બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / સુરત / Today a world record 1.5 million people will participate in yoga from Gujarat Surat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / આજે ગુજરાત સુરતથી યોગમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે, સવા કરોડ લોકો લેશે ભાગ,1 લાખથી વધુ ટ્રેનર્સ તૈયાર

Kishor

Last Updated: 10:50 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજયભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આનંદભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

  • ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  : 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ'
  • રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેશે
  • રાજ્યમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર યોગ દિવસ ઉજવાશે

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' થીમ પર ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે રાજયભરમાં થનારી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેવાના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 

વર્ષ ૨૦૧૯માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના
આ મામલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલજી રાજપૂતે કહ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે, આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોમાં યોગનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા યોગનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વર્ષ ૨૦૧૯માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.  હાલમાં ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સ ગુજરાતમાં યોગ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જેને રાજ્ય સરકાર માનદ વેતન આપે છે. આમ ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સને રાજ્ય સરકાર દ્વારા રોજગારી પણ આપવામાં આવી છે. 

હેલ્થ ટિપ્સ: યોગ માટે સવારમાં ન મળતો હોય સમય, તો ઑફિસમાં પણ કરી શકાય છે આ  આસન / Practicing yoga has many physical, mental and emotional benefits  Practicing yoga improves both physical

૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

૨૧મી જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યભરમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં  રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેવાના છે, જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય લેવલ પર ઉજવણી થવાની છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. એટલું જ નહીં સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ નાગરિકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પહેલી વખત જ યોગ કરવા જઇ રહ્યા છો, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન  International Yoga Day 2023: yoga tips for beginners for good health

 ૧૦ લાખથી વધુ યોગ ટેનર્સને તૈયાર કરાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આવનારા સમયના લક્ષ્યાંકની વાત કરતા શીશપાલજીએ કહ્યું કે, અમારો આવનારા સમયમાં લક્ષ્યાંક છે કે યોગને ઘર-ઘર સુધી પહોંચાડીને ૧૦ લાખથી વધુ યોગ ટેનર્સને તૈયાર કરવાનો છે.  રાજ્યના મહાનગરોની દરેક સોસાયટી અને ગામડાઓમાં યોગ કેન્દ્ર ચાલું થાય એ અમારો મુખ્ય લક્ષ્યાંક છે. અમે આ વર્ષને 'યોગ વર્ષ' તરીકે ઉજવીશું. 

રાજયકક્ષાનો યોગ કાર્યક્રમ સુરતમાં

શીશપાલજીએ યુવાનોને મેસેજ આપતા કહ્યું કે, યોગ આપણી સંસ્કૃતિ છે. આ દેશની જીડીપી વધારવી હોય તો દરેક યુવાનોને યોગ સાથે જોડવું ખૂબ જરૂરી છે. યોગ કરવાથી શારિરીક અને માનસિક મનોબળ વધે છે.  યુવાનો વધુ કામ કરી શકે છે. આજકાલના યુવાનો તણાવથી પીડાય છે તેમજ યુવાનોમાં નાની ઉંમરે આવતા હાર્ટ અટેકના કિસ્સા જે વધી રહ્યા છે એનાથી બચવા માટે યુવાનોએ યોગ કરવું ખૂબ જરૂરી છે.  યુવાનોને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ સાથે જોડાવવું જરૂરી છે. યોગ દિવસની રાજયવ્યાપી ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ