બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વિશ્વ / Today 19th April 'World Liver Day' know why liver disease occurs

વર્લ્ડ લીવર ડે / શરીરની રાસાયણિક પ્રયોગશાળાને રાખો હેલ્થી, દારૂના સેવનથી લીવરના આટલા રોગો થાય છે, ઉંઘ આવ્યા કરે છે તો ચેતજો

Dinesh

Last Updated: 07:14 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ લીવર ડે 2023: સ્વસ્થ લીવરની જાગૃતિ લાવવા અને લીવર સંબંધિત રોગો તરફ ધ્યાન દોરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે. લીવર એ મગજ પછી શરીરનું સૌથી જટિલ અંગ પણ ગણાય છે.

  • આજે 19 એપ્રિલ એટલે કે 'વર્લ્ડ લીવર ડે'
  • મગજ પછી જો કોઈ જટિલ અંગ હોય તો તે લીવર છે
  • લીવરએ શરીરની રાસાયણિક પ્રયોગશાળા ગણાય છે


આજે 19 એપ્રિલ એટલે કે 'વર્લ્ડ લીવર ડે'. એવું કહેવાય છે કે, શરીરમાં મગજ પછી જો કોઈ જટિલ અંગ હોય તો તે લીવર છે અને જેની કાળજી માટે તેમજ તેના સંબંધિત રોગો વિશે જાગૃતતા ફેલેવવા માટે 19 એપ્રિલે વર્લ્ડ લીવર ડે તરીકે ઉજવાય છે. આપણા શરીરમાં લીવરએ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ખોરોક પાચન અને ચયાપાચન યોગ્ય રીતે કરે છે તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાનું કામ કરે છે. ટૂંકમાં કહીએ તો લીવરએ શરીરની રાસાયણિક પ્રયોગશાળા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, આપણા શરીરની અમુક બિમારીઓ આપણી અમુક ભૂલોના કારણે થતી હોય છે તે જ રીતે લીવરની બિમારી પણ કેટલાક કિસ્સાઓમાં આપણી ભૂલાના કારણે જ થતી હોય જેમ કે, અસ્તવસ્ત જીવનશૈલી, અયોગ્ય આહાર, વધુ પડતું આલ્કોહોલનું સેવન વગેરે..

વિશ્વ લીવર દિવસ 2023ની થીમ?
વર્લ્ડ લીવર ડે 2023ની થીમ છે "સતર્ક રહો, નિયમિત લીવર ચેક-અપ કરાવો, ફેટી લિવર કોઈને પણ અસર કરી શકે છે."("Be Vigilant, Do Regular Liver Check-Up, Fatty Liver Can Affect Anyone.")

લીવર કઈ રીત શરીરમાં કાર્ય કરે છે
આપણે ખાધેલો ખોરોક આંતરડામાં પાચન થાય છે અને ખારોક આંતરડામાંથી સૂચાઈને લોહીની નલિકા મારફતે પ્રથમ લીવરમાં જાય છે, જેમાંથી વિવિધ વિભાજન થાય અને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તેમજ ચરબી, વિટામીન અલગ પાડે છે. લીવરમાં અમુક સુક્ષ્મ જીવાણુ પણ જાય છે તે તેનો નાશ પણ કરે છે. લિવર પિત્ત પણ બનાવે છે અને ચરબીનું મેટાબોલીન ક્રિયામાં મોટો રોલ અદા કરે છે. આપણેને વાગ્યા પછી લોહી થોડીવાર આવે છે પછી જામી જાય છે તે માટે પણ જવાબદાર લીવરને ગણાય છે.

બાળકોને પણ લીવર ખરાબ થાય?
લીવરના રોગોની વાત કરવામાં આવે તો તે બાળકોમાં પણ થતો હોય છે. ડોક્ટરના જણાવ્યા મુજબ જન્મતી વખતે જો લીવરમાંથી નિકળતી પિત્તની નળી ખોડખાપણવાળી હોય તો તે પિત્તરસ લીવરમાં જમા થાય અને તે અનેક રોગોને પણ આવકારે અને લીવરને પણ નુકાસાન કરે છે. જે કિસ્સાઓમાં પિત્તની નળી અને આંતરડા જોડવાનું ઓપરેશન કરવું પડે છે. તેમજ પુખ્ત માટે લીવર ખરાબ થવાની કેટલીક કુટેવો હોય છે દારૂના સેવથી, દવાની આડઅસરથી, અતિ મેદસ્વીતા, હિપેટાટીસ વાયરસના ચેપથી લીવર ખરાબ થતાં હોય છે.

લીવર બગડવાના લક્ષણો
દરેક વ્યક્તિ જાણે છે કે લીવર આપણા શરીરનો જરૂરી અંગ છે. લીવર શરીરમાં ખોરાકને પોષક તત્વો અને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. આ સાથે તે આપણા શરીરમાં રહેલા લોહીને ફિલ્ટર કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે લીવર ડેમેજની તરત જ ખબર પડી જાય છે અને ઘણી વખત દર્દીને મહિનાઓ સુધી ખબર નથી પડતી કે તેને લીવર ડેમેજ છે. તેથી તમે પણ આ લક્ષણોથી વાકેફ થઈ જાઓ

ઉલટી
જો તમને વારંવાર ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે સામાન્ય ઉલટી ન હોઈ શકે. સતત કેટલાય દિવસો સુધી ઉલ્ટીની ફરિયાદ કરવી એ પણ લીવર ડેમેજનું લક્ષણ હોઈ શકે છે.

Vomiting Tips: મુસાફરી દરમિયાન તમને પણ થાય છે ઉલટી ઉબકા? અપનાવો આ ટિપ્સ |  Vomiting Tips Vomiting comes while traveling then remove

અચાનક ભૂખ ઓછી થઈ જવી 
મોટાભાગના લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ કરવાનું શરૂ કરે છે. જો આ ફરિયાદ 15 દિવસથી થઈ રહી છે. તો તમારે તેને હળવાશથી ન લેવું જોઈએ કારણ કે તે ખરાબ લીવરનું પણ લક્ષણ છે.

થાક લાગવો
ઘણી વખત તમને ખૂબ થાક લાગે છે અને ઘણા ઉપાયો કર્યા પછી પણ તે દૂર થતો નથી. તેથી અહીં તમારે સાવચેત રહેવાની જરૂર છે. હકીકતે વારંવાર થાક લાગવો એ પણ ખરાબ લીવરનું લક્ષણ હોઈ શકે છે.

શરીર સતત થાકેલું લાગે છે તો આ કારણો હોઇ શકે | causes of tired body health

ઝાડા
ઘણી વખત તમને હવામાનના ફેરફાર અથવા કંઈક ગડબડ થવાના કારણે ઝાડા થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તે સામાન્ય ઝાડા હોય તે જરૂરી નથી. આવી સ્થિતિમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તે લીવર ડેમેજનું લક્ષણ પણ હોઈ શકે છે.

અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, માત્ર એક મહિનામાં ઝાડા-ઉલટી અને  ટાઈફોડના કેસમાં ધરખમ વધારો | Increase in cases of diarrhea and vomiting in  Ahmedabad gujarati news

વજન ઓછુ થવું 
આ સિવાય અચાનક તમારું વજન ઓછું થવા લાગ્યું છે અને તેની ઝડપ સતત વધી રહી છે તો સાવધાન થઈ જાવ કારણ કે ક્યારેક લિવરને નુકસાન થાય તો પણ વજન ઝડપથી ઘટવા લાગે છે.

ભૂખને 60 ટકા ઓછી કરી નાખે છે આ 5 વસ્તુઓ, ઝડપથી ઓગળવા લાગશે પેટની ચરબી, જાણો  સુપર ફૂડ્સ વિશે | foods that can help reduce cravings foods to burn body  fat belly fat

અન્ય
યાદ શક્તિ ઘટે
ઉંઘ આવ્યા જ કરે
પેસાબ ઓછો થઈ જાય

ખરાબ લીવર થયા પછી સારવાર શક્ય?
વિગતો મુજબ અમુક કિસ્સાઓમાં શક્ય છે અને અમુક કિસ્સાઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડે. વાયરલ હિપેટાઈટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવાથી તેમજ કસરત કરવાથી ચરબીવાળુ લીવર ચરમીમુક્ત થઈ શકે છે. દારૂના સેવન કરનારા દારૂનો સેવન બિલકુલ બંધ કરવો પડે.

લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું
લીવર જ્યારે વધુ ખબાર થઈ જાય છે જીવવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે માનવીના શરીરમાંથી ખરાબ લીવર નીકાળી નવું લીવર નાંખવામાં આવે તેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કે લીવર પ્રત્યારોપણ કહેવાય છે. નવું લીવર દર્દીના સગાવહાલા મોટા ભાગના આપતા હોય છે તેમજ મૃત વ્યક્તિઓના લીવર પણ ડોનેટ કરવામાં આવતા હોય છે. લીવર એક માત્ર એવું અંગ છે કે, જે અડધું કાઢી લેવામાં આવે તો થોડા સમય પછી પાછુ મુળ કદ જેટલું થઈ જાય છે. 

કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ
જીવીત અને મૃત્યુ પામેલા વ્યક્તિઓમાંથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય છે. એવી વિગતો છે કે, મૃત વ્યક્તિના લીવરના કિસ્સામાં તેને કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કેડેવરિક ટ્રાન્સપ્લાન્ચ માટે દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ હોય છે. અત્રે જણાવાની વાત એ પણ છે કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ મેળવવાની બીજી રીતમાં કોઈના લીવરનો અડધો ભાગ અથવા કટકો લેવામાં આવે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ