બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Today share market: banking and energy stocks fallen the most

સ્ટોક માર્કેટ / શેર બજારની તેજી પર ફૂલ સ્ટોપ! રેકોર્ડબ્રેક ઉછાળા સાથે શરૂ થયેલું બજાર કડડભૂસ સાથે બંધ, 1.30 લાખ કરોડ સાફ

Vaidehi

Last Updated: 05:20 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 349.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આજનાં ટ્રેડમાં માર્કેટ કેપમાં 1.31 લાખ કરોડ રૂપિયામાં ઘટાડો નોંધાયો છે.

  • સતત તેજી બાદ આજે ભારતીય શેર માર્કેટમાં કડાકો
  • માર્કેટ કેપમાં 1.81 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
  • બેંકિંગ અને એનર્જી સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો

મંગળવારે ટ્રેડિંગ સેશન ભારતીય માર્કેટ માટે અમંગળકારી સાબિત થયું છે. છેલ્લાં ઘણાં સેશનથી બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો જેના પર આજે બ્રેક લાગ્યો છે. રોકાણકારોનાં નફાની વચ્ચે આજે બજારમાં કડાકો થયો છે. બેંકિંગ અને એનર્જી સેક્ટરનાં સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. આજનાં ટ્રેડમાં મિડ કેપ સ્ટોક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે બજાર બંધ થવા પર BSE સેંસેક્સમાં 377 અંકોનો ઘટાડો થયો જે બાદ 69551 અંક પર તે ક્લોઝ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટીમાં 91 પોઈન્ટ્સનો ઘટાડો થયો જે બાદ તે 20906 પર ક્લોઝ થયો છે.

સેક્ટરની સ્થિતિ
આજનાં ટ્રેડમાં મેટલ્સ, મીડિયા અને સરકારી ક્ષેત્રનાં બેંકોનાં ઈંડેક્સમાં તેજી જોવા મળી છે. જ્યારે બેંકિંગ, IT,ઑટો, ફાર્મા, FMCG, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈંફ્રા, હેલ્થકેર, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરનાં શેરો ઘટાડા સાથે બંધ થયાં છે. આજનાં ટ્રેડમાં મિડ કેપ સ્ટોક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલ કેપ સ્ટોક્સમાં ખરીદીને લીધે ઈંડેક્સ તેજીની સાથે બંધ થયો છે. સેંસેક્સનાં 30માંથી 12 શેરોમાં તેજી અને 18 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનાં 50 શેરોમાંથી 19માં તેજી અને 31માં ઘટાડો નોંધાયો છે.

માર્કેટ કેપમાં ઘટાડો
બજારમાં વેંચાતી BSE માં લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ 350 લાખ કરોડ રૂપિયા નીચે થયો છે. આજનાં ટ્રેડમાં BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 349.80 લાખ કરોડ પર પહોંચ્યું જે ગત સેશનમાં 351.11 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. આજનાં ટ્રેડમાં માર્કેટ કેપમાં 1.31 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

સ્ટોક્સની માહિતી
આજનાં ટ્રેડમાં આ સ્ટોક્સમાં તેજી

અલ્ટ્રાટેક સીમેંટ 1.87%
એક્સિસ બેંક 1.28%
TCS 0.82%
વિપ્રો 0.43%

આજનાં ટ્રેડમાં આ સ્ટોક્સમાં ઘટાડો
સન ફાર્મા 1.90%
મારુતિ સુઝુકી 1.87%
ટાઈટન કંપની 1.71%
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ