બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The young man's car theft that beat the insurance company

અમદાવાદ / જબરો ખેલ કર્યો.! ઈન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કેસમાં હરાવનારા યુવકની ટોટલ લોસ BMW ગઠિયો ચોરી ગયો, કેસ ચોંકાવનારો

Kishor

Last Updated: 10:04 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ચકચારી ઘટના સામે આવું છે, જેમાં ગેરેજમાં મુકેલી કારનાં ખોટા ડોક્યુમેન્ટ બતાવી ગઠીયો કાર લઈને નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

  • વર્ષ ૨૦૧૯માં રીબડા નજીક કારનો અકસ્માત થયો હતો
  • ટોટલ લોસ કાર અમદાવાદના ગેરેજમાં ચાર વર્ષથી ધૂળ ખાતી હતી
  • પોલીસે બે મહિના બાદ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો 

અકસ્માતમાં ટોટલ લોસ થયેલી બીએમડબ્લ્યુ કારને શાતિર ગઠીયો ગેરેજમાંથી ઉઠાવી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગઠીયો અતુલ મોટર્સનો લેટર બતાવીને બીએમડબ્લ્યુ કાર લઇને જતો રહ્યો છે. કારના મા‌િલક રાજકોટના છે અને વર્ષ ર૦૧૯માં રીબડા ગામ પાસે કારનો અકસ્માત થયો હતો. ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ આપવાની ના પાડતાં કારના માલિકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો હતો, જેનો ત્રણ મહિના પહેલાં ચુકાદો આવ્યો છે. કારને અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ગેરેજ ખાતે ચાર વર્ષથી પાર્ક કરી હતી. 

How to get claim if your car or bike stolen

ઇન્સ્યોરન્સ આપવાનો ઇનકાર કરી દીધો
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી તપોવન સોસાયટીમાં રહેતા અને મસલ્સ એન્ડ  ફીટનેસ નામનું ‌જીમ ચલાવતા દિવ્યરાજસિંહ જાડેજાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ચી‌િટંગની ફરિયાદ કરી છે. દિવ્યરાજસિંહને પોતાની બીએમડબ્લ્યુ કાર હતી, જેનો અકસ્માત ર૦ જુલાઇ, ર૦૧૯ના રોજ રીબડા ગામ નજીક થયો હતો. દિવ્યરાજસિંહના મામા રાજેન્દ્રસિંહ ઝાલા બીએમડબ્લ્યુ લઇને ગોંડલ રોડ પર જતા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં રાજેન્દ્રસિંહ તો બચી ગયા હતા, પરંતુ કારના ભુક્કા બોલાઈ ગયા હતા. રર જુલાઇ, ર૦૧૯ના રોજ કારનો ઇન્સ્યોરન્સ મેળવવા માટે દિવ્યરાજસિંહે એસજી હાઇવે પર આવેલા મકરબા પાસે બીએમડબ્લ્યુના શો-રૂમમાં અકસ્માતમાં લોસ થયેલી કાર મૂકી હતી. દિવ્યરાજસિંહ જાડેજાએ ઇન્સ્યોરન્સ કંપનીને અકસ્માત થયો હોવાની વિગતો આપી હતી, જેના પર કંપનીએ તપાસ શરૂ કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીએ તપાસ કરીને દિવ્યરાજસિંહની કારનો અકસ્માત થયો નથી તેવું કહીને ઇન્સ્યોરન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

ઘરની બહાર ગાડી પાર્ક કરતાં પહેલા ચેતી જજો, વડોદરામાં બની ચોંકાવનારી ઘટના |  Theft from a parked car

મારું ગેરેજ બંધ થઈ ગયું છે...
બીએમડબ્લ્યુ શો-રૂમના કર્મચારીઓએ દિવ્યરાજસિંહને પાર્કિંગમાં કાર પાર્ક કરવાનો રોજનો ચાર્જ પ૦૦ રૂપિયા થશે તેમ કહ્યું હતું. દિવ્યરાજસિંહે સમગ્ર હકીકત અમદાવાદના એસજી હાઇવે પર રહેતા તેના મિત્ર નીરવ ઓડેદરાને કરી હતી. નીરવે તરત જ કારને સિંધુ ભવન રોડ પર આવેલા અતુલ મોટર્સ ગેરેજના પાર્કિંગમાં પાર્ક કરવાનું કહ્યું હતું. બાદમાં નીરવે તેના કર્મચારી યશ પંચાલ પાસેથી કાર બીએમડબ્લ્યુના પાર્કિંગમાંથી મંગાવી લીધી હતી. કારને અતુલ મોટર્સના ગેરેજમાં મૂકી દીધી હતી, જ્યારે દિવ્યરાજસિંહે રાજકોટની કન્ઝ્યુમર કોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ગત વર્ષે જૂન મહિનામાં નીરવે દિવ્યરાજસિંહને ફોન કરીને કહ્યું હતું કે મારું ગેરેજ બંધ થઈ ગયું છે અને જગ્યાના માલિક જસુભાઇ પટેલે નવા ભાડુઆતને ગેરેજ ચલાવવા માટે આપ્યું છે. 

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નવા ભાડુઆતને પણ બીએમડબ્લ્યુ કાર તેમના ગેરેજમાં મૂકવામાં કોઈ વાંધો હતો નહીં. તા. રપ જાન્યુઆરી, ર૦ર૩ના રોજ કન્ઝ્યુમર કોર્ટે પોતાનો ચુકાદો દિવ્યરાજસિંહના પક્ષમાં આપતાં ઇન્સ્યોરન્સ કંપનીને ૧પ લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરવાનો આદેશ કર્યો હતો. દિવ્યરાજસિંહે ચુકાદાની કોપી લઇ મિત્ર નીરવને ફોન કર્યો હતો, જેથી તે કાર લેવા માટે ગેરેજ પર પહોંચ્યા હતા. ગેરેજ પર પહોંચ્યા ત્યારે દિવ્યરાજસિંહની બીએમડબ્લ્યુ કાર ગાયબ હતી. નીરવે ગેરેજના માલિકને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે  તા. ર૭ નવેમ્બરના રોજ સવારે એક યુવક અતુલ મોટર્સનો લેટર લઇને બીએમડબ્લ્યુ કાર લેવા માટે આવ્યો હતો. ગેરેજના માલિક જસુભાઇ પટેલને પૂછ્યું હતું, જેથી ડોક્યુમેન્ટ ચેક કરીને કાર આપી દેવાનું કહ્યું હતું. યુવક કાર લઇને જતો રહેતાં દિવ્યરાજસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ