બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Things you didn't know about dogs, learn from the experts

National Pet Day 2023 / 'શ્વાન'માં આ છે વિશ્વની સૌથી મોંઘી પ્રજાતિ: જેની કિંમત છે લાખોમાં, સારસંભાળ લેવા કઇ-કઇ કાળજી રાખવી હિતાવહ

Malay

Last Updated: 02:33 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે National Pets Day છે. ત્યારે આજે અહીં અમે તમને શ્વાનને લઇ એક નિષ્ણાંતે આપેલા માર્ગદર્શન વિશે વાત કરીશું. જેમાં તેની કાળજીથી લઇને શ્વાન જ્યારે કરડે ત્યારે શું-શું ધ્યાન રાખવું.

  • આજે 11 એપ્રિલ એટલે કે નેશનલ પેટ્સ ડે
  • વિશ્વમાં લગભગ 350 જેટલી છે ડૉગની પ્રજાતિ
  • લેબરા ડૉગ હોય છે સૌથી હોશિયાર 

એવું કહેવાય છે કે આ દુનિયામાં કૂતરાથી વધુ વફાદાર કોઈ નથી. ત્યારે આજે 11 એપ્રિલ એટલે કે National Pets Day છે. છેલ્લા ઘણા વર્ષથી પેટ પેરેન્ટ્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ત્યારે હવે લોકો ડૉગની સાથે-સાથે બિલાડીને પણ પોતાના ઘરે રાખતા થઈ ગયા છે. ત્યારે આજે નેશનલ પેટ્સ ડે પર આપણે ડૉગની સંભાળ કેવી રીતે રાખવી, ડૉગને શું ખવડાવવું અને શું ન ખવડાવવું તેના વિશે એક્સપર્ટ પાસેથી વિગતવાર માહિતી જાણીશું.

પાલતુ ડૉગને સાચવવામાં કેવી કાળજી રાખવી જોઇએ?
અમદાવાદના વેટરનરી સર્જન ડો. કિશોર ટ્રાન્સડિયાએ vtvgujarati.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડૉગ જ્યારે નાનું હોય ત્યારે તેની સૌથી વધારે કાળજી રાખવી જોઈએ. ડૉગની 100 દિવસ (ત્રણ મહિના) સુધી ખાસ કાળજી રાખવી જોઈએ. જેમ કે વેક્સિનેશન પૂરા કરવા પડે, વજન પ્રમાણે ડીવર્મિંગ સમયસર કરાવવું પડે, ખાવા-પીવામાં ડોક્ટર જે લખી આપે તેને મેઈનટેઇન કરવું પડે. ત્રણ મહિના સુધી ડૉગની ખાસ કાળજી રાખવી જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ડૉગને ગમે તેવી વસ્તુઓ જેમ કે ટામેટા, રોટલી, બિસ્કિટ એવી બધી વસ્તુઓ ખવડાવતા હોય છે. પરંતુ ત્રણ મહિના સુધી ડોક્ટર લખી આપે એ જ વસ્તુઓ ડૉગને ખવડાવવી જોઈએ. નહીં તો તેનું પેટ ખરાબ થઈ જાય છે. ડૉગને તીખુ, તળેલું અને ગળ્યું જરાય ન આપવું જોઈએ.

દર મહિને ડૉગને સ્પામાં લઈ જવું જોઈએ
ડો. કિશોર ટ્રાન્સડિયાએ જણાવ્યું કે, ડૉગને નવડાવવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, દર અઠવાડિયામાં તેને એક વખત નવડાવવું જોઈએ. તેના વાળમાં દરરોજ કાંસકો ફેરવવો જોઈએ. વાળની સારસંભાળ રાખવી જોઈએ. દર મહિને સ્પામાં લઈ જવું જોઈએ. સ્પામાં તેને સારી રીતે નવડાવવામાં આવે છે, તેના નખ કાપી આપવામાં આવે છે. કાન સાફ કરી આપવામાં આવે છે. જેમાં અંદાજે 1500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.               

વિશ્વમાં સૌથી મોંઘી પ્રજાતિ છે 'ચાવ ચાવ'
તેમણે જણાવ્યું કે, ડૉગની કુલ 350થી વધારે પ્રજાતિ હોય છે. જેમાં સૌથી મોંઘી પ્રજાતિ 'ચાવ ચાવ' (chow chow dog) છે. જેની કિંમત 10 લાખ સુધી હોય છે. આ પ્રજાતિ સૌથી વધારે ચીનમાં જોવા મળે છે. પરંતુ હાલ આપણા દેશમાં પણ આ પ્રજાતિ જોવા મળે છે. આ ડૉગ દેખાવમાં સિંહ જેવા લાગે છે. સ્વભાવમાં પણ ગુસ્સાવાળા હોય છે. જે બાદ બુલ ડૉગનો નંબર આવે છે. જેની કિંમત 2 લાખથી 5 લાખ સુધીની હોય છે.   

વિશ્વમાં કયા ડૉગ સૌથી ચતુર હોય છે?
વેટરનરી તબીબના જણાવ્યા મુજબ, વિશ્વમાં લગભગ 350 જેટલી ડૉગની પ્રજાતિ છે, જેમાં સૌથી હોશિયાર લેબરા ડૉગ હોય છે. પોલીસ વિભાગમાં આ ડૉગનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તે ઘણા ચાલક હોય છે. તે થોડી ટ્રેનિંગમાં જ બધું શીખી જાય છે.

...તો ઇન્જેક્શન લેવા ફરજિયાતઃ ડો કિશોર 
રાજ્ય (Gujarat) માં છેલ્લાં ઘણા દિવસથી શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વિશે તેઓએ જણાવ્યું કે, જો ડૉગને હડકવા વિરોધી રસી આપવામાં આવેલી હોય તો વ્યક્તિએ કોઈ રસી લેવીની જરૂર નથી. પરંતુ તો રસી આપવામાં આવી નથી કૂતરું કરડે તો 8થી 10 કલાકમાં ઇન્જેક્શન લઈ લેવું જોઈએ. તેમને 6 ઈન્જેક્શનનો કોર્સ કરવો પડે છે. જેને પોસ્ટ બાઇટ એન્ટી રેબીઝ (post bite anti rabies) કહેવામાં આવે છે. થોડા વર્ષો પહેલા સુધી હડકવાથી બચવા માટે રસીના 14 થી 16 ડોઝ આપવામાં આવતા હતા. 

સુરતમાં ચાર કૂતરાઓએ બે વર્ષની બાળકીને ફાડી ખાધી: હોસ્પિટલ બહાર ગુમસુમ  બેઠેલી માનું દર્દ સરકાર સમજશે? | A 2-year-old innocent girl was attacked by  4 dogs and died during ...

નાનાં બાળકોને કૂતરું કરડે, ત્યારે શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, 'જો બાળકને કુતરુ કરડે છે, તો તેને ઘરે લઈ જાઓ. નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય સંભાળ કેન્દ્રની સીધી મુલાકાત લો. ડૉક્ટર પાસેથી સારવાર લો.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ