બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / Today is PM Narendra Modi's 72nd birthday

હેપ્પી બર્થડે / આજે PM મોદીનો 72મો જન્મદિવસ, ગુજરાતમાં એક અઠવાડિયા સુધી કરાશે ઉજવણી, જાણીલો કાર્યક્રમની રૂપરેખા

Mayur

Last Updated: 08:29 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી, 1948માં લુપ્ત થયા બાદ હવે આફ્રિકાથી આવી ગયા છે 8 ચિત્તા

  • આજે PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ
  • ગુજરાત આગામી 7 દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • PM મોદી જન્મદિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે

વિશ્વનેતા નરેન્દ્ર મોદી એવા નેતા છે. જે સંઘર્ષોની પરાકાષ્ઠા પાર કરી આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે.રાજકારણમાં કોઇ ગોડફાધર વીના એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા છે. અવિરત સંઘર્ષનું બીજુ નામ છે નરેન્દ્ર મોદી.2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા. અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે PM મોદીના 72માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થશે.

ગુજરાતમાં ધામધૂમથી ઉજવાશે PM મોદી જન્મદિવસ
PM મોદીના જન્મદિવસની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે બ્લડ ડોનેશનનો વિશ્વ રેકોર્ડ બનાવશે. દુબઇના પેઇન્ટરે તૈયાર કરેલા પોસ્ટરનું લોન્ચિંગ કરાશે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ખાતે પેન્ટિંગ પ્રદર્શન કરાશે. 20 સપ્ટેમ્બરે 182 બેઠકો પર કિસાન પંચાયત કરવામાં આવશે. 21 સપ્ટે.ના રોજ 750 જગ્યાએ યુવતીઓના હિમોગ્લોબિનના ટેસ્ટ કરાશે. દલિત સમાજની બહેનોના નારી શક્તિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10 હજાર જેટલી મહિલાઓ હાજર રહેશે. 40 વિધાનસભા વિસ્તારમાં મેડિકલ કેમ્પ કરવામાં આવશે. 2 ઓક્ટોબરે ગુજરાતમાં સ્વચ્છતા મિશન શરૂ કરાશે. 

PM મોદી જન્મદિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે
આ વખતે PM મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં શનિવારે 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે.તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે. 

 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી
પીએમ મોદીના જન્મદિવસ પર દિલ્હી ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડા'ની ઉજવણી કરશે.આ સમય દરમિયાન આરોગ્ય તપાસણી અને રક્તદાન કેમ્પ સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે એક ખાસ રેસનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝૂંપડપટ્ટીના લોકો ભાગ લઈ શકશે. 

ચેન્નઈની હોસ્પિટલમાં જન્મનાર બાળકોને અપાશે ભેટ 
રાજ્યના મત્સ્યપાલન અને સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને કહ્યું કે, "અમે ચેન્નઈની સરકારી હોસ્પિટલ RSRMની પસંદગી કરી છે, જ્યાં પીએમના જન્મદિવસ પર જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. મુરુગને કહ્યું કે દરેક વીંટી લગભગ 2 ગ્રામ સોનાની હશે, જેની કિંમત 5000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મફતની રેવડી નથી, અમે તેના દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે જન્મેલા લોકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. ભાજપના સ્થાનિક એકમનો અંદાજ છે કે 17 સપ્ટેમ્બરે આ હોસ્પિટલમાં 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.

ગરીબોને થશે 720 કિલો માછલીનું વિતરણ 
પીએમ મોદીના જન્મદિવસને ઉજવવા માટે તામિલનાડુમાં બીજી પણ એક યોજના જાહેર કરાઈ છે જેમાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના મતવિસ્તારને 720 કિલો માછલીના વિતરણ માટે પસંદ કરવામાં આવ્યો છે. ગરીબોને 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) યોજનાનો હેતુ માછલીના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. 

17 સપ્ટેમ્બરે PM મોદીનો 72મો જન્મદિવસ
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીએ 1972માં  RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.1998માં તેઓ રાષ્ટ્રીય મહાસચીવ પણ બન્યા. નરેન્દ્ર મોદી 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2001માં તે પહેલીવાર ગુજરાતના CM બન્યા અને 2013માં ભાજપે તેમનું નામ પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર તરીકે જાહેર કર્યું. જેની ચૂંટણીમાં ભાજપે 282 સીટો પર વિજય હાંસીલ કર્યો અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ભાજપે 300 સીટોથી વિજય મેળવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ