બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / There will be no problem, the Gujarat government has given important information about the quantity of fertilizer, this special appeal has been made to the farmers

ગાંધીનગર / નહીં પડે કોઈ તકલીફ, ખાતરના જથ્થાને લઈ ગુજરાત સરકારે આપી મહત્વની માહિતી, ખેડૂતોને કરી આ ખાસ અપીલ

Vishal Khamar

Last Updated: 06:00 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવે છે.

  • વરસાદ સારો થવાથી વાવેતરમાં વધારો થયેલ છે
  • રવી સીઝનમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે છે
  • ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે.

વરસાદ સારો થવાથી વાવેતરમાં વધારો થયેલ છે
ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી સીઝનના વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી સીઝનમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા ૧૨.૫૦ લાખ મે.ટન, ડી.એ.પી. ૨.૫૦ લાખ મે.ટન, એન.પી.કે. ૨.૮૫ લાખ મે.ટન તથા એમ.ઓ.પી. ૬૦ હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે. 

ડિસેમ્બર માસમાં કુલ જરૂરિયાત કરતા વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે
રવી સીઝનમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની ૭.૫૦ લાખ મે.ટન જરૂરિયાત સામે ૮.૭૧ લાખ મે.ટન, ડી.એ.પી. ૧.૮૦ લાખ મે.ટન સામે ૨.૪૯ લાખ મે.ટન, એન.પી.કે. ૧.૮૭ લાખ મે.ટન સામે ૨.૬૬ લાખ મે.ટન તથા એમ. ઓ.પી. ૪૬ હજાર મે. ટન સામે ૫૦ હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે.

રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છેઃરાજયના ખેતી નિયામક
તાજેતરમાં કેટલાક પ્રચાર માધ્યમમાં રાસાયણિક ખાતરની અછત અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે, તે અન્વયે જણાવવાનું કે રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છે. રાજ્યમાં હાલમાં ૧.૯૮ લાખ મે.ટન યુરિયા, ૪૩ હજાર મે.ટન ડી.એ.પી., ૯૭ હજાર મે.ટન એન.પી.કે. તથા ૨૫ હજાર મે.ટન એમ.ઓ.પી.નો જથ્થો ઉપલ્બ્ધ છે, તેમજ ખાતર કંપનીઓ દ્વારા નિયમિત ધોરણે રેલવે તથા રોડ મારફતે ખાતર સપ્લાય ચાલુ છે.

ખેડૂતોને રાજ્યમાં સમયાંતરે જરૂર મુજબ ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું ચોક્કસ આયોજન કર્યું છે, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્યને પૂરતું ખાતર મળી રહે તે માટે નિયમિત રીતે રાજ્ય સાથે સંકલન કરીને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 

ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ
રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ છે તેમજ ખાતરની અછત અંગેની ચિંતા કરવાની જરૂર નથી. ખાતર અંગેની કોઇ ફરિયાદ હોય તો ખેડૂતોએ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા જે તે તાલુકાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કૃષિ નિયામકની યાદીમાં જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ