બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / ... then I will join BJP, find out why Kanhaiya Kumar made such a statement

બિહાર ચૂંટણી 2020 / ...તો હું ભાજપમાં જોડાઈ જઈશ, જાણો કન્હૈયા કુમારે કેમ આપ્યું આવું નિવેદન

Nirav

Last Updated: 03:29 PM, 13 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ અને CPI ના નેતા કન્હૈયા કુમારે બિહારની ચૂંટણીમાં પ્રચાર અભિયાન આખી કમાન સંભાળ લીધી છે. સોમવારે બખેરી અને તેઘડા બેઠકોના CPI ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કન્હૈયા કુમાર પણ હાજર હતા.

  • કન્હૈયા કુમાર બિહારમાં મહાગઠબંધન માટે કરી રહ્યા છે પ્રચાર 
  • કન્હૈયા CPI ના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ છે 
  • બિહાર ચૂંટણીમાં બખરી અને તેઘરા સીટ પર કર્યો હતો પ્રચાર 

નામાંકન ભર્યા બાદ પછી જાહેર સભાને સંબોધન કરતાં કન્હૈયા કુમાર એ કહ્યું કે 2015 ની વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ જનતા દળ યુનાઇટેડ JDU , રાષ્ટ્રીય જનતા દળ RJD અને કોંગ્રેસના મહાગઠબંધન ને વોટ આપ્યા હતા અને  અને નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ભાજપે મુખ્ય પ્રધાન ને હેક કરી લીધા હતા. તેમણે લોકોને આ ચૂંટણીમાં એવા લોકોને વોટ આપવાની અપીલ કરી હતી જે સમય આવ્યે બદલાઈ જતા નથી. 

પહેલા કહેવાતું કે EVM હેક થાય છે, અહીં તો મુખ્યમંત્રી જ હેક થઈ ગયા છે : કન્હૈયા કુમાર 

કન્હૈયાએ કહ્યું કે પહેલા લોકો કહેતા હતા કે EVM હેક થાય છે, પરંતુ હવે ભાજપે અહીં મુખ્ય પ્રધાન ને હેક કરી લીધા હતા. ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં હતા ત્યારે તેમને ખરાબ કહેવામાં આવતું હતું પરંતુ ભાજપમાં જોડાતાની સાથે જ તેઓ શુદ્ધ થઈ ગયા છે.

મને વધુ ગદ્દાર કે દેશદ્રોહી કહેસો તો ભાજપમાં સામેલ થઈ જઈશ : કન્હૈયા કુમાર 

જો તમે અમને હવે વધુ દેશદ્રોહી કે પછી ગદ્દાર છો એવું કહેશો, તો અમે પણ ભાજપ માં જોડાઈ જશું અને ત્યારબાદ મારા ઉપરના તમામ આક્ષેપો સમાપ્ત થઈ જશે. મહત્વનું છે કે CPI એ RJD ની આગેવાની હેઠળના મહાગઠબંધનનો એક ભાગ છે. બખરી અને તેઘડા વિધાનસભાની બેઠકો આ પાર્ટીના ખાતામાં આવી ગઈ છે. પાર્ટીએ સૂર્યકાંત પાસવાન અને રામ રતન સિંહને બખરીથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

ભાજપ પર પ્રહાર કરતા કન્હૈયા કુમાર એ કહ્યું કે જનતા સમજી ગઈ છે અને હવે તેઓ જુમલેબાજો થી પ્રભાવિત થવાના નથી અને તેના બદલે વિકાસના મુદ્દે મતદાન કરશે. કન્હૈયા કુમાર CPI ના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. પાર્ટીએ તાજેતરમાં જ તેના 30 સ્ટાર પ્રચારકોની સૂચિ બહાર પાડી છે. પાર્ટીના મહાસચિવ ડી રાજા, કન્હૈયા કુમાર અને બિહારના સેક્રેટરી રામનરેશ પાંડેના નામ તેમાં ટોચ પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ