બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The hearing in the defamation case against Tejashwi Yadav will be held today in the Ahmedabad Metro Court

સુનાવણી / તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસઃ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરિયાદી સાક્ષી સહિતના પુરાવાઓ કરશે રજૂ, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 09:00 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવ વિરુદ્ધ બદનક્ષીના કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સનાવણી યોજાશે. કોર્ટમાં ફરિયાદી સાક્ષી સહિતના તમામ પુરાવાઓ રજૂ કરશે.

  • બિહારના DyCMની વધી શકે છે મુશ્કેલી
  • આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી
  • ફરિયાદી રજૂ કરશે તમામ પુરાવા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે. જે બાદ હવે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકરે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટમાં ફરિયાદી સાક્ષી સહિતના તમામ પુરાવાઓ રજૂ કરશે. ફરિયાદીએ આપેલા પુરાવા બાદ કોર્ટ નોટિસ ઈશ્યૂ કરી શકે છે. 

તેજસ્વી યાદવે મંત્રીઓના ખર્ચા પર કાપ મુક્યો: નવી ગાડીઓ ખરીદતા નહીં, કોઈને  ચરણસ્પર્શ કરાવવા નહીં | tejashwi yadav directs all rjd ministers in nitish  cabinet not to purchase ...
તેજસ્વી યાદવ (નાયબ મુખ્યમંત્રી, બિહાર)

હરેશ મહેતાએ નોંધાવ્યો છે કેસ
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના DyCM તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદીત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

Complaint against DyCM of Bihar Tejashwi Yadav in Ahmedabad Metro Court

ગત સુનાવણીમાં ફરિયાદીએ રજૂ કર્યા હતા પુરાવા
આપને જણાવી દઈએ કે, ગત સુનાવણીમાં ફરિયાદીએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં વીડિયોની સીડી, પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં ફરિયાદીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

શું બોલ્યા હતા તેજસ્વી યાદવ?
PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ રદ્દ થવા મામલે નિવેદન આપતા સમયે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બફાટ કર્યો હતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પર નિશાન સાધતા તેજસ્વી યાદવે તમામ ગુજરાતીઓ પર આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, બે ઠગ છે. આજે દેશની દશા જોઈએ તો, માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ