બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / The government has issued a warning for UPI users, do not make such a mistake

જાણી લેજો / UPI યૂઝર્સ માટે સરકારે બહાર પાડી ચેતવણી, આવી ભૂલ ન કરતા નહીંતર ખાલી થઈ જશે બેન્ક એકાઉન્ટ

Hiralal

Last Updated: 03:01 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે યુપીઆઈ પેમેન્ટ કરતા લોકોને એક મોટી સલાહ આપી છે જે ખરેખર જાણવા જેવી છે.

  • ભારતમાં વધી રહ્યું છે યુપીઆઈથી પેમેન્ટનું ચલણ 
  • સાથે ઓનલાઈન ફ્રોડનો ખતરો પણ વધ્યો
  • સરકારે હવે યુપીઆઈ યુઝર્સને આપી ચેતવણી
  • પૈસા લેવા માટે કદી પણ યુપીઆઈ પીન એન્ટર ન કરો 

ભારતમાં જે દિવસથી યુપીઆઈનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે કરવામાં આવ્યો છે, ત્યારથી તેના દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર 2022 માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 730 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે, જે 12.11 લાખ કરોડ રૂપિયાથી 7.7 ટકા વધારે છે. સપ્ટેમ્બર 2022 માં, કુલ 678 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કિંમત 11.16 લાખ કરોડ રૂપિયા છે. એક તરફ દેશમાં યુપીઆઈનો ઉપયોગ વધી રહ્યો છે તો બીજી તરફ તેના કારણે થતી છેતરપિંડીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.

પૈસા મેળવવા માટે ક્યારેય યુપીઆઈ પિનની જરૂર પડતી નથી
યુપીઆઈ દ્વારા મોટા ભાગના છેતરપિંડીના કિસ્સાઓમાં, એવું જોવામાં આવે છે કે લોકો વિચાર્યા વિના છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ જાય છે અને ઈનામ કે લોભામણી જાહેરાતથી આકર્ષિત થઈને તેમનો 4 અથવા 6 અંકનો યુપીઆઈ પિન દાખલ કરે છે. યુપીઆઈ પિન નાખ્યા બાદ જ્યારે તેમના ખાતામાં આવવાને બદલે પૈસા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ સાઈબર ફ્રોડનો શિકાર બન્યા છે. યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા લોકોએ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે પૈસા મેળવવા માટે આપણે ક્યારેય યુપીઆઈ પિન દાખલ કરવાની જરૂર નથી. પૈસા ચૂકવવા માટે હંમેશા યુપીઆઈ પિન નાખવામાં આવે છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે આપી ચેતવણી
ગ્રાહક બાબતોના મંત્રાલયે યુપીઆઈ દ્વારા લોકોને છેતરપિંડી કરનારાઓ અને સાયબરથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે. ગ્રાહક બાબતોના વિભાગે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે યુપીઆઈ દ્વારા પૈસા મેળવવા માટે ક્યારેય યુપીઆઈ પિન દાખલ ન કરો. જો તમે આમ કરશો તો તમારા બેંક એકાઉન્ટમાં જમા તમારા લોહી અને પરસેવાની કમાણી આંખના પલકારામાં ઉડી જશે અને  તમારી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નહીં રહે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ