બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Tomorrow Amit Shah important meeting with MLAs of his constituency in Ahmedabad

ગુજરાત પ્રવાસ / અમિત શાહની આજે મહત્વની બેઠક: પોતાના મત વિસ્તારના ધારાસભ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર કરશે ચર્ચા, જાણો કેમ

Dhruv

Last Updated: 02:00 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહ આજે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે પોતાના મત વિસ્તારના ધારાસભ્યો સાથે કરશે મહત્વની બેઠક.

  • ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે
  • પોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે કરશે બેઠક
  • ગૃહમંત્રીની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવશે. જ્યાં તેઓ પોતાના મત વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક કરશે. અમિત શાહની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરાશે
ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. તદુપરાંત આ બેઠકમાં સાણંદ, વેજલપુર, કલોલ અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ હાજર રહેશે. આ બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરાશે. શહેરના સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ નવા રેલ્વે સ્ટેશન અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.

ગઇકાલે જ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી
ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ અમિત શાહે અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. અમિત શાહે મહોત્સવની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં ભાજપે એક રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપે 156 સીટો પર વિજય હાંસલ કરી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ