બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / Today Safety and Health at World Day,Millions of laborers take their lives in the palm of their hands and descend into the sewers

સ્પેશ્યલ દિવસ / દરરોજ લાખો શ્રમિકો જીવ હથેળી પર લઈ ટાવર પર ચડે છે-ગટરમાં ઉતરે છે, મેવાણીએ કહ્યું- 10 લાખ વળતર મળે, એમાંય આંદોલન કરવા પડે

Priyakant

Last Updated: 11:30 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Safety and Health at World Day News: કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ એટલે Work at Safety and Health Day, જેને સલામતી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 28 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવે છે

  • આજે  Work at Safety and Health Day 
  • કામ પર સલામતી અને આરોગ્ય માટેનો આ દિવસ એટલે કે વર્ક એટ સેફ્ટી એન્ડ હેલ્થ ડે  
  • વૈશ્વિક સ્તરે વ્યવસાયિક અકસ્માતોના નિવારણને પ્રોત્સાહન આપવા 28 એપ્રિલે ઉજવવામાં આવે છે આ દિવસ 

આજે  Work at Safety and Health Day એટલે કે, વર્ક એટ સેફ્ટી એન્ડ હેલ્થ ડે 2023. હવે તમને સવાલ થાય કે આ દિવસ કયારથી અને કેમ ઉજવવામાં આવે છે ?  કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ વૈશ્વિક સ્તરે વ્યવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 28 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસ 28 એપ્રિલ 1996 થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા વિશ્વભરમાં આયોજિત મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ પણ છે. 

કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ, જેને સલામતી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 28 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય કામના વાતાવરણ અથવા કામ સંબંધિત ઇજાઓને કારણે થતા વ્યવસાયિક અકસ્માતો અને અન્ય રોગોને રોકવા વિશે લોકોને જાગૃતિ લાવવા અને શિક્ષિત કરવાનો છે.

આ દિવસ મનાવવાનો હેતુ શું ? 
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક' તરીકે ઉજવવામાં આવે છે. તેનો હેતુ કાર્યસ્થળ પર કર્મચારીઓની સલામતી અને આરોગ્યને પ્રાથમિકતા આપવાનો છે. વૈશ્વિક સ્તરે પ્રચાર કરવામાં આવે છે કે, કર્મચારીઓ માટે કાર્યસ્થળને સુરક્ષિત બનાવવું જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત કે નુકસાન ન થાય. આ સાથે એવા પગલા લેવા જોઈએ કે જેથી તમામ કર્મચારીઓ સ્વસ્થ રહે અને તેમને કોઈ રોગ ન થાય. બધા કર્મચારીઓને સલામત, સ્વસ્થ અને સુખદ વાતાવરણમાં કામ કરવાનો અધિકાર છે.  

આ દિવસ ઉજવવાની શરૂઆત કયારથી થઈ ? 
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) એ વર્ષ 2003માં આ દિવસની જાહેરાત કરી હતી અને ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે. 2003માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) કામ પર અકસ્માતો અને રોગોની રોકથામ પર ભાર આપવા માટે વિશ્વ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું.  28 એપ્રિલ 1996 થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા વિશ્વભરમાં આયોજિત મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ પણ છે.

28 એપ્રિલ 2023ના રોજ ILO આ નિર્ણયની ઉજવણી કરશે. નિષ્ણાતો અને ઘટકોને એકસાથે લાવીને કાર્યની દુનિયા માટે તેની અસરોની ચર્ચા કરવા તેમજ કાર્યની દુનિયામાં આ અધિકારનો વ્યવહારિક રીતે અમલ કેવી રીતે કરવો. તે મૂળભૂત સંમેલનો નંબર 155 અને નંબર 187 ની વિવિધ જોગવાઈઓના અમલીકરણની સ્થિતિ પર સંશોધનના તારણો રજૂ કરવા માટે પણ સેવા આપશે.

ગુજરાત સહિત દેશભરમાં લગભગ રોજ એકાદ ઘટનામાં કામદારનું કોઈ અકસ્માત કે ગટર સાફ કરતી વખતે મોત થાય છે. હમણાં તાજેતરમાં જ ઓસ્ટ્રેલીયાનાં એક પત્રકારે પણ આ બાબતે ટ્વિટ કરી કામદારોની સાવચેતી વિશે વાત કરી હતી. 

ઓસ્ટ્રેલીયાનાં એક પત્રકારે કયો વિડીયો મૂક્યો ? 
સોશિયલ મીડિયા પર દૈનિક વેતન કામદારોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોઈપણ સુરક્ષા સાધનો વિના તેમને કામ કરતા જોઈને લોકોના દિલ દુખી છે. અમે કામદારોની સ્થિતિ વિશે ભાગ્યે જ ચર્ચા કરીએ છીએ. તેમની સલામતીને ભાગ્યે જ ગંભીરતાથી લેવામાં આવે છે, જેના કારણે બાંધકામના સ્થળો વગેરે પર ઘણા કમનસીબ અકસ્માતો અને બનાવો બને છે. વાસ્તવમાં, એક ઓસ્ટ્રેલિયન પત્રકારે ટ્વીટર પર બિલ્ડીંગ પર કામ કરતા કેટલાક મજૂરોનો વિડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, ભારતીય બાંધકામ કામદારો ખૂબ જ બહાદુર છે, પરંતુ મને લાગે છે કે તેમને સ્થળ પર પોતાની સુરક્ષા માટે એક સંઘની જરૂર છે.  

આ વિડિયોમાં એક કામદારને કોઈ પણ સલામતી સાધનો વિના પાલખ પર ઊભેલા તેના સહકાર્યકરો દ્વારા નવ માળ ઉંચા મકાનના સાધનો પસાર કરવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા. લાલોરે કાર્યકરની બહાદુરી માટે પ્રશંસા વ્યક્ત કરી પરંતુ વધુ સારી સાઇટ સલામતીની માંગ કરવાની જરૂરિયાત માટે હાકલ કરી. એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જર્નાલિસ્ટ કે જેઓ હાલમાં ભારતમાં છે ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં બાંધકામ કામદારોને કોઈપણ રક્ષણાત્મક ગિયર વિના અથવા કોઈપણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યા વિના કાર્યમાં રોકાયેલા દર્શાવવામાં આવ્યા હતા. 

શું કહ્યું ઓસ્ટ્રેલિયાનાં પત્રકારે ? 
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને કવર કરવા માટે  ભારતમાં આવેલા પીટર લાલરે  જણાવ્યું હતું કે, તેઓ કન્સ્ટ્રક્શન વર્કર દ્વારા બતાવવામાં આવેલી હિંમતથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. અન્ય વિડિયોમાં લાલરે તેના સહકાર્યકરને મદદ કરવા માટે સમાન પાલખ પર ચઢી ગયેલા કાર્યકર માટે તેની ચિંતા દર્શાવી હતી. તે કામદારની સલામતી માટે ડરતો હતો અને કહ્યું હતું કે,“બિચારો આખો દિવસ આવું કરશે. હું તેના માટે ભયભીત છું. તમને લાગે છે કે જે લોકો આ સ્થાનો બનાવે છે તેઓ થોડી સલામતી પરવડી શકે છે. ઓછામાં ઓછું તેને સુરક્ષિત કરવા માટે દોરડું તો હોવું જ જોઈએ. 

ગુજરાતમાં ગટરમાં સફાઈ કરતાં 2 વર્ષમાં કુલ 11  સફાઈ કામદારના મોત 
મહત્વનું છે કે, ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરતા કામદારોના મોત બાદ તેમના પરિવારને કેટલી સહાય આપવામાં આવે છે તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ તાજેતરમાંજ વિધાનસભામાં કર્યો હતો. તેમના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 11  સફાઈ કામદારના મોત નિપજ્યા છે. જેમાં હજુ 5 પરિવારને વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે અને હજુ 6 સફાઈ કામદારના પરિવારને સહાય આપવાની બાકી છે. સરકારે કહ્યું હતું કે, વર્ષ 2021 થી 23 સુધીમાં કુલ 6 સફાઈ કામદારના પરિવારને સહાય ચુકવણી બાકી છે. જેમાં પરિવાર દીઠ 10 લાખ રૂપિયા આપવાના છે. જ્યારે વર્ષ 2022 અને 2023માં કુલ 4 સફાઈ કામદારના મોત નિપજ્યા છે. જેમને હજુ સહાય ચુકવવામાં આવી નથી. 

શું કહ્યું કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ? 
સમગ્ર મામલે VTV News Digital દ્વારા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સફાઇ કામદાર પણ એક મનુષ્ય છે. 2023ના ગુજરાતમાં આપણે એક સફાઇ કામદારને તેનું જીવન જોખમમાં મૂકી, એના માનવ અધિકારોનું હનન કરી ગટરમાં ઉતરવા મજબૂર કરીએ છીએ. એ આપણી સરકાર અને સમાજ બંને માટે શરમજનક છે. છેલ્લા એક મહિનામાં એક ડઝનની પણ વધારે સફાઇ કામદારો ગટરમાં ઉતરીને મોત થયા છે. 

આ સાથે કહ્યું કે, સફાઇ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એ સુનિશ્ચિત કરવાનું તો છોડો, મર્યા બાદ આપણી આ સરકાર 10 લાખ જેટલું મામૂલી વળતર ચૂકવે તે માટે પણ અમારે આંદોલન કરવું પડે છે. 2023ના આ દેશમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો છે ત્યારે શા માટે રાજ્ય સરકાર આધુનિક મશીનો અને રોબોર્ટ મારફતે ગટર સફાઇનું કામ કરાવતી નથી. કેરળનાં બે યુવાન એન્જિનિયરોએ સફાઇ કામદારોએ ગટર સફાઇ કામદારોએ ગટરમાં ઊતરવું ન પડે તે માટે આધુનિક રોબોર્ટ બનાવ્યા છે. જેની કિંમત માત્ર 35 થી 40 લાખ છે.

જીગ્નેશ મેવાણીએ ઉમેર્યું કે, સફાઇ કામદારનો મોટા ભાગનો વર્ગ એ દલિત છે, એમને પોતાના માટે એવી ચેતના, જાગૃતિ અને આત્મસન્માન પેદા કરવું જોઈએ કે, કોઈપણ સંજોગોમાં ગટરમાં ઉતરીશું નહિ. સફાઇ કામદાર જ્યારે મૃત્યુ પામે ત્યારે માત્ર કોન્ટ્રાક્ટર સામે જ ગુનો નોંધાવામાં આવે છે. પરંતુ આવા બનાવોમાં નગરપાલિકાના સંબધિત જવાબદાર અધિકારી કે કર્મચારી સામે માથેમેલુ નાબૂદી પ્રથા કાયદા અંતર્ગત સ્પષ્ઠ જોગવાઈ હોવા છતાં ગુનો દાખલ કરવામાં આવતો નથી. 

શું કહ્યું કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ? 
VTV News Digital દ્વારા જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં પણ મારો આ પ્રશ્ન હતો કે, ગટરનાં મેઇન હૉલમાં ઉતર્યા બાદ સફાઇ કામદારો મોત થઈ રહ્યા છે. નામદાર હાઇકોર્ટે જ્યારે કીધું છે કે, કોઈપણ સફાઇ કર્મચારી ગટરનાં મેઇન હોલમાં ઉતારવા નહીં. આમ છતાં પણ સફાઇ કામદારોને ગટરમાં ઉતરવામાં આવ્યા બાદ તેમનુ મોત થાય છે. સરકાર કહે છે કે, અમે આટલી બધી ગ્રાન્ટ આપી છે તો સરકારે આ ગ્રાન્ટથી આધુનિક મશીનો લાવી પૂરી સાવચેતી સાથે કવાયત કરવી જોઈએ. આ સાથે સફાઇ કામદારોના મોત બાદ જે પણ જવાબદારો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.  ઈમરાન ખેડાવાલાએ ઉમેર્યું કે, સરકારે અધ્યતન મશીનરી ખરીદવાની જરુર છે. આ સાથે દરેક શહેરો, તાલુકા અને જિલ્લામાં ગ્રાન્ટ આપવાની જરૂર છે. જેથી તેઓ તે ગ્રાન્ટમાંથી આધુનિક મશીનો લાવી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ