બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / this year shani jayanti is special shanidev will blessed to people

જ્યોતિષ / શનિ જયંતિએ બનવા જઇ રહ્યો છે શુભ સંયોગ, અચૂકથી કરજો આ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન

Khyati

Last Updated: 04:56 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે શનિ જયંતિના દિવસ છે મહત્વનો. શનિદેવને પ્રસન્ન કરવા માટેનો અનેરો અવસર. ભૂલથી પણ કોઇનું દિલ ન દુભાવતા નહી તો કોપાયમાન થશે શનિદેવ

  • શનિ જયંતિનો દિવસ છે ખાસ
  • 30 મેના રોજ સોમવતી અમાસ
  • વટસાવિત્રીનું વ્રત પણ એક જ દિવસે


શનિ જંયતિ નજીકમાં જ છે. ત્યારે હવે આ વખતે શનિદેવને રીઝવવા માટેનો ખાસ મોકો ગણાય. કારણ કે શનિદેવ જલદી કોપાયમાન થઇ જતા દેવતા છે પરંતુ જો તમે સારા કાર્યો કરશો તો શનિદેવ તમારાથી રાજી રહેશે. શનિ જયંતિનો દિવસ શનિદેવની પૂજા કરવા, તેમના ક્રોધથી મુક્તિ મેળવવા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. તેથી ધર્મ અને જ્યોતિષમાં શનિ જયંતિના દિવસે વ્રત રાખવાની, પૂજા કરવાની, ઉપાય કરવાની સલાહ આપવામાં આવી છે. આ વર્ષે શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ આવી રહી છે. આ ઉપરાંત વર્ષો પછી શનિ જયંતિ પર એક અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ કારણથી શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે આ શનિ જયંતિ પર કેટલાક ઉપાય કરવા જોઈએ.

શનિ જયંતિ પર અદ્ભુત સંયોગ બની રહ્યો છે

 આ વખતે શનિ જયંતિ ખાસ છે. કારણ કે 30મેના રોજ સોમવાર અને તેમાં પણ અમાસ. એટલે કે સોમવતી અમાસ અને વટસાવિત્રીનું વ્રત . આટલુ ઓછુ હોય તેમ આ દિવસે શનિ પોતાની જ રાશિમાં હશે એટલે કે કુંભ રાશિમાં જ રહેશે. જેથી સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થશે. ત્યારે એક જ દિવસે આટલા બધા સંયોગ હોવાને કારણે શનિ જયંતિનો દિવસ ઘણો શુભદાયી નીવડશે. 

શનિ જયંતિના દિવસે પૂજા વિધીનો સમય

અમાસની તિથિ 29મી મેના રોજ બપોરે 02:54 વાગ્યે શરૂ થશે અને 30મી મેના રોજ સાંજે 04:59 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે 30મી મેના રોજ જ શનિ જયંતિ મનાવવામાં આવશે. શનિ જયંતિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શનિ મંદિરના દર્શન કરો. શનિદેવની મૂર્તિને તેલ ચઢાવો, દીવો પ્રગટાવો. શનિદેવને ફૂલોની માળા અને પ્રસાદ ચઢાવો. કાળા અડદ, તલ, કાળા વસ્ત્રો ચઢાવો.

શનિના પ્રકોપથી બચવા માટે શનિ જયંતિના દિવસે આ ઉપાય કરો

  • જો શક્ય હોય તો શનિ જયંતિના દિવસે વ્રત કરો. 
  • શનિ મંદિરમાં જઇને તેલ ચઢાવો. આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરો.
  • શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે. તો શનિ જયંતિ પર શુભ કાર્ય કરો. 
  • કોઈ ગરીબને ભોજન આપો. દાન કરો. 
  • અસહાય, ગરીબ, વૃદ્ધ, મહિલાઓની શક્ય એટલી મદદ કરો, આનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ