ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / THIS COUNTRY HAS GIVEN JOBS TO THE CROWS

OMG / ભારે કરી! આ દેશે કાગડાઓને નોકરી પર રાખ્યા, શાનદાર સફાઇ કરવા પર મળે છે ઈનામ

Published By: Jaydeep Shah

Last Updated: 02:06 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વીડનમાં કાગડાઓની સફાઈકર્મી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ માટે તેમને ઇનામ પણ આપવામાં આવે છે.

ADVERTISEMENT

  • સ્વીડનની કંપની આપી રહી છે ટ્રેનીંગ 
  • સાફ-સફાઈનો ખર્ચ ઘટશે 
  • પાયલટ પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ 

ગંદકી ફેલાવવામાં માણસો સૌથી આગળ છે. સડકો પર વિખરાયેલો કચરો તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ચીપ્સના પેકેટ્સથી માંડીને પાણીની બોટલ તથા સિગારેટના ટુકડા સરળતાથી સડકો પર જોવા મળે છે. આ ત્યારે છે જ્યારે લોકોને શિક્ષિત તથા જાગરુક કરવા માટે સરકારો દર વર્ષે ભારે ખર્ચો કરે છે.  સ્વીડને આ સમસ્યાથી નીપટવા માટે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. 

સફાઈ પર મળે છે ઇનામ 
જોકે સ્વીડનની સરકાર પોતાના લોકો પર કઠોરતા નથી લાગુ કરતી, પરંતુ ત્યાની એક કંપનીએ સફાઈ કર્મચારી તરીકે એવી નિયુક્તિઓ કરી છે, જેમનાથી પૂરી ઈમાનદારી સાથે કામ કરવાની આશા બાંધી શકાય છે. WIONમાં છપાયેલ ખબર અનુસાર, સ્વીડને સડકો તથા ચાર રસ્તાઓ પરથી સિગરેટના ટુકડાઓ ઉઠાવવા માટે કાગડાઓની ભરતી કરીઓ છે. આ કાગડાઓ માણસો દ્વારા ફેલાવવામાં આવેલ ગંદકીને સાફ કરે છે તથા તેના બદલે તેમને કંઈક ખાવા મળે છે. 

કાગડાઓને ટ્રેનીંગ આપી રહી છે કંપની 
સ્ટાર્ટ અપ કંપની કોર્વિડ ક્લીનીંગ  (Corvid Cleaning)માટે કાગડાઓને ટ્રેનીંગ આપી રહી છે. તેમને સડક કિનારા પર મુકેલ ખાસ પ્રકારની ડસ્ટબિનમાં સિગારેટના ટુકડાઓ નાંખવાનું શીખવવામાં આવી રહ્યું છે. કામને સારી રીતે પૂરું કરવાવાળા કાગડાઓને ઇનામ સ્વરૂપ ખાવા માટે મગફળી આપવામાં આવે છે. જોકે, જો કાગડાઓ સિગારેટ સિવાય કંઈ બીજું ડસ્ટબિનમાં નાંખે છે તો તેમને ઇનામ નથી મળતું. 

ખાસ પ્રકારની ડસ્ટબિન 
Corvid Cleaningની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે ડસ્ટબિનને ખાસ પ્રકારથી ડીઝાઇન કરવામાં આવી છે. જેવા કાગડાઓ સિગારેટના ટુકડાઓ નાંખે છે, તેમના માટે મગફળી બહાર આવે છે. પરંતુ જો તેઓ પત્થર કે પાંદડાઓ જેવું કંઇક ડસ્ટબિનમાં નાંખે છે, તો તેમને કઈ જ ઇનામ નથી મળતું. આ સમગ્ર પ્રક્રિયામાં માનવીય ભાગીદારી કેવળ ડસ્ટબિનમાંથી કચરો બહાર કાઢવાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી સાફ-સફાઈ પર થનાર ખર્ચ ઘણો ઓછો થઇ શકે છે. 
Corvid Cleaning અત્યારે પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી કર્યું છે. જો આ સફળ થાય છે તો મોટા પાયે પણ આ વપરાશમાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crows Sweden કાગડાઓ સ્વીડન OMG news

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ