બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / વિશ્વ / titanic ship accident in 1912 conspiracy theory cursed mummy

કબ્રસ્તાન બન્યો એટલાન્ટિક / 12,500 ફૂટ નીચે ટાઈટેનિક સાથે થઈ રહ્યું છે ચોંકાવનારું કામ, શાપિત મમીએ ડૂબાવ્યું જહાજ? પાણી તરાવે છે તો લાશો ક્યાં?

Hiralal

Last Updated: 10:24 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1912ની સાલમાં એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યા બાદ ટાઈટેનિકના કાટમાળને જીવાણું ઝડપથી ખાઈ રહ્યાં છે અને આગામી વર્ષોમાં તો તેનો કાટમાળ પણ શોધ્યો નહીં જડે.

  • ટાઈટેનિક જહાજ 1912માં તેની પહેલી સફરમા ડબ્યું હતું
  • એટલાન્ટિક મહાસાગરમાં 12,500 ફૂટ નીચે પડ્યો કાટમાળ
  • દરિયાઈ જીવાણું ખાઈ રહ્યાં છે કાટમાળ
  • આગામી થોડા સમયમાં કાટમાળ પણ થઈ જશે નામશેષ 

14 એપ્રિલ 1912ના રોજ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડથી 650 કિમી દૂર ઉત્તર એટલાન્ટિકમાં 2000થી વધુ પ્રવાસીઓને લઈને ડૂબેલા ટાઈટેનિક જહાજને લઈને વધુ એક રહસ્ય બહાર આવ્યું છે. હિમશીલા સાથે ભીષણ ટક્કર બાદ ટાઈટેનિક આકાશની દિશામાં સીધુ થઈને બે ફાડિયામાં વહેંચાઈ ગયું હતું અને દરિયામાં ધીરે ધીરે ડૂબતું છેક એન્ટલાન્ટિકની ઊંડાઈએ પહોંચી ગયું હતું. ડૂબ્યાના 73 વર્ષ બાદ 12,500 ફૂટની ઊંડાઈએ પડેલા ટાઈટેનિકના કાટમાળને લઈને નવી વાત જાહેર થઈ છે.

દરિયાઈ જીવાણુંઓ ખાઈ રહ્યાં છે ટાઈટેનિકનો કાટમાળ
સંશોધકોનું માનવું છે કે દરિયાઈ જીવાણુંઓ ઝડપી ગતિએ ટાઈટેનિકોનો કાટમાળ ખાઈ રહ્યાં છે અને આગામી થોડા વર્ષોમાં તેનો કાટમાળ પણ જોવા નહીં મળે અને આ રીતે તેના છેલ્લા અવશેષો પણ નામશેષ થઈને કાળની ગર્તામાં ધકેલાઈ જશે. આ સાથે ટાઈટેનિક પર 4 ષડયંત્ર પણ ચાલી રહ્યાં છે. 

મમીના શાપથી ડૂબ્યું ટાઈટેનિક 
પ્રથમ થીયરી વિશે વાત કરીએ તો, તેને 'મમીનો શ્રાપ' કહેવામાં આવે છે. આ થિયરી અનુસાર, જ્યારે ટાઇટેનિક જહાજ ઇંગ્લેન્ડથી ન્યૂયોર્ક માટે રવાના થયું ત્યારે તેના પર એક શ્રાપિત મમી લદાયેલી હતી. આ મમીના શ્રાપને કારણે ટાઈટેનિક જહાજને અકસ્માત થયો અને તે ડૂબી ગયું. જો કે, બ્રિટિશ મ્યુઝિયમ અનુસાર, આ સિદ્ધાંત સંપૂર્ણપણે ખોટો છે. મમીએ 1990 પહેલા ક્યારેય મ્યુઝિયમ છોડ્યું ન હતું.

બેંકર દ્વારા ટાઈટેનિક ડૂબી ગયું
બીજી થિયરી મુજબ આ જહાજ જાણીજોઈને ડૂબી ગયું હતું. જહાજ ડૂબાડવા પાછળ બેંકર જેપી મોર્ગનનો હાથ હતો, જે તેના હરીફ કરોડપતિઓને ખતમ કરવા માંગતો હતો. આ હરીફો જેકબ એસ્ટર, બેન્જામિન ગુગેનહેમ અને ઇસિડોર સ્ટ્રોસ હતા. ત્રણેય ટાઈટેનિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. થિયરી અનુસાર, જેપી મોર્ગન પણ જહાજમાં ચઢવા જઈ રહ્યા હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેણે પોતાનો પ્લાન બદલી નાખ્યો. ત્રણેય અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંકની સ્થાપનાનો વિરોધ કરી રહ્યા હતા, જ્યારે મોર્ગન તેના સમર્થનમાં હતા. ટાઇટેનિક ડૂબી ગયાના એક વર્ષ પછી જ ફેડરલ રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી.

ટાઇટેનિક ક્યારેય ડૂબ્યું જ નથી
ત્રીજી થિયરી એમ પણ કહે છે કે ટાઇટેનિક ક્યારેય ડૂબ્યું નથી. આ થિયરી અનુસાર, જહાજની માલિક કંપનીએ તેને ઓલિમ્પિક સાથે બદલ્યું હતું, જે એક જહાજ જે ટાઇટેનિક જેવું જ હતું. થિયરી મુજબ કંપની ઓલિમ્પિકમાંથી છુટકારો મેળવવા માંગતી હતી અને વીમાના પૈસા પણ માંગતી હતી. આ કારણોસર ટાઇટેનિકને બદલે ઓલિમ્પિક ડૂબી ગયું. જો કે આવા પુરાવા આજે સ્પષ્ટપણે હાજર છે, જે મુજબ ટાઇટેનિક જહાજ પોતે પાણીમાં ડૂબી ગયું હતું. 

ટાઇટેનિક સબમરીન દ્વારા ડૂબી ગયું હતું
ટાઇટેનિક દુર્ઘટના 1914 માં પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત પહેલા થઈ હતી. એક ષડયંત્ર સિદ્ધાંત અનુસાર, તેના પર જર્મન સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જહાજ ડૂબી ગયું હતું. ઘણા મુસાફરોએ દાવો કર્યો હતો કે તેઓએ 10-12 કિલોમીટરના અંતરે સબમરીન જેવી વસ્તુ જોઈ છે. જોકે, પાછળથી આ પણ ખોટો દાવો સાબિત થયો. 

ટાઇટેનિક કેવી રીતે ડૂબી ગયું
નિષ્ણાતોનું માનવું છે કે ટાઇટેનિકનું ડૂબવું એક અકસ્માતને કારણે થયું હતું. જહાજ એક બર્ફીલા ખડક સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ જહાજની અંદર પાણી ભરાવા લાગ્યું. ટાઇટેનિક જહાજ દરિયામાં સીધું થઈને બે ફાડિયામાં વહેંચાઈ ગયું અને ડૂબી ગયું. દુર્ઘટનાના 73 વર્ષ પછી 1985માં કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડ નજીકના સમુદ્રમાં તેનો કાટમાળ જોવામાં આવ્યો હતો. 

ટાઈટેનિકની સાથે 1500 લોકોની પણ જળસમાધિ
ટાઈટેનિક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 1500 લોકોના મોત થયા હતા પરંતુ વૈજ્ઞાનિકોને ખરો સવાલ એ થઈ રહ્યો છે કોઈની લાશ કેમ ન મળી. ભલે ગમે તેટલા વર્ષો વહી ગયા પરંતુ થોડો ઘણો થોડો તો અણસાર મળે જ પરંતુ અહીંયા તો જાણે લાશો હવામાં ઓગળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટાઈટેનિક પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાન્ય રીતે લાશ પાણીમાં ઝાઝો સમય રહી શકતી નથી, તે તરીને તરત ઉપર આવી જતી હોય છે પરંતુ એકસામટા 1500 લોકોની લાશો કેમ તરીને દરિયામાં ન દેખાઈ, તેનું એક કારણ એ હોઈ શકે કે ડૂબ્યા બાદ ટાઈટેનિક ખૂબ ઊંડે લગભગ 12500 ફૂટ નીચે જતું રહ્યું અને આવી સ્થિતિમાં લાશ તરીને ન આવી શકે એટલે દરિયાઈ જીવાણુ, બેક્ટેરીયા તથા બીજા સમુદ્રી જીવોનું તે ભોજન બન્યું હોઈ શકે છે. 

ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરિન પણ પાંચ અબજોપતિઓને લઈને ડૂબી
ટાઈટેનિક ડૂબ્યાંના 111 વર્ષ બાદ બીજી એક દુર્ઘટના બની છે. પાંચ અબજોપતિઓ ઓશનગેટ કંપનીની સબમરિનમાં બેસીને ટાઈટેનિકનો કાટમાળ જોયા ગયા હતા પરંતુ ટાઈટેનિકના કાટમાળ નજીક દરિયામાં સબમરિનમાં બ્લાસ્ટ થઈને તૂટી પડતાં પાંચેયના દર્દનાક મોત થયાં હતા. તેમનો પણ કાટમાળ મળ્યો કે લાશ મળી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ