને જન્મ આપ્યો હતો. બાળકીના પરિજનોની તસવીરો શેર થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ પરિવારજનોની તસવીર શેર કરવાથી પીડિતાની ઓળખ છતી થઈ છે જે પોક્સો કાયદા પ્રમાણે ખોટું છે. 

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી

રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી છે. આયોગે ટ્વિટરને નોટીસ જારી કરીને રાહુલ ગાંધીને તે તસવીરને ડિલિટ કરવાનું જણાવ્યું છે. આ અંગે પંચ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. કમિશને લખ્યું, 'તેના પરિવારની તસવીર ટ્વીટ કરીને બાળકીની ઓળખ જાહેર કરવી એ પોક્સો એક્ટનું ઉલ્લંઘન છે. આની નોંધ લેતા, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને આ પોસ્ટને દૂર કરવા નોટિસ જારી કરી છે.
 
આ કાયદાનું કર્યું છે ઉલ્લંઘન
આયોગની તરફથી ટ્વિટર ઈન્ડિયાની ફરિયાદ અધિકારીના પક્ષમાં કહેવાયું છે કે કોઈ પણ સગીર પીડિતાના પરિવારની ઓળખ ટ્વિટર પર પોસ્ટ કરવી તે કિશોર ન્યાય કાયદા 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ રોકથામ કાયદો 23નું ઉલ્લંઘન છે.  આ ફરિયાદના આધારે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે રાહુલ ગાંધીની ટ્વિટને હટાવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ