વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો છે ત્યારે ઈસુદાન ગઢવીએ ખંભાળીયાથી ઉમેદવારી નોંધાવી છે.
ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી
આપ દ્વારા તેઓને ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે
ઈસુદા ગઢવીએ ફોર્મ ભરતી વખતે કરેલ એફિડેવિટની વિગતો
ગુજરાતના લોકોના પ્રશ્નો વાંચા આપનાર પત્રકાર જેઓ પત્રકારમાંથી રાજનીતીમાં ઝંપલાવી નવી કારર્કિદીની શરૂઆત કરનાંર કરી આમ આદમી પાર્ટીંમાં જોડાઈ જોડાયા હતા. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો છે ત્યારે ઈસુદાન ગઢવીએ ખંભાળીયાથી ઉમેદવારી નોંધાવી છે. ઈસુદાન ગઢવીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કરેલ એફીડેવિટમાં તેમની પાસે અને તેમની પત્નિ પાસે કુલ કેટલી મિલ્કત છે તો આવો જાણીએ ઈસુદાન ગઢવીએ રજૂ કરેલ વિગતો.....
વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપ-કોંગ્રેસ તેમજ ત્રીજો પક્ષ આદ આદમી પાર્ટી દ્વારા પોત પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે ઈસુદાન ગઢવી ખંભાળીયાથી ચૂંટણી લડવાના છે. ત્યારે આપ દ્વારા તેમને મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે તેઓ દ્વારા ભરેલ ચૂંટણી ફોર્મમાં તેઓની મિલ્કતથી લઈ તેઓની પર કેટલા કેસ છે જે તમામ વિગતો જાહેર કરી છે. ત્યારે આવો જાણીએ તેમણે એફીડેવિટમાં રજૂ કરેલ વિગતો વિશે.
આવક કેટલી છે
ઈસુદાન ગઢવી પાસે વર્ષ 2017-18 થી વર્ષ 2021-22 માં કુલ આવક 23 લાખ 15 હજાર 40 રૂપિયા છે. જ્યારે વર્ષ 2021-22 માં તેમની આવક રૂ.3.03 લાખ દર્શાવાઈ છે. જ્યારે તેમની પત્નિની આવક 2017-18 થી 2021-22 માં 21 લાખ 49, 000 આવક છે. વર્ષ 2021-22 માં 4.20 લાખ આવક છે. જે ઈસુદાન ગઢવીથી પણ વધારે છે.
કેટલી ફરિયાદ નોંધાયેલ છે
ઈસુદાન ગઢવીએ એફિડેવિટમાં રજૂ કરેલ વિગતો મુજબ તેઓની સામે બે ફરિયાદ નોંધાવવા પામી છે. જેમાં પહેલા કેસમાં તેઓ પર પાસ પરમીટ વગર નશો કરવાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે અન્ય એક ફરિયાદમાં હુમલો કરવો, અભદ્ર ભાષાનો પ્રયોગ, જાહેર મિલ્કતને નુકશાન કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે.
બેંકમાં કેટલા પૈસા પડ્યા છે જેની વિગત
ઈસુદાન ગઢવી પાસે રોકડ રૂ.3.20 લાખની રોકડ સિલક છે. જ્યારે તેમની પત્નિ પાસે રૂ.1.68 લાખની રોકડ સિલક છે અને ઈસુદાન ગઢવીના બે બેંક એકાઉન્ટ છે. જેમાં ICICI માં 3858 રૂપિયા જ્યારે bob માં 1500 રૂપિયા છે. જ્યારે તેમની પત્નિના એકાઉન્ટના યુનિયન બેંકનાં એકાઉન્ટમાં 25791, જ્યારે એચડીએફસી 10000 છે.
તેમની સંપત્તિ કેટલી છે
ઈસુદાન ગઢવીની અને પત્નીનાની 2 લાખની એલઆઈસી પોલીસી છે. જ્યારે તેમની ઈસુદાન ગઢવી પાસે સોનું રૂ. 48 હજાર 10 ગ્રામ તેમની પત્ની પાસે રૂ.5.76 લાખની કિંમતનું 120 ગ્રામ સોનું છે. તેમજ ઈસુદાને 3 બેંકમાંથી રૂ. 40.53 લાખની લોન લીધી છે. જ્યારે તેમની પત્નીએ ત્રણ બેંકમાંથી 9.91 લાખની લોન લીધી છે. ઈસુદાન ગઢવી પાસે બે ખેતી લાયક જમીન છે. જેની બજાર કિમત રૂ.19.75 લાખ છે. બોપલમાં તેમના 3 ફલેટ જેમાં તેમનો 50 ટકા ભાગ છે. ઘર અને જમીન મળીને કુલ 79.75 લાખની સ્થાવર મિલકત છે. જ્યારે વારસાગત 19.75 લાખની મિલ્કત છે. તેમજ તેમની પત્નિ પાસે 1 ફલેટમાં 50 ટકા હિસ્સાના આધારે રૂ.15.50 ની સ્થાવર સંપત્તિ અને 5.81 લાખની જંગમ મિલ્કત છે. પત્નિ પાસે 9.80 લાખની જંગમ મિલ્કત છે.