બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / There were potholes on the roads everywhere in Bhopal

કામગીરી ક્યારે ? / અમદાવાદમાં વરસાદ બાદ બોપલ ખાડામય ! બ્રિજ વિસ્તાર-સાઉથ બોપલમાં ખખડધજ રોડ રસ્તાથી પ્રજા ત્રાહિમામ

Khyati

Last Updated: 03:31 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલમાં ઠેર ઠેર રસ્તા બન્યા બિસ્માર, વાહનચાલકો થયા પરેશાન, વરસાદી માહોલ બાદ વર્ષ પહેલા બનેલો રોડ પણ ધોવાયો

  • અમદાવાદમાં બિસ્માર રસ્તાથી જનતા ત્રાહિમામ
  • બોપલ બ્રિજ સહિત સમગ્ર વિસ્તારમાં 'ખાડારાજ'
  • બોપલના તમામ માર્ગો પર ખાડાઓનું રાજ

એક તરફ અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા વિકાસના કાર્યોનું પુરજોશથી કામ કરવામાં આવે, નવા બ્રિજો બને, હાઇરાઇઝ્ડ ઇમારતો બને, ટ્રાન્સપોર્ટેશનના નવા વિકલ્પો વિકસાવવામાં આવે પરંતુ પ્રજાના પૈસે પ્રાથમિક સુવિધા જે આપવાની હોય તેમાં તો પ્રજાએ હાલાકી વેઠવાનો જ વારો આવે છે. જી, હા ત્યારે આવુ જ જોવા મળી રહ્યુ છે બોપલમાં. બોપલમાં વરસાદી માહોલ બાદ બોપલ ખાડામાં કે ખાડામાં બોપલ તે નક્કી કરવુ મુશ્કેલ બન્યુ છે. કારણ કે એક રસ્તો એવો બાકી નથી જ્યાં ખાડા ન પડ્યા હોય.

બોપલ બ્રિજ પાસેના રસ્તા ધોવાયા 

ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી બોપલ બ્રિજ પાસેના વિસ્તારમાં.  અહીંના તમામ રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે.  ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા અકસ્માતનો ભય સર્જાયો છે. રસ્તો ઓછો અને ગાબડા વધારે જોવા મળી રહ્યા છે. પરિણામે કોઇ પણ વાહન અહીંથી પસાર થતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાહનચાલકોનું કહેવુ છે કે રસ્તા પર પાણી ભરાઇ જાય છે. આ રસ્તાની ખસ્તા હાલત કદાચ તંત્રને ખબર નહીં કેમ દેખાતી નથી. ફોર વ્હિલ કે ટુ વ્હિલર, તમામ વાહનચાલકોનુ કહેવુ છે કે આવવા જવામાં તકલીફ પડે છે. સ્માર્ટ સિટી જેવુ લાગતુ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું..

 

સાઉથ બોપલમાં એક વર્ષમાં બનેલો રસ્તો ધોવાયો

તા તરફ સાઉથ બોપલમાં પણ ખખડધજ રોડ રસ્તાથી લોકો પરેશાન થયા છે. એક જ વર્ષમાં બનેલો રોડ ધોવાયો..શહેરી વિસ્તારમાં બનેલા માર્ગોનું વરસાદને કારણે ધોવાણ થયું છે. શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મોટેભાગના માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.સાઉથ બોપલમાં દર અડધા ફૂટે ખાડો જોવા મળી રહ્યો છે. એક તરફ પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તો બીજી તરફ સ્થિતિ કેવી છે તેનો આ બોલતો પુરાવો બોપલમાં જોવા મળી રહ્યો છે. સમયસર વેરો ભરવા છતાં પણ તંત્ર નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં ઉણુ ઉતર્યુ છે. ત્યારે હવે જોવુ એ રહ્યુ છે રોડ રસ્તાના રિપેરીંગની કામગીરી ક્યારે કરવામાં આવશે. ક્યારે આવા ભ્રષ્ટકોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરવામાં આવશે તે જોવુ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ