બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / The fourth did not become the fifth; 2 youths killed in Jalalpore and Dwarka baths, family mourns

દુર્ઘટના / ચોથની પાંચમ ના થઇ ; જલાલપોર અને દ્વારકામાં ન્હાવા પડેલા 2 યુવકોના મોત, પરિવારજનો શોકમાં ગરકાવ

Mehul

Last Updated: 07:26 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપાવલીના દિવસોમાં તહેવારની મજા માણવી ક્યારેક જિંદગીની સજા બની જતી હોય છે.છેલ્લા ચાર-પાંચ દિવસમાં દરિયા-તળાવમાં  નહાવા પડવા અને ડૂબવાની ઘટનામાં વધારો

  • 'અજાણ્યું પાણી,લઇ જાય તાણી' કહેવત સાર્થક
  • જલાલપોર અને ખંભાળીયામાં ડૂબ્યા યુવકો 
  • બારડોલી નજીક પણ બે દિવસ પહેલા ડૂબ્યા બે યુવક  

દીપાવલીના દિવસોમાં તહેવારની મજા માણવી ક્યારેક જિંદગીની સજા બની જતી હોય છે.છેલ્લા ચાર-પાંચ દિવસમાં દરિયા-તળાવમાં  નહાવા પડવા અને ડૂબવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે.ગત સપ્તાહમાં જ ઉભરાટનાં દરિયા કિનારે નહાવા ગયેલા સુરતના બે બેંક કર્મીઓ ડૂબી ગયાની ઘટના બની હતી.તો નવસારી પાસે પણ વધુ એક ડૂબવાની ઘટના સામે આવ્યા બાદ, આજે ફરી જલાલપોરના દાંડી બીચ પર એક યુવક ડૂબ્યો છે.બીજી તરફ સૌરાષ્ટ્રના દ્વારકા પાસે તળાવમાં બે યુવકો ડૂબ્યા હતા જેમાંથી એકનું મોત થયું હતું.

દાંડી બીચમાં ડૂબ્યો યુવક  

દક્ષિણ ગુજરાતના જલાલપોરના દાંડી બીચ પર એક યુવક ફરવા અને નહાવાના ઈરાદે ગયો હતો. સાહિલ રાઠોડ નામનો 19 વર્ષનો આ યુવક દરિયામાં નહાવાની મજા લઇ રહ્યો હતો આ દરમિયાન પાણીનું ઊંડાણ વધી જતા,તેને ખ્યાલ જ ન રહ્યો. ભારે જહેમત છતાં આ યુવક પાણીના વહેણમાંથી બહાર ના નીકળી શક્યો. અને તરવૈયાઓ પહોચે તે પહેલા તો યુવક ડૂબી ચુક્યો હતો.સ્થાનિક તરવૈયાઓએ યુવકની લાશ બહાર કાઢી નવસારી હોસ્પિટલ ખસેડ્યો હતો.જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.

બારડોલીના વાઘેચામાં બે ડૂબ્યા 

બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવ તીર્થ સ્થાને મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.ત્યારે મંદિર પાસે આવેલી તાપી નદીમાં અવારનવાર પ્રવાસીઓ ન્હાવા માટે જતા હોય છે.ત્યારે અનેકવાર પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે.આવો જ એક અકસ્માત સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે થયો હતો.પરિવારના 8 શખ્સો ન્હાવા માટે નદીમાં પડતા પરિવારના બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તે દરમિયાન એક યુવાનનો મૃતદેહ તો શનિવારે  જ મળી આવ્યો હતો.પરંતુ એક યુવાનના મૃતદેહની શોધ-ખોળમાં  આજે મળ્યો હતો

એકનો મૃતદેહ શનિવારે-બીજાનો રવિવારે મળ્યો 

ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા એક યુવાનનો મૃતદેહ શનિવારે  મળી આવ્યો હતો.તથા બીજા યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ સ્થાન પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. એક અંદાજ મુજબ  નદીમાં ન્હાવા પડવાને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ખંભાળીયામાં પણ ડૂબ્યો યુવક 

આવી જ ઘટના સૌરાષ્ટ્રના દ્વારકા નજીક ખંભાળીયામાં બની છે.અહીના તળાવમાં બે યુવકો નહાવા પડ્યા હતા. વડાલીયા સિહણ તળાવમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એક યુવક ડૂબી ગયો હતો.જ્યારે એકનો બચાવ થયો છે. તહેવારોમાં દરિયા કિનારે અને નાના-મોટા તળાવમાં યુવકો નહાવા જતા હોય છે પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસોમાં રાજ્યમાં જુદી-જુદી જગ્યાએ નહાવા પડેલા યુવકોના ડૂબવાની ઘટના વધી ગઈ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ