બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted heavy to very heavy rains in South Gujarat.

બારે મેઘ ખાંગા / ગુજરાતમાં કેટલા દિવસ વરસાદનું દે ધનાધન? દક્ષિણ ગુજરાતમાં આજનો દિવસ 'ભારે', હવામાન વિભાગની નવી આગાહી

Malay

Last Updated: 08:03 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Alert: ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે ફરી દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • રાજ્યમાં 65 કલાકમાં સિઝનનો 30% વરસાદ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા દિવસે 1થી 7 ઈંચ વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચારેયકોર વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો છલકાઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. તોફાની વરસાદના કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના પણ અને દ્રશ્યો સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં 65 કલાકમાં સિઝનનો 30% વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદે જોર પકડ્યું 
સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા દિવસે 1થી 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય બની છે. જેના પગલે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. 

આજે આ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ 
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં હળવોથી ભારે વરસાદની આગાહી 
આ ઉપરાંત જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે. તો રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે.

3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. 

સમગ્ર ગુજરાત પર શ્રીકાર વર્ષા
આપને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાત પર શ્રીકાર વર્ષા થઈ રહી છે, જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. વરસાદ ગુજરાત પર મન મૂકીને વરસી રહ્યો છે. ચારેતરફ વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો છલાકાઈ રહ્યા છે. રાજ્યના બધા જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ ચાલુ છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે એક તરફ ખુશીની લહેર છે તો બીજી તરફ નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે.

CM ભૂપેન્દ્ર પટેલ સતત હવામાન વિભાગના સંપર્કમાં
રાજ્યમાં પડી રહેલ વરસાદને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર હંમેશા તૈયાર હોય છે. આપણું હવામાન વિભાગ પણ ખૂબ તૈયાર રહેલું છે અને આપણને વખતો વખત માહિતી પણ મળતી રહે છે.  તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત હવામાન વિભાગનાં સંપર્કમાં છે. ઉપર વાળો રિસાય અને વધારે વરસાદ વરસાવે તો એકબાજુ આશીર્વાદ છે અને એકબાજુ આફત પણ છે અને એ જ્યારે આફતરૂપ વરસાદ આપણને લાગતો હોય તે ભવિષ્યમાં આશીર્વાદ રૂપ પણ સાબિત થતો હોય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ