બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 09:14 AM, 4 December 2022
ADVERTISEMENT
બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકોમાં સૌથી વધુ જોવાતો શો હોય તો એ છે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ત્યારે આ જ શો નો એક કિરદાર ચર્ચા માં આવ્યો છે. શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવીને ખૂબ પ્રખ્યાત થયેલ પ્રિયા આહુજા રાજદા. તેણે પોતાના પાત્રથી લોકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી. તેની મોટી ફેન ફોલોઈંગ છે. જો કે, તે ઘણીવાર તેના કપડા માટે ટ્રોલ થાય છે. હવે પ્રિયા આહુજાએ તેના નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
'તારક મહેતા...'ની અભિનેત્રી હેટર્સ પર ભડકી
તારક મહેતાની પ્રિયા આહુજાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોટ લખીને તેને ટ્રોલ કરનારાઓની ઝાટકણી કાઢી છે. પ્રિયાએ લખ્યું- મારી લેટેસ્ટ તસવીરો પર મને ટ્રોલ કરનારા તમામ લોકોને હું કહેવા માંગુ છું કે તમે લોકો મારા વિશે શું વિચારો છો તેની મને બિલકુલ પરવા નથી. તમારામાંથી ઘણાએ મારા પતિને ટેગ કરીને કહ્યું છે કે હું કેવા પ્રકારની પત્ની છું અને તે મને આવા કપડાં કેવી રીતે પહેરવાની મંજૂરી આપી શકે છે.
ADVERTISEMENT
આગળ વધુમાં જણાવ્યું,
પ્રિયાએ આગળ લખ્યું - તમારામાંથી ઘણાએ અરદાસ વિશે પણ લખ્યું છે કે તે તેની માતા વિશે શું વિચારશે અને હું તેને માતા તરીકે શું શીખવીશ. મહેરબાની કરીને માલવ અને અરદાસને નક્કી કરવા દો કે હું કેવી પત્ની અને કેવી માતા છું. પ્રિયાએ પોતાની સ્ટોરીમાં આગળ લખ્યું- હું એ પણ કહેવા માંગુ છું કે કપડાં પહેરવા માટે મારે તમારી પરવાનગી લેવાની જરૂર નથી. મારે શું પહેરવું છે અને કેવું જીવન જીવવું છે તે ફક્ત હું જ નક્કી કરીશ, તે પણ ફક્ત મારો નિર્ણય હશે. મને તમારી સલાહની જરૂર નથી.
પ્રિયા આહુજા કેમ ટ્રોલ થઈ?
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા પ્રિયા આહુજાએ તેના બેડરૂમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટામાં, પ્રિયા તેના શરીર પર માત્ર કાળા સાટિન કપડામાં લપેટેલી જોવા મળી હતી. કાળા કપડામાં લપેટાયેલી પ્રિયાએ બેડ પર બેસીને કિલર પોઝ આપ્યા હતા. તેનું આ સિઝલિંગ ફોટોશૂટ એક મેગેઝીન કવર માટે હતું. એક્ટ્રેસે તેના બેડરૂમના ફોટો રિવીલિંગ લુકમાં પોસ્ટ કરતાની સાથે જ લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ પ્રિયાએ લોકોને તેની મજાક ઉડાવવા ન દીધી. તેણે તેના બધા નફરત કરનારાઓને જવાબ આપ્યો છે. તમને પ્રિયા આહુજાનો જવાબ કેવો લાગ્યો?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.