બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ભારત / The name of Congress's Revanth Reddy has been finalized for the next Chief Minister of Telangana. His name may be announced soon for the post of Chief Minister

BIG BREAKING / તેલંગાણાના નવા CM રેવંત રેડ્ડી, 7 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ, કોંગ્રેસનું એલાન

Pravin Joshi

Last Updated: 06:58 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસે રેવંત રેડ્ડીના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. જેઓ આગામી તારીખ 7 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

  • તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના રેવંત રેડ્ડીનું નામ ફાઈનલ 
  • મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે જ શપથ લેશે
  • ઉત્તમ કુમાર રેડ્ડી અને ભટ્ટી વિક્રમાર્ક DyCM બને તેવી શક્યતા

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના રેવન્ત રેડ્ડીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે જ શપથ લેશે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે તેઓ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને BRSને સત્તા પરથી હટાવી દીધી હતી. બીઆરએસને માત્ર 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી.

રેવન્ત રેડ્ડી સીએમ પદ માટે સૌથી વધુ ચર્ચામાં 

તેલંગાણામાં જીતનો મોટાભાગનો શ્રેય રેવંત રેડ્ડીને મળી રહ્યો છે. આ જ કારણ છે કે રેવન્ત રેડ્ડી સીએમ પદ માટે સૌથી વધુ ચર્ચામાં છે. રેવંત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. રેડ્ડી 2019માં જીતેલા તેલંગાણાના કોંગ્રેસના ત્રણ લોકસભા સાંસદોમાં સામેલ છે. આ ચૂંટણીમાં પણ રેવંત તેલંગાણાના મુખ્યમંત્રી કે. તેઓ કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી ચંદ્રશેખર રાવ સામે ચૂંટણી લડ્યા હતા, જોકે, ભાજપના ઉમેદવારે બંનેને હરાવ્યા હતા.

કોણ છે રેવંત રેડ્ડી?

રેવંત રેડ્ડીનો જન્મ 1969માં અવિભાજિત આંધ્ર પ્રદેશના મહબૂબનગરમાં થયો હતો. રેડ્ડીએ પોતાના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત એબીવીપીથી કરી હતી. બાદમાં તેઓ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા હતા. 2009માં તેઓ ટીડીપીની ટિકિટ પર આંધ્રના કોડંગલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014 માં, તેઓ તેલંગાણા વિધાનસભામાં ટીડીપીના ગૃહના નેતા તરીકે ચૂંટાયા હતા. રેવંત રેડ્ડી 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2018માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જો કે, કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરીથી ટિકિટ આપી, જેમાં તેઓ જીત્યા. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી આપી અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ