બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / ભારત / to prevent heat stroke government advisory to states amid warning of severe heat wave

હવામાન / ગુજરાતમાં ગરમી-લૂની મોટી આગાહી, એક્શનમાં કેન્દ્ર સરકાર, બહાર પાડી ગાઈડલાઈન્સ

Hiralal

Last Updated: 05:53 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમી અને લૂની હવામાન વિભાગની આગાહી બાદ કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

હવામાન વિભાગની ભીષણ ગરમીની આગાહી બાીદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક મોટી બેઠક યોજી હતી. તેમાં આઈએમડી, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવા માટે કહ્યું છે. બેઠક બાદ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "આઇએમડીએ આ વર્ષ માટે અલ-નીનોની આગાહી કરી છે અને તેથી આ વર્ષે હીટવેવની સંભાવના વધારે છે. આ ઉનાળામાં તાપમાન સામાન્યથી ઉપર રહેશે. આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને હીટવેવને કારણે હીટ સ્ટ્રોકથી બચવા માટે, મેં આઇએમડી, આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી છે અને કેન્દ્રને રાજ્ય સરકારોને સલાહ આપવા જણાવ્યું છે.

ગરમી અને લૂથી બચવા શું કરવું? 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગરમીનો પ્રકોપ હીટ સ્ટ્રોકનું સ્વરૂપ ન લે તે માટે અનેક દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોક એ ગરમીને લગતી સૌથી ગંભીર બીમારી છે. તે ત્યારે થાય છે જ્યારે શરીર હવે તેના તાપમાનને નિયંત્રિત કરી શકતું નથી. ઉનાળામાં દર વર્ષે જે તાપમાન નોંધાય છે તેના કરતા વધુ તાપમાન રહેવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને જનતાને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. "આ વર્ષે જ્યારે તમે ચૂંટણી પ્રચાર માટે જાઓ છો, ત્યારે પીવાનું પાણી ચાલુ રાખો અને તમારી સાથે પાણીની બોટલ લઈ જાઓ. લોકોએ સમય સમય પર પાણી પીવું જોઈએ અને જ્યૂસનું પણ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત લીંબુ પાણી પણ પીવું જોઈએ. તમે ઉનાળાની ઋતુમાં મળતા ફળો પણ ખાઈ શકો છો.

એપ્રિલથી જૂન દરમિયાન દેશભરમાં ભારે ગરમી 
એપ્રિલથી જૂન દરમિયાન દેશભરમાં ભારે ગરમી પડવાની સંભાવના છે, જેની મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર ગંભીર અસર પડશે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભયંકર ગરમીની આગાહી 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધુ અસર થવાની સંભાવના છે. એપ્રિલથી જૂનની વચ્ચે, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે, પૂર્વ અને ઇશાન ભારતના કેટલાક ભાગો અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોને બાદ કરતા, જ્યાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ