બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / These 3 big challenges for India before soft landing of Chandrayaan 3

ઐતિહાસિક ક્ષણ / ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ પહેલા ભારત માટે આ 3 મોટા પડકાર, સતત 14 દિવસ સુધી મિશન પર કરશે આ કામ

Priyakant

Last Updated: 11:22 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing News: ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે આજનો દિવસ, ચંદ્રયાન-3 માટે પડકાર લેન્ડરની ગતિને નિયંત્રિત કરવાનો છે, છેલ્લી વખત લેન્ડર વધુ સ્પીડના કારણે ક્રેશ થયું હતું

  • ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે આજનો દિવસ 
  • ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે 06.04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરશે 
  • ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ઘણા પડકારો 

ચંદ્રયાન 3 લેન્ડિંગ : આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે 5.45 કલાકે ચંદ્ર તરફ જવાનું શરૂ કરશે અને ઈસરો સાંજે 6.4 કલાકે તેનું સોફ્ટ લેન્ડિંગ કરશે. જો ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ સફળ રહેશે તો રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવશે અને ચંદ્ર પર ચાલશે અને ત્યાંના પાણી અને વાતાવરણ વિશે માહિતી આપશે. પાણી અથવા બરફ સિવાય, અન્ય ઘણા કુદરતી સંસાધનો પણ ચંદ્ર પર મળી શકે છે, પરંતુ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના ઘણા પડકારો છે.

ISROએ શું દાવો કર્યો ? 
ઈસરોએ દાવો કર્યો છે કે, સુરક્ષિત ઉતરાણ માટે મજબૂત વ્યવસ્થા છે. ઈસરોની આશાઓ પોતાની જગ્યાએ છે, પરંતુ ચંદ્રયાન-3ના લગભગ એક મહિના બાદ લોન્ચ થયેલ રશિયાનું લુના-25 ચંદ્ર પર ક્રેશ થયું હતું. લગભગ 47 વર્ષ પછી જ્યારે ચંદ્ર પર મિશન ગયું તો માત્ર રશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચોંકી ગયા.

ISROએ પણ પાઠવ્યા હતા અભિનંદન
ઈસરોએ પણ લુના-25ના પ્રક્ષેપણ પર રશિયાને અભિનંદન પાઠવ્યા હતા. અને ભારતનું ચંદ્રયાન 3 આગામી ટેસ્ટ આપવાનું છે. ભલે રેસમાં હવે માત્ર ભારત જ બચ્યું છે, પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં કોઈ દેશ સફળ થયો નથી, તેથી ભારત માટે પણ પડકાર મોટો છે.

ચંદ્રયાન 3 માટે આ ત્રણ મહત્વપૂર્ણ પડકારો 

  • પહેલો પડકાર લેન્ડરની ગતિને નિયંત્રિત કરવાનો છે. છેલ્લી વખત લેન્ડર વધુ સ્પીડના કારણે ક્રેશ થયું હતું.
  • આ સિવાય લેન્ડર ચંદ્રયાન-3 માટે બીજો પડકાર એ છે કે લેન્ડિંગ વખતે લેન્ડર સીધુ રહે.
  • લેન્ડર માટે ત્રીજો પડકાર તેને તે જ સ્થાન પર લેન્ડ કરવાનો છે, જે ઇસરોએ પસંદ કર્યું છે. ગત વખતે ચંદ્રયાન-2 ઉબડખાબડ જગ્યાએ અથડાવાને કારણે ક્રેશ થયું હતું.

ચંદ્રયાન-3 લાઈવ ટ્રેકર
ISRO ચંદ્રયાન-3  ની ગતિ અને દિશા પર સતત નજર રાખી રહ્યું છે. આ માટે લાઈવ ટ્રેકર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ લાઈવ ટ્રેકર દ્વારા તમે જોઈ શકો છો કે ચંદ્રયાન-3  હાલમાં અવકાશમાં ક્યાં છે.

રશિયાનું લુના-25 મિશન કેમ નિષ્ફળ થયું, આ કારણ આપવામાં આવ્યું
હવે સવાલ એ થાય છે કે, રશિયાનું લુના-25 કેમ ક્રેશ થયું? રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર, લુના-25ને ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં લઈ જવાનું હતું, પરંતુ તે અનિયંત્રિત રીતે તે ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન એજન્સી રોસકોસમોસના કમ્પ્યુટરમાં એવી ખામી આવી હતી, જેના કારણે લુના 25 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને તે 2019માં ભારતનું ચંદ્રયાન-2 જે રીતે ક્રેશ થયું હતું તે રીતે ક્રેશ થયું હતું.  લુના-25 ક્રેશ થયા પછી રશિયાની સ્પેસ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, લેન્ડર ખોટી ભ્રમણકક્ષામાં ગયું અને પછી ચંદ્રની સપાટી સાથે અથડાયા પછી તે ક્રેશ થયું. જો લુના-25 ક્રેશ ન થયું હોત તો આજે કે કાલે રશિયા આવું કરનાર પ્રથમ દેશ બની શક્યું હોત.

અમેરિકા, રશિયા, ચીન પણ તેમના સ્પેસક્રાફ્ટને દક્ષિણ ધ્રુવ પર ઉતારી શક્યા નથી
રશિયાની નિષ્ફળતાને પાછળ છોડીને જો ISRO લેન્ડર વિક્રમ અને તેની અંદર રહેલા રોવર પ્રજ્ઞાનને ચંદ્ર પર ઉતારશે તો ભારત ઈતિહાસ રચશે. અમેરિકા, રશિયા, ચીનના વૈજ્ઞાનિકો પણ તેમના અવકાશયાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરી શક્યા નથી જ્યાં ખડકો અને ખાઈ છે.

ચંદ્રયાન 3 મિશનને 14 દિવસ સુધી ચલાવશે
જો લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે, તો રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવશે અને 500 મીટર સુધીના વિસ્તારમાં ચાલશે અને ઇસરોને ત્યાંના પાણી અને વાતાવરણ વિશે જણાવશે. લેન્ડર વિક્રમ આજે લેન્ડિંગ સાથે પોતાનું કામ શરૂ કરશે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આ કારણે ચંદ્રયાન-3 મિશન 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર સંશોધન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ