બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / 'The next decision will be made after seeing the copy of the charge sheet Wrestlers will announce a new strategy today.

વિવાદ / 'ચાર્જશીટની કૉપી જોઇ આગામી નિર્ણય...', પહેલવાનો આજે કરશે નવી રણનીતિનું એલાન

Megha

Last Updated: 09:34 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ શરણ સિંહ પરના વિવાદમાં ચાર્જશીટ જોયા બાદ કુસ્તીબાજો આજે નવી વ્યૂહરચના જાહેર કરશે.સાક્ષી મલિકે કહ્યું હતું કે, 'અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે'

  • ચાર્જશીટ જોયા બાદ કુસ્તીબાજો નવી વ્યૂહરચના જાહેર કરશે
  • વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે
  • અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં એ પણ જોઈશું 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ પરના વિવાદમાં ચાર્જશીટ જોયા બાદ કુસ્તીબાજો આજે નવી વ્યૂહરચના જાહેર કરશે. આ અંગે સાક્ષી મલિકે કહ્યું- "ચાર્જશીટથી સ્પષ્ટ છે કે બૃજભૂષણ દોષિત છે, પરંતુ અમારા વકીલે ચાર્જશીટની નકલ માટે અરજી દાખલ કરી છે જેથી અમે તેમના પર લાગેલા આરોપોને વહેલી તકે શોધી શકીએ, અમે જોશું કે તે આરોપ સાચો છે કે નહીં. અમે બધું જોયા પછી આગળનું પગલું લઈશું. એ પણ જોઈશું કે અમને આપેલા વચનો પૂરા થાય છે કે નહીં."

એ તો આપણએ બધા જાણીએ જ છીએ કે દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાના આરોપમાં બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં પોલીસે કહ્યું છે કે તેમની વિરુદ્ધ પોક્સો એક્ટ લગાવવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે ચાર્જશીટમાં બ્રિજભૂષણ પર કલમ ​​354, 354-A, 354-D અને 506(1) હેઠળ આરોપ મૂક્યો છે. બૃજભૂષણ સિંહની ધરપકડ માટે સતત વિરોધ કરી રહેલી રેસલર સાક્ષી મલિકે ચાર્જશીટ પર પ્રતિક્રિયા આપી છે.

આ પહેલા ગુરુવારે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં સગીર સાથે થયેલા યૌન શોષણ પર 550 પાનાનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં બ્રિજ ભૂષણને ક્લીનચીટ મળી છે. તે જ સમયે, 6 પુખ્ત કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં, લગભગ 1000 પાનાની ચાર્જશીટ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. 

હવે આકુસ્તીબાજોનું વલણ શું હશે, તેના પર સૌની નજર ટકેલી છે. કુસ્તીબાજોએ 15 જૂને ચાર્જશીટ રજૂ કર્યા પછી જ તેમની આગામી રણનીતિની જાહેરાત કરવાની વાત કરી હતી. જોકે કુસ્તીબાજોએ 16 કે 17 જૂને પોતાની રણનીતિ જણાવવાનું કહ્યું હતું. 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પદ પર રહેલા બૃજભૂષણ સિંહ સામે અનેક મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. તેની સામે દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. એક તરફ કુસ્તીબાજો તેમની ધરપકડની માંગ માટે સતત આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ બૃજભૂષણ સિંહ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ