બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / These special services for citizens, Helicopter service gift to Gujarat

હવાઈ સફર / અનોખી ભેટઃ હવે આખુ અમદાવાદ હેલિકૉપ્ટરમાં ફરો, અઠવાડિયામાં 2 દિવસ સવારી કરી શકશો, જાણો ભાડુ

Kiran

Last Updated: 04:58 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતને નવા વર્ષની વિશેષ ભેટ મળી છે, આજે રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટરની જોયરાઈડ્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

  • નવા વર્ષે અમદાવાદીઓ ને મળશે નવી ભેટ
  • રિવરફ્રન્ટથી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ્સ 
  • હેલિકોપ્ટર રાઇડમાં 5 મુસાફરો સવારી કરી શકશે

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતને નવા વર્ષની વિશેષ ભેટ મળી છે, જેમાં ગુજરાતમાં વસતા નાગરિકો વિશેષ સુવિધાનો લાભ લઈ શકશે. આજથી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટરની જોયરાઈડ્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રાઈડ્સ દર શનિવારે બપોરે અને રવિવારે સવારેથ માણી શકાશે. આ જોયરાઈડ્સનો સમય 9 મિનિટનો હવે જેમાં 5 મુસાફરો સવારી કરી શકશે જો વાત કિંમતની કરવામાં આવે તો જોયરાઈડ્સમાં રિવફ્રન્ટથી સ્ટેડિયમ સુધીનો હેલિકોપ્ટર રૂટ હશે જેમાં મુસાફર દિઠ 2360 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવ્યા છે. 

રિવરફ્રન્ટથી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ્સ 

રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે.આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સિનિયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબિત થશે. તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે. 

  • દેશમાં પહેલીવાર રસ્તા દરે હેલિકોપ્ટર રાઈડનો અનુભવ
  • હેલિકોપ્ટરમાંથી અમદાવાદ દર્શન કરી શકાશે
  • https://booking.aerotrans.in/ વેબસાઇટથી મુસાફરો બુકિંગ કરાવી શકાશે
  • રાઈડ્સનું શિડ્યુલ એરોટ્રાન્સની વેબસાઈટ અને રાજ્ય સરકારની વેબ પોર્ટલ્સ પર પ્રસિદ્ધ થશે
  • એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી રાઈડ્સ શરૂ કરાશે
  • 7 થી 20 મિનીટ સુધી માણી શકાશે આકાશી નજારો

હેલિકોપ્ટર રાઇડમાં 5 મુસાફરો સવારી કરી શકશે

એક સાથે હેલિકોપ્ટરમાં પાંચ લોકો બેસી શકશે અને પછી હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવશે. હાલના ધોરણે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે આ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવા

મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે, નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની વિશેષ ઉપસ્થિત રહેશે. 

૧લી જાન્યુ.૨૦૨૨ થી દૈનિક 4 ફ્લાઈટ શરૂ કરાશે 

કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો ૧લી જાન્યુઆરી, ૨૦૨૨થી શુભારંભ થનાર છે, ત્યારે સુરત ખાતેથી કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા ખુલ્લી મૂકવામાં આવશે. મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ ૧લી જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. 

સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે.

ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે

રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ, નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે. રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરિચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે શુભારંભ થશે. 

એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે

આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના પ્રવાસીઓ માટે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સીનીયર સીટીઝન યાત્રીઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે. તદ્દઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાયબ્રન્ટ ગુજરાતમાં પણ મહાનુભાવો માટે ઉપયોગ કરી શકાશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ  હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન  અજય ચૌહાણ, નિયામક,નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા શરૂ ફરી થશે

આ તરફ રિવરફ્રન્ટ ખાસે સી-પ્લેન સેવા પણ ફરી શરૂ કરવામાં આવશે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંકેત આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા શરૂ થશે. રિવરફ્રન્ટથી કેવડિયા સુધી હવાઈયાત્રા કરી શકાશે અને સી-પ્લેન મારફતે કેવડિયા સુધી જઈ શકાશે. મહત્વનું છે કે  દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી.  31 ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન મોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ સી-પ્લેન સેવા નિયમિત ચાલતી ન હતી.છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021ના રોજ અમદાવાદથી કેવડિયા પહોંચ્યુ હતું. 17 એપ્રિલે સી-પ્લેન અમદાવાદથી મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યુ હતું. જો કે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવા માટે મુંઝવણ અનુભવતા હતા.અત્યાર સુધીમાં 4 વાર  મેઇન્ટેનન્સ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે.

 

નવા વર્ષે અમદાવાદીઓ ને મળશે નવી ભેંટ

  • રિવરફ્રન્ટથી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ્સ 
  • રિવરફન્ટ હેલિપેડથી શરૂ થશે રાઇડસ
  • સાંજે 4 કલાકે મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે શરૂ કરાશે
  • આ રાઇડસ દર શનિવારે બપોરે અને રવિવરે સવારે  માણી શકાશે
  • રાઇડસમાં 5 મુસાફરો અને 9 મીનિટનો રહેશે 
  • આ રાઇડની કિમત દરેક મુસાફરોને રૂ 2360 રહેશે
  • રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે
  • રાઇડસને અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સીટીનો પણ રહેશે
  • (https://booking.aerotrans.in/ વેબસાઇડથી મુસાફરો બુકિંગ કરાવી શકાશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ