બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / this giant stone collide with the earth! Knowing the size will make you sweat, scientists warn

ઍલર્ટ / તો શું પૃથ્વી સાથે અથડાશે આ વિશાળકાય પથ્થર! કદ જાણીને જ પરસેવો છૂટી જશે, વૈજ્ઞાનિકોની ચેતવણી

Megha

Last Updated: 02:04 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક વિશાળ પથ્થરને લઈને એવી જાહેરાત કરી છે જેમાં તેઓ પણ ચિંતામાં છે અને માણસોએ પણ ચિંતિત રહેવાની જરૂર છે.

  • એક વિશાળ પથ્થર પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી શકે છે
  • પૃથ્વીની ખૂબ જ નજીક આવીને અથડાઈ શકે છે
  • આ પથ્થર આશરે 1 કિલોમીટર પહોળો છે

NASA asteroid to crash in Earth: અંતરિક્ષમાં અનેક વખતે એવી ઘટનાઓ બનતી હોય છે જે માનવીને ચોંકાવી દે છે. જો કે વૈજ્ઞાનિકો દરેક ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા નથી. તેમને ખબર હોય છે કે પૃથ્વીના લોકોને કઈ ઘટનાથી ખતરો છે અને કઈ ઘટનાથી નથી. પરંતુ હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક વિશાળ પથ્થરને લઈને એવી જાહેરાત કરી છે જેમાં તેઓ પણ ચિંતામાં છે અને માણસોએ પણ ચિંતિત રહેવાની જરૂર છે.  જો કે ગભરાવાની જરૂર નથી કારણ કે તે હજુ ચોક્કસ નથી કે આ ઘટના બનશે!

અહેવાલ મુજબ અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA asteroid to crash in Earth) લાંબા સમયથી એક વિશાળ પથ્થરને ટ્રેક કરવામાં લાગ્યું છે. હવે સમાચાર   છે કે આ પથ્થર પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી શકે છે અને પૃથ્વીની ખૂબ જ નજીક આવીને તેની સાથે અથડાઈ પણ શકે છે. આ વિશાળ એસ્ટેરોઇડનું નામ 199145 (2005 YY128) નામ આપવામાં આવ્યું છે. આ પથ્થર આશરે 1 કિલોમીટર પહોળો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આગામી સપ્તાહ સુધીમાં આ પથ્થર પૃથ્વીની કક્ષામાં ટકરાઈ શકે છે.

પૃથ્વીની નજીકથી પસાર થશે પથ્થર, વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી
આ એસ્ટેરોઇડ 1870 થી લઈ 4265 ફૂટ સુધી મોટો હોવાનું જણાવાઈ રહ્યું છે. નાસાનું માનવું છે કે 16 ફેબ્રુઆરી સુધીમાં આ પથ્થર પૃથ્વીના 45 લાખ કિલોમીટર સુધી નજીક આવી જશે પરંતુ નાસાને એ વાત પર પૂરો ભરોસો નથી કે આ પથ્થર પૃથ્વીની કક્ષા સાથે અથડાશે કે નહીં અને તે પૃથ્વીને અસર કરી શકશે કે નહી. એવામાં તેમણે સ્પષ્ટતા કરી છે કે ગભરાવાની જરૂર નથી.

થોડા સમય પહેલાં પણ પસાર થયો હતો એક પથ્થર
હાલમાં જ અન્ય એક એસ્ટેરોઇડ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થયો હતો. રિપોર્ટ અનુસાર, 2023 BU 21ની ખબર જાન્યુઆરીએ થઈ હતી અને તે સાઉથ અમેરિકાના ઉપરથી 27 જાન્યુઆરી રાત્રે 12.30 પસાર થયો હતો. આ પથ્થર પૃથ્વીથી 3500 કિલોમીટર દૂરથી પસાર થયો હતો. તેનો અર્થ એ થયો કે આ પથ્થર દુનિયાની ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ્સ કરતાં પણ 10 ગણો નજીક આવ્યો હતો. આ પથ્થરથી કોઈ નુકસાન થયું ન હતું કારણ કે તેની સાઈઝ   11 ફૂટથી લઈ 28 ફૂટ સુધીની જ હતી અને 82 ફૂટથી નાના પથ્થરો પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાની સાથે જ બળી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ