બ્રેકિંગ ન્યુઝ
Pravin Joshi
Last Updated: 11:02 AM, 24 February 2024
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે. PM નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 15 હપ્તા જારી કરવામાં આવ્યા છે, ત્યારબાદ હવે 28મી ફેબ્રુઆરીએ નાણાંનો 16મો હપ્તો જારી થવા જઈ રહ્યો છે. તેની સત્તાવાર જાહેરાત સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી છે. આ વખતે પણ આ રકમ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચવાની આશા છે.
ADVERTISEMENT
આ ખેડૂતોને લાભ નહીં મળે
ADVERTISEMENT
આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ આધારને eKYC અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું, PM કિસાન યોજનાનો 16મો હપ્તો તેમના ખાતામાં જમા કરવામાં આવશે નહીં અને જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ આધારને eKYC સાથે લિંક કર્યા નથી.
વધુ વાંચો : બ્લ્યુ આધાર કાર્ડ એટલે શું? જાણો વિગતવાર માહિતી અને સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રોસેસ
PM કિસાન યોજના શું છે, તમને કેટલા પૈસા મળે છે?
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે દરેક વર્ગ માટે યોજનાઓ બનાવી છે. જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ દેશના ખેડૂતોને મળે છે. યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર ચાર મહિને 2000-2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ લાભ એવા ખેડૂતોને મળશે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.