બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / The elevator didn't come but the doors opened and then... the shock of the young man's painful death

દુર્ઘટના / લિફ્ટ ન આવી પણ દરવાજા ખૂલી ગયા અને પછી... યુવકના દર્દનાક મૃત્યુથી ચકચાર

Priyakant

Last Updated: 01:38 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિફ્ટનું બટન દબાવ્યું અને દરવાજો ખૂલ્યો, પણ લિફ્ટ ન આવી. પછી યુવકે લિફ્ટની અંદર પગ મૂક્યો અને લિફ્ટની શાફ્ટમાં પડી જતાં મોત

  • રાજસ્થાનના જયપુરમાં એક દર્દનાક અકસ્માતથી લોકો હચમચી ગયા
  • એપાર્ટમેન્ટમાં બિલ્ડિંગના 11મા માળેથી લિફ્ટની શાફ્ટમાં પડી જતાં યુવકનું મોત 
  • દરવાજો ખૂલ્યો, પણ લિફ્ટ એ ફ્લોર પર ન આવી અને યુવકને મોત મળ્યું

રાજસ્થાનના જયપુરમાં એક દર્દનાક અકસ્માતથી લોકો હચમચી ગયા હતા. અહીંના એક એપાર્ટમેન્ટમાં બિલ્ડિંગના 11મા માળેથી લિફ્ટની શાફ્ટમાં પડી જતાં 20 વર્ષીય યુવકનું મોત થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. આ તરફ સ્થાનિક પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી.

જયપુરના માઈ હવેલી એપાર્ટમેન્ટના 11મા માળે આવેલા ફ્લેટમાં મૂળ યુપીના વારાણસીનો રહેવાસી કુશાગ્ર મિશ્રા તેના મિત્રો સાથે રહેતો હતો. આ તરફ રવિવારે રાત્રે તેણે લિફ્ટનું બટન દબાવ્યું. દરવાજો ખૂલ્યો, પણ લિફ્ટ એ ફ્લોર પર ન આવી. આ પછી કુશાગ્રે ધ્યાન ન આપ્યું અને લિફ્ટની અંદર પગ મૂક્યો. જેના કારણે તે લિફ્ટની શાફ્ટમાં પડી ગયો હતો. 

વિગતો મુજબ મૃતક મણિપાલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો. સમાજના લોકોએ આ દર્દનાક ઘટનાની માહિતી પોલીસને આપી હતી. રહેવાસીઓએ બિલ્ડર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

શું કહ્યું પોલીસે ? 

સમગ્ર ઘટનાને લઈ યુભાંકરોટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, લિફ્ટની શાફ્ટમાં પડી જવાને કારણે યુવકનું મોત થયું છે. તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે. કુશાગ્ર મિશ્રાના મોતની માહિતી મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ