મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે, ત્યાં બીજો રવિવાર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ બન્યો હતો.
'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની કમાણીએ ટ્રેન્ડ બદલ્યો
'ધ કેરલા સ્ટોરી' એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી
રવિવાર આ ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ બન્યો
લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે.
'ધ કેરલા સ્ટોરી' એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી
જણાવી દઈએ કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી'માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ 'ધ કેરલા સ્ટોરી' તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે. અદા શર્માની ફિલ્મને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર દિવસ મળ્યો છે.
'ધ કેરલા સ્ટોરી' નું રવિવારનું કલેક્શન
ફિલ્મનો થિયેટરોમાં રવિવાર 10મો દિવસ હતો. જ્યાં મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે, ત્યાં બીજો રવિવાર આ ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ હતો. જણાવી દઈએ કે બીજા વીકએન્ડની શરૂઆતથી 'ધ કેરલા સ્ટોરી'એ મજબૂત ગતિ પકડી અને શુક્રવારે રૂ. 12.35 કરોડનું કલેક્શન કર્યું, જે પહેલા શુક્રવાર કરતાં ઘણું વધારે હતું. શનિવારે ફિલ્મે 55% થી વધુનો ઉછાળો આપ્યો અને 19.5 કરોડ રૂપિયાની કમાણી કરી. બોક્સ ઓફિસ રિપોર્ટ્સનો અંદાજ જણાવે છે કે ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર 23.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે બીજા વિકેન્ડમાં ફિલ્મનું કલેક્શન 55 કરોડ રૂપિયાથી વધુ છે. 'ધ કેરલા સ્ટોરી'ના પહેલા વીકએન્ડે 35.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 136 કરોડને પાર કરી ગયું છે.
— Sacnilk Entertainment (@SacnilkEntmt) May 15, 2023
રેકોર્ડ-બ્રેકિંગ રવિવાર
લોકડાઉન પછી શાહરૂખ ખાનની 'પઠાણ' બીજા રવિવારની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટોચ પર છે. આ ફિલ્મે બીજા રવિવારે 27.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા નંબર પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' છે જેણે બીજા રવિવારે 26.2 કરોડ રૂપિયાની કમાણી કરીને છે. આ યાદીમાં ત્રીજા નંબરે યશ સ્ટારર KGF 2 હતી જેને બીજા રવિવારે રૂ. 22.68 કરોડની કમાણી કરી હતી. હવે 23.75 કરોડની કમાણી કરીને, 'ધ કેરલા સ્ટોરી' એ ત્રીજા સૌથી વધુ બીજા રવિવારનું કલેક્શન મેળવ્યું છે. જ્યારે KGF 2 અને 'પઠાણ'માં મોટા બજેટ અને સુપરસ્ટાર હતા પણ તેની સામે 'ધ કેરાલા સ્ટોરી' કોઈ નામચીન સ્ટારકાસ્ટ વિનાની એક નાના બજેટની ફિલ્મ છે. એટલા માટે અદા શર્માની ફિલ્મ KGF 2ને પાછળ છોડી દે છે તે મોટી વાત છે.