બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Tuesday, Bajrang Dal and Bajrangbali- BJP-PM Modi seized the opportunity and changed the direction of the campaign.

કર્ણાટક ચૂંટણી / મંગળવાર, બજરંગ દળ અને બજરંગબલી... BJP-PM મોદીએ તક ઝડપીને પ્રચારની દિશા જ બદલી નાંખી, કોંગ્રેસને ભારે પડશે આ ભૂલ?

Priyakant

Last Updated: 11:58 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Elections 2023 News: કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં PFIની સાથે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ભાજપે તેને પકડીને ભગવાન હનુમાન સાથે જોડીને તેને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયુ
  • કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી 
  • ભાજપે તેને ભગવાન હનુમાન સાથે જોડીને તેને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકારણ ગરમાઇ ગયું છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો એકબીજાને ઘેરવાની કોઈ તક છોડતા નથી. આ મંગળવારે કોંગ્રેસની એક ભૂલને કારણે ભાજપને તક મળી છે. વાસ્તવમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં PFIની સાથે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ભાજપે તેને પકડીને ભગવાન હનુમાન સાથે જોડીને તેને બજરંગ બલીનું અપમાન ગણાવ્યું.

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું છે?
વાસ્તવમાં મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. તેમાં તેમણે વચન આપ્યું હતું કે, રાજ્યમાં જાતિ અને ધર્મના આધારે નફરત ફેલાવવા બદલ બજરંગ દળ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનો સામે નિર્ણાયક પગલાં લેવામાં આવશે. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે, આવી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવા માટે પણ કાર્યવાહી થઈ શકે છે. 

PM મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા મોટા નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ વિજયનગરમાં એક રેલીમાં કહ્યું કે કોંગ્રેસે ભગવાન રામને બંધ રાખ્યા અને હવે બજરંગ બલીને કેદ કરવા માંગે છે.  પીએમ મોદીએ કહ્યું, 'કમનસીબી જુઓ, આજે જ્યારે હું અહીં હનુમાનજીને નમન કરવા આવ્યો છું, તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળા મારવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રી રામને તાળાબંધી કરવામાં આવ્યા હતા અને હવે તેમણે જય બજરંગબલીનો નારા લગાવનારાઓને તાળાબંધી કરવાનો સંકલ્પ લીધો છે.

શું કહ્યું અમિત શાહે ? 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેમની સરકાર આવવાનો સવાલ જ નથી. કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. આ લોકોએ શ્રીરામને વર્ષો સુધી બંધ રાખ્યા. હવે તેઓ બજરંગબલીને પણ બંધ રાખવા માંગે છે. કર્ણાટકની જનતા તેમને જવાબ આપશે. આ તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બજરંગબલીનું અપમાન કરીને PFIને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા છે.

આસામના સીએમ હિમંતા બિસ્વાએ શું કહ્યું ? 
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો અને તેના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ મેનિફેસ્ટો ગણાવ્યો. હિમંતા સરમાએ કહ્યું, 'મુસ્લિમો પાસે મેનિફેસ્ટો છે અને જિન્નાહ પણ આવો મેનિફેસ્ટો બહાર પાડતા નથી. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, કોંગ્રેસનો મેનિફેસ્ટો મુસ્લિમ મેનિફેસ્ટો છે અને જિન્નાએ પણ આવો મેનિફેસ્ટો બહાર પાડ્યો ન હોત. હિમંતાએ બેંગલુરુમાં કહ્યું, 'PFI પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલા માટે તેઓ (કોંગ્રેસ) કહી રહ્યા છે કે જો અમારી સરકાર આવશે તો તેઓ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી દેશે. મતલબ કે જો ભાજપે PFI પર પ્રતિબંધ મૂક્યો તો તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે. એટલા માટે મેં કહ્યું કે, તે મુસ્લિમ એજન્ડા છે. જે PFI કહી શકતું નથી તે કોંગ્રેસ કહી રહી છે.

PFIને બચાવવાનો પ્રયાસ:  સંબિત પાત્રા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આક્ષેપ કર્યો હતો કે,  કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન દેશમાં પ્રતિબંધિત સંગઠન 'પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા'ને બચાવવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે, 'કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આજે કોંગ્રેસે તેનો ઢંઢેરો જાહેર કર્યો છે, એટલે કે જુઠ્ઠાણાનો પોટલો... આ બેફામતા અને તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા છે. કોંગ્રેસ દ્વારા ભગવાન હનુમાનનું અપમાન કરીને પીએફઆઈને બચાવવાનો આ પ્રયાસ છે.
 
સંબિત પાત્રાએ કહ્યું કે, કર્ણાટકની પવિત્ર ભૂમિમાં કોંગ્રેસે આવું વચન આપ્યું છે. પાત્રાએ કહ્યું, હનુમાનજી કર્ણાટકના પ્રતાપી દેવતા છે, કર્ણાટકની ભૂમિ હનુમાનજીની ભૂમિ છે. કોંગ્રેસે આપણા ઈષ્ટદેવનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, આ હિંમત છે... કર્ણાટક આપણા ભગવાન હનુમાનજીનું આ પ્રકારનું અપમાન સહન નહીં કરે.

ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો
મંગળવારને હનુમાનનો દિવસ કહેવામાં આવે છે અને કર્ણાટક ભગવાન હનુમાનની ભૂમિ છે. આવી સ્થિતિમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે કોંગ્રેસને કાઉન્ટર કરવા માટે ભાજપે પણ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વીટ કર્યું, 'હું બજરંગી છું. હું કન્નડીગા છું અને આ હનુમાનની ભૂમિ છે. હું કોંગ્રેસને મારા પર પ્રતિબંધ મૂકવાનો પડકાર ફેંકું છું.

કોંગ્રેસે શું કહ્યું ? 
કોંગ્રેસે પણ વડાપ્રધાન અને ભાજપ પર પલટવાર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાને બજરંગ દળની બજરંગ બલી સાથે સરખામણી કરીને ભગવાન હનુમાનના ભક્તોની આસ્થાનું અપમાન કર્યું છે. પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ પણ કહ્યું કે, વડાપ્રધાને "હનુમાનજીના કરોડો ભક્તોની આસ્થાનું અપમાન" કરવા બદલ માફી માંગવી જોઈએ.

કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
આ દરમિયાન ખેડાએ પોતાના કુર્તાના ઉપરના ખિસ્સામાંથી હનુમાન ચાલીસા કાઢી અને તેને બતાવતા કહ્યું, 'વડાપ્રધાન, તમે અમારી આસ્થાનું અપમાન કેવી રીતે કરી શકો? તમને આ અધિકાર કોણે આપ્યો? વડાપ્રધાન, તમે માફી માગો કારણ કે તમે કરોડો હનુમાન ભક્તોની આસ્થાનું અપમાન કર્યું છે.

શું છે બજરંગ દળ?
બજરંગ દળ એક હિન્દુવાદી સંગઠન છે જે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની યુવા પાંખ છે. બજરંગ દળનું સૂત્ર સેવા, સુરક્ષા અને સંસ્કૃતિ છે. તેનું બજરંગ નામ ભગવાન હનુમાન પર આધારિત છે. તેની સ્થાપના 8 ઓક્ટોબર 1984ના રોજ યુપીમાં કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ