બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha dated Ali named boy talked with him 15 mins before suicide

બોલીવૂડ / એક્ટ્રેસ તુનિશા કેસમાં મોટો ટ્વિસ્ટ, આ શખ્સને મળ્યાંની 15 મિનિટ બાદ કરી લીધો આપઘાત

Vaidehi

Last Updated: 04:46 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિશા શર્માનાં સ્યુસાઈડ કેસની સુનાવણી 9 જાન્યુઆરીનાં મુંબઈનાં કોર્ટમાં થઈ. આ સુનાવણી દરમિયાન એક્ટ્રેસનાં જીવનને લઈને મોટો ખુલાસો શીજાન ખાનનાં વકીલે કર્યો. વકીલે જણાવ્યું કે શીજાનથી બ્રેકઅપ બાદ તુનિશાનાં જીવનમાં અલી નામક એક વ્યક્તિ આવ્યો હતો. તુનિશાએ જ અલી સાથે સ્યુસાઈડનાં15 મિનીટ પહેલા વાત કરી હતી.

  • તુનિશા શર્માનાં સ્યુસાઈડ કેસની થઈ સુનાવણી
  • એક્ટ્રેસની જિંદગીને લઈને થયો મોટો ખુલાસો
  • શીજાન બાદ નવા વ્યક્તિનું નામ સામે

તુનિશા શર્માનાં સ્યુસાઈડ કેસમાં આજે મુંબઈ કોર્ટમાં સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન એક્ટ્રેસનાં જીવનને લઈને ખુલાસો થયો છે. કોર્ટમાં જણાવવામાં આવ્યું કે શીજાન ખાન સાથે બ્રેકઅપ બાદ તુનિશાનાં જીવનમાં અલી નામક એક વ્યક્તિ આવ્યો હતો. આ વ્યક્તિ સાથે જ તુનિશાએ પોતાની જિંદગીની છેલ્લી 15 મિનીટ વાત કરી હતી. અલી સાથેની મિત્રતા વિશેની માહિતી તુનિશાની માતાને પણ હતી.

અલી સાથે શું હતો સંબંધ?
એક્ટર શીજાન ખાનનાં વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ સુનાવણીમાં ખુલાસો કર્યો છે. વકીલ અનુસાર શીજાન સાથે બ્રેકઅપ બાદ તુનિશા શર્માએ ડેટિંગ એપ ટિંડર જોઈન કરેલ હતું. જ્યાં તેની વાતચીત અલી નામના એક વ્યક્તિ સાથે શરૂ થઈ. અલી સાથે તુનિશા ડેટ પર પણ ગઈ હતી. તુનિશાએ 21થી 23 ડિસેમ્બર સુધી અલી સાથે વાતચીત કરી. 23 ડિસેમ્બરનાં એક્ટ્રેસે અલીનાં ફોનથી પોતાની માંને વીડિયો કોલ કરી તેમની સાથે વાતો કરી હતી. પોતાની મોતનાં 15 મિનીટ પહેલાં તુનિશાએ અલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. તો શીજાન નહીં પરંતુ અલી તુનિશા સાથે છેલ્લા સમયે ટચમાં હતો.

તુનિશાએ સ્યુસાઈડની હિન્ટ આપી હતી...?
શીજાનનાં વકીલનું કહેવું છે કે તુનિશાએ પોતાની પ્રોબ્લેમ્સનાં વિષે પોતાનાં કો-સ્ટાર અને મિત્ર પાર્થને જણાવ્યું હતું. તેણે પાર્થને દોરડું પણ બતાવ્યું હતું. આ ઘટના સ્પષ્ટ કરે છે કે તે આપઘાત કરવાનું વિચાર કરી રહી હતી. એટલું જ નહીં તેમણે તુનિશાનું ધ્યાન રાખવાની વાત તેના પરિવાર સાથે કરી હતી. સુનાવણી દરમિયાન શીજાનનાં વકીલે કહ્યું કે તુનિશઆ કેટલાક સમયથી એવી દવાઓનું સેવન કરી રહી હતી જે ખતરનાક છે. 

ઉર્દૂ અને હિજાબ મુદે પણ ખુલાસો
શીજાનખાનનાં વકીલે કહ્યું કે શીજાન ખાન તુનિશાને ઉર્દૂ શીખવા માટે ફોર્સ નહોતાં કરતાં. તેમને પોતાને ઉર્દૂ નથી આવડતી. તે ડાયરેક્ટરની ડિમાન્ડનાં હિસાબે પોતાની લાઈન્સ યાદ રાખે છે. તેમની બહેનોને પણ ઉર્દૂ આવતી નથી. તુનિશાનાં હિજાબવાળા ફોટો જે વાયરલ થઈ રહ્યાં છે તે પણ સીરિયલનાં જ છે. તે તુનિશાનાં કોસ્ટ્યૂમનો જ ભાગ છે.

મારા ધર્મનાં કારણે મારી ધરપકડ- શીજાન ખાન

શૈલેન્દ્ર મિશ્રા(શીજાનનાં વકીલ)એ શીજાન ખાન તરફથી કહ્યું કે મારા ધર્મનાં કારણે મારી ધરપકડ કરવામાં આવી છે. તેમણે આ લવ જેહાદનો એન્ગલ બનાવ્યો છે. તેઓ મને સતત 2 દિવસ સુધી પ્રશ્નો પૂછી શકતા હતાં અને સત્ય બહાર આવી શક્તું હતું. મને કસ્ટડીમાં લેવાની કોઈ જરૂરિયાત હતી નહીં. જો હું મુસલમાન ન હોત તો મારા સાથે આ બધું ન થયું હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ