બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / The government wants to hide the truth of Manipur? There is a ban on sharing photos or videos on social media, if you break the rules, you will be jailed

પ્રતિબંધ / મણિપુરનું સત્ય છુપાવવા માંગે છે સરકાર? સોશ્યલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરવા પર લગાવાઈ રોક, નિયમ તોડ્યો તો થશે જેલ

Pravin Joshi

Last Updated: 04:51 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુરમાં હિંસાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બુધવારે રાત્રે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

  • મણિપુરમાં હિંસા યથાવત
  • રાજ્ય સરકારે આદેશ કર્યો જાહેર
  • ફોટો અને વીડિયો પર મૂક્યો પ્રતિબંધ
  • વીડિયોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો 

મણિપુર સરકારે એક આદેશમાં કહ્યું છે કે હવે રાજ્યમાં હિંસા અને સંપત્તિને નુકસાન સાથે સંબંધિત વીડિયોના પ્રસારણને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.આવો જ એક વીડિયો દર્શાવે છે કે કેટલાક લોકો બે યુવાનોને ખૂબ જ નજીકથી ગોળી મારી રહ્યા છે અને તેઓ તેમને ખાડામાં દાટી રહ્યા છે. જોકે, વીડિયોમાં ઘટના સ્થળ અને દફન સ્થળ વિશે કોઈ માહિતી નથી. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'રાજ્ય સરકાર હિંસક ગતિવિધિઓ, કોઈને નુકસાન પહોંચાડવા, ખાનગી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ ગંભીરતાથી અને અત્યંત સંવેદનશીલતા સાથે લઈ રહી છે. જે રાજ્યના કાયદાને વધુ ખરાબ કરી શકે છે. 

Tag | VTV Gujarati

વીડિયોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ 

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'આ મામલાની ઝીણવટભરી તપાસ કર્યા પછી રાજ્ય સરકારે પરિસ્થિતિને સામાન્ય બનાવવાની દિશામાં પગલાં લીધાં છે અને આવા વીડિયોના સર્ક્યુલેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.' જો આવા વીડિયો અથવા ફોટોગ્રાફ્સ હોય તો તમે કોઈપણ ડર વિના નજીકના પોલીસ અધિક્ષકનો સંપર્ક કરો અને યોગ્ય કાર્યવાહી માટે વીડિયો અથવા ફોટોગ્રાફ્સ સબમિટ કરો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની જોગવાઈઓ અને ટેક્નોલોજીના દુરુપયોગ હેઠળ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વોત્તર રાજ્યમાં આ વર્ષે 3 મેથી મેઇતેઈ અને કુકી જાતિઓ વચ્ચે જાતિય હિંસા ચાલી રહી હતી. મેઇતેઇ લોકોએ આદિજાતિનો દરજ્જો આપવાની માંગણી કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ