બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Traders who have a turnover of more than 100 crores, read this, the new rule will be applicable from May 1

કામના સમાચાર / 100 કરોડથી વધુ ટર્નઓવર કરનારા વેપારીઓ આ વાંચી લેજો, 1મેથી લાગુ થશે New Rule

Priyakant

Last Updated: 08:36 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Department New Rule: 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારી માટે હવે નવો નિયમ, નવો નિયમ આગામી સમયમાં દરેક કરદાતાઓ માટે લાગુ થવાની શક્યતા

  • GST વિભાગ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય
  • 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીને અસર
  • ઇનવોઈસ અપલોડ કરવા 7 દિવસની સમય મર્યાદા, 1 મે 2023થી લાગુ થશે નવો નિયમ

GST વિભાગ દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારી માટે હવે એક નવો નિયમ નક્કી કરાયો છે. જે મુજબ હવે GSTN ઈનવોઈસ અપલોડ કરવા 7 દિવસની સમય મર્યાદા નક્કી કરાઇ છે. આ સાથે આ નવો નિયમ 1 મે 2023થી લાગુ થશે. આ તરફ હવે નવો નિયમ આગામી સમયમાં દરેક કરદાતાઓ માટે લાગુ થવાની શક્યતા પણ સેવાઇ રહી છે. 

100 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારી માટે નવો નિયમ નક્કી કરાયો છે. મહત્વનું છે કે, વેપારીઓ ઈનવોઈસ અપલોડ ના કરે તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. આ તરફ હવે GSTN ઈનવોઈસ અપલોડ કરવા 7 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવતા મોટી કંપની જૂના ઈનવોઈસ અપલોડ નહિ કરી શકે. 

શું કહ્યું GST નેટવર્કે ? 
GST નેટવર્કે જણાવ્યું હતું કે, સરકારે 100 કરોડથી વધુ અથવા વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે IRP પોર્ટલ પર જૂના ઇન્વૉઇસના રિપોર્ટિંગ પર સમય મર્યાદા નક્કી કરી છે. જે મુજબ હવે રૂ. 100 કરોડ અને તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 મેથી ઇન્વૉઇસ જાહેર થયાના સાત દિવસની અંદર IRP પર તેમના ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. કરદાતાઓની શ્રેણીને રિપોર્ટિંગની તારીખે 7 દિવસ કરતાં જૂના ઇન્વૉઇસની જાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે કરદાતાઓએ આ તાત્કાલિક કરવું નહીં પડે. આ માટે તેમને સંપૂર્ણ સમય આપવામાં આવશે. નવું ફોર્મેટ 1 મે 2023થી લાગુ કરવામાં આવશે.  

સિસ્ટમ કેવી રીતે કરશે કામ ? 
હવે માની લ્યો કે, જો ઇન્વોઇસની તારીખ 1 એપ્રિલ, 2023 છે, તો તેની જાણ 8 એપ્રિલ, 2023 પછી કરી શકાતી નથી. ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલમાં બનેલ ઓટો વેરીફીકેશન સિસ્ટમ યુઝરને 7-દિવસના સમયગાળા પછી ઈન્વોઈસની જાણ કરતા અટકાવશે. GST કાયદા મુજબ જો IRP પર ઇન્વૉઇસ અપલોડ કરવામાં ન આવે તો વ્યવસાયો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકતા નથી.

મહત્વનું છે કે, અગાઉ  1 ઓક્ટોબર, 2020થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદા હેઠળ રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ટ્રાન્ઝેક્શન માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, જે બાદમાં 100 કરોડ વધારી દેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ