બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The murder of a 75-year-old businessman in Anand's Tarapur was solved

ક્રાઈમ / હું પ્રેમ કરતો હતો, પણ મારી એક વાત ન માની એટલે પતાવી નાંખ્યા: 75 વર્ષના વેપારીના મર્ડરમાં આરોપીનો શૉકિંગ ખુલાસો

Dinesh

Last Updated: 05:38 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી ગોવિંદે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, વેપારીને હું પ્રેમ કરતો હતો તેની સાથે મારે જાતિય સંબંધ હતા.

  • તારાપુરમાં 75 વર્ષના વેપારીની હત્યા
  • છરીના ઘા મારી હત્યાને અંજામ
  • 'મારે વેપારી સાથે જાતિય સંબંધ હતા'


આણંદના તારાપુરમાં એક 75 વર્ષના વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. છરીના ઘા મારીને કોઈ ફરાર થઈ ગયું હતું. વેપારી પાસે રહેલ એક સોનાનો ચેઈન ગુમ હતી તેમજ વેપારીને કોઈની સાથે દુશ્મની ન હતી. તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ વણ ઉકેલાયેલા ખૂનના ગુનાને ભેદ ગણતરીના દિવસોમાં SOG  અને  LCB આણંદ પોલીસ ઉકેલી લીધો છે. જેમાં હત્યા પાછળનું કારણ અનોખું જાણવા મળ્યું છે. 

તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી
તારાપુરમાં રહેતા વૃદ્ધ વેપારી પિતાંબર દાસ મહેશ્વરી ખાટલાના વેપાર સાથે સંકળાયેલા હતા. જેઓ તારીખ 25-6-2023ના રોજ બપોરના પોતાના ધરે હતા તે દરમિયાન અજાણ્યો ઈસમ ખાટલા ખરીદવાના બહાને આવી પીતાબંરદાસને ગળાના  ભાગે તિક્ષ્ણ હથિયાર ચલાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ હત્યા થતાં તારાપુરમાં ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર મામલે તારાપુર પોલીસ દ્વારા જુદીજુદી ટીમો બનાવી સી.સી.ટી.વી ફોટોઝની તપાસ હાથધરી હતી.

આરોપીના પિતાબંરદાસ સાથે સમલૈંગિક સંબંધો
પોલીસે જુદી જુદી ટીમો દ્વારા હત્યાનાં ગુનાની તપાસ કરવામાં આવતા પોલીસને માહિતી મળી હતી કે મૃતક વૃદ્ધ પિતાબંરદાસ સાથે સમલૈંગિક સંબધો ધરાવતા શખ્સનો હાથ આ હત્યા પાછળ છે, જેથી પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજમાં એક અજાણ્યો યુવક શંકાસ્પદ ગણાતા પોલીસે તપાસ હાથ ધરી મળેલી બાતમીનાં આધારે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી એસઓજીની ટીમે ઉત્તરપ્રદેશનાં દેવરીયા જિલ્લાનાં ફતેપુર લેહદા ખાતેથી ગોવિંદ ઓમપ્રકાસ યાદવને ઝડપી લઈ તેને આણંદ એસઓજી કચેરીમાં લાવી પુછપરછ હાથ ધરી હતી.

ઉત્તરપ્રદેશથી આરોપી ઝડપાયો
પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે વિવિધ ટીમ બનાવી શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મૃતક વૃદ્ધ પિતાબંરદાસ સાથે સમલૈંગિક સંબધો ધરાવતા શખ્સનો હાથ આ હત્યા પાછળ છે. જે શંકાના આધેરે તપાસ હાથધરી હતી. જે બાદ પોલીસે બાતમીનાં આધારે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી ઉત્તરપ્રદેશનાં દેવરીયાના ફતેપુર લેહદા ખાતેથી ગોવિંદ ઓમપ્રકાસ યાદવ નામના વ્યક્તિને ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસ પૂછપરછ શું જણાવા મળ્યું
પોલીસની પૂછપરછમાં આરોપી ગોવિંદ યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક પિતાંબરદાસ સાથે તે સમલૈંગિક સંબધો ધરાવતો હતો તેમજ પિતાબંરદાસ ગળામાં સોનાની ચેઈન પહેરતો હતો જેને લઈ આરોપી પૈસાની જરૂર હોઈ તેણે પિતાંબરદાસના ઘરે જઈ તેમની સાથે સમલૈગિંક સબંધો બાંધ્યા હતા ત્યારબાદ તેમની છરા વડે હત્યા કરી હતી અને ગળામાંથી સોનાની ચેઈનની લુંટ ચલાવી ત્યારબાદ નાસી છુટયો હતો. 

'હું વેપારીને પ્રેમ કરતો હતો'
પોલીસે ગોવિંદ નામના યુવકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી એક સોનાનો ચેઈન પણ જપ્ત કરી હતી. ગોવિંદે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે  વેપારીને હું પ્રેમ કરતો હતો તેની સાથે મારે જાતિય સંબંધ હતા. પરંતુ જે દિવસે હત્યાને અંજામ આપ્યો તે દિવસે તેણે મારી એક વાત ન માની આ માટે મેં તેની હત્યાને અંજામ આપ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ