બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / The friendship news between Arijit Singh and Salman Khan is confirmed

મનોરંજન / 9 વર્ષે સલમાન-અરિજીત સિંહ દોસ્તીની મિશાલ કરશે કાયમ, ટાઇગરે કર્યું સૌથી મોટું એલાન

Pravin Joshi

Last Updated: 05:07 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરિજિત સિંહ અને સલમાન ખાન વચ્ચે મિત્રતાના સમાચાર કન્ફર્મ છે. આ સસ્પેન્સનો અંત કરીને સલમાને પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ છે. આ મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું છે, જેની પહેલી ઝલક ખુદ અભિનેતાએ શેર કરી છે.

  • સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચેનો ઝઘડો હવે ખતમ થઈ ગયો 
  • સલમાન ખાને પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ
  • મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું 

શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચેનો ઝઘડો હવે ખતમ થઈ ગયો છે? આ પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અરિજિત સિંહ એ બોલિવૂડ સિંગર છે. જેણે આમિર ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સ માટે પ્લેબેક ગીતો કરીને લોકોના દિલ પર રાજ કર્યું છે, પરંતુ તેણે માત્ર સલમાન ખાન માટે કોઈ ગીત ગાયું નથી. તેની પાછળનું કારણ બંને વચ્ચેનો વિવાદ હતો. પરંતુ હવે આ વિવાદ 9 વર્ષ પછી ખતમ થઈ ગયો છે. આ વાતની જાહેરાત ખુદ ‘ટાઈગરે’ કરી છે. અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે મિત્રતાના સમાચારની પુષ્ટિ થઈ છે. આ સસ્પેન્સનો અંત કરીને સલમાને પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની લડાઈ હવે પૂરી થઈ ગઈ છે. આ મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું છે, જેની પહેલી ઝલક ખુદ અભિનેતાએ શેર કરી છે.

 

સલમાન ખાને ખાસ રીતે મિત્રતાની જાહેરાત કરી હતી

જે પોસ્ટ સાથે સલમાન ખાને આ મિત્રતાની જાહેરાત કરી છે. તેમાં કેટરિના કૈફ, સલમાન ખાન સાથે રસપ્રદ રેડ ફેડર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. ફિલ્મના પોસ્ટરની સાથે સલમાને ફની અંદાજમાં કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- 'પહેલા ગીતની પહેલી ઝલક, #LekePrabhuKaNaam! ઓ…હા…મારા માટે આ અરિજીત સિંહનું પહેલું ગીત છે.

આ ગીત ક્યારે રિલીઝ થશે?

આ સાથે અભિનેતાએ જણાવ્યું કે ફિલ્મનો આ ટ્રેક 23 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટાઈગર 3 એ 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે, જેમાં કેટરિના કૈફ સલમાન ખાન અને ઈમરાન હાશ્મીની સાથે ખતરનાક વિલનની ભૂમિકામાં છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત 'ટાઈગર 3' 12 નવેમ્બરે રિલીઝ થશે.

શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચે થઈ ગયું સમાધાન? 9 વર્ષ બાદ જોવા મળ્યા  આવા દ્રશ્યો, જુઓ વિડીયો/ bollywood salman khan ends 9 year old feud with arijit  singh singer spotted

બંને વચ્ચે 9 વર્ષ પહેલા ઝઘડો થયો હતો

તમને જણાવી દઈએ કે 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી સલમાન પર ઘણી વખત આરોપ લાગ્યો કે તેણે અરિજીત પાસેથી ઘણા પ્રોજેક્ટ છીનવી લીધા. બંને પોતપોતાના ક્ષેત્રના રાજા છે. એક અભિનયનો બાદશાહ અને બીજો અવાજનો જાદુગર. એકની ફિલ્મ ફ્લોપ થાય તો પણ કરોડો કમાય છે અને બીજાની ફિલ્મ ફ્લોપ થાય તો તેના ગીતો જાતે જ હિટ થઈ જાય છે. એક બોલિવૂડના 'ભાઈજાન' અને બીજા સંગીત જગતના 'દાદા'. સલમાન અને અરિજીતના ફેન્સ તેમની મિત્રતાથી ખૂબ જ ખુશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ