બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / tirumala tirupati wants 51 crore old currency to monetize after demonatisation

નોટબંધી / 51કરોડની બંધ થઈ ગયેલી ચલણી નોટ વટાવવા માંગે છે દેશનું આ ધનીક મંદિર, નાણામંત્રીને કરી અપીલ

Dharmishtha

Last Updated: 11:31 AM, 14 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના તિરુમાલામાં દેશના સૌથી પૈસાદાર ભગવાન વેંકટેશના મંદિરનું સંચાલન કરનારા તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમે રૂ. 51 કરોડની જૂની ચલણ નોટો પરત આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં બંધ થઈ ગયેલી 500 અને 1000ની નોટો છે. દેવસ્થાનમે 4 વર્ષ પછી નોટો પાછા આપવાનો આ નિર્ણય લીધો છે.

  •  નાણાંમંત્રીએ કહ્યું કે આ સમસ્યાનું  સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે
  • તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની આર્થિક સ્થિતિને સમજીને આ સમસ્યાનું સમાધાન કરવા અપીલ
  • તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમે રૂ. 51 કરોડની જૂની ચલણ નોટો પરત આપવાની ઈચ્છા વ્યક્ત કરી

સોમવારે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમના ચેરપર્સન વાયવી રેડ્ડીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. રેડ્ડીએ નાણાંમંત્રીને જૂની નોટનું મુદ્રીકરણ કરવાની અપીલ કરતા કહ્યું કે આ નોટો ભક્તો દ્વારા ભગવાન વેંકટેશને અર્પણ કરાઈ હતી.

 

રેડ્ડીએ જણાવ્યું કે  તેમણે કેન્દ્રીય નાણાંમંત્રી સામે રજૂઆત કરી છે કે કોરોના વાયરસને કારણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની આર્થિક સ્થિતિને સમજીને આ સમસ્યાનું સમાધાન કરો. તેમણે એમ પણ કહ્યું કે તીર્થયાત્રી દાનમાં પૈસા નાંખવા પવિત્ર માને છે. ત્યારે તેમની ભાવનાને સમજી આ અરજીને ફગાવી ન દેવામાં આવે.

રેડ્ડીએ કહ્યું કે 8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો. એ બાદ તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમે બંધ કરાયેલી 500 અને 1000ની જુની ચલણી નોટ લેવાનું પણ બંધ કરી દીધું હતું. તેમજ આ નોટોનું ટ્રાન્જેક્શન પણ  બંધ કરી દીધું હતુ.

 

ઉલ્લેખનીય છે કે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમનું કહેવું છે કે જોકે તેમને એ ખબર નથી કે ભક્તોએ આ પૈસા ક્યારે દાનમાં નાંખ્યા હતા.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડવાઈન છતા ભક્તોએ  બંધ થયેલી નોટો દાનપેટીમાં નાંખવાનું બંધ કર્યું નહોતું. તેમણે કહ્યું કે નાણાંમંત્રીએ રેડ્ડીને ખાતરી આપી છે કે તે કેન્દ્રીય બેંક સાથે વાત કરી આ સમસ્યાનું  સમાધાન કાઢવાનો પ્રયાસ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ