બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / The elderly lay in a crematorium in Uttar Pradesh's Kanpur

કરુણતા / જિંદગી ઔર કુછ ભી નહીં..! સળગતી લાશો વચ્ચે સૂઈ ગયા વૃદ્ધા, કારણ જાણી આસુડાં ટપકી પડશે

Kishor

Last Updated: 06:10 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્મશાનમાં સળગતી ચિતા પાસે સુઈ ગયા હતા. જે ને આમ કરવા પાછળનું કારણ પૂછવામાં આવતા કાળજુ કંપાવી મુકે તેવો જવાબ મળ્યો હતો.

  • ઉત્તરપ્રદેશનો વીડિયો સામે આવ્યો
  • એક વૃદ્ધ વ્યક્તિ સ્મશાનમાં સળગતી ચિતા પાસે સુઈ ગયા 
  • આમ કરવા પાછળનું કારણ જાણતા કાળજુ કંપાવી મુકે તેવો જવાબ

સામાન્ય રીતે જ્યારે આપણા હિન્દુ ધર્મમાં કોઈનું મોત થાય છે ત્યારે તેના મૃતદેહને સ્મશાન ઘાટ લઈ જવામાં આવે છે અને ત્યાં તેને અગ્નિદાહ દેવામાં આવે છે.  જ્યાં એકદમ શાંતિના વાતાવરણ વચ્ચે પરિવારજનોનો રડવાનો અવાજ સંભળાય છે. આમ અહિંયાનો માહોલ થોડો ડરાવણો પણ હોય છે. તો શું આવી જગ્યા પર કોઈ લાશ કે ચિતા સાથે કોઈ સુઈ શકે છે? પણ હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જે વીડિયો પાછળનું કારણ પણ કાળજુ કંપાવી દે તેવુ છે. 

The elderly lay in a crematorium in Uttar Pradesh's Kanpur

સળગતી ચિતાની બાજુમાં કોઈ સુઈ શકે છે?

એક વૃદ્ધ વ્યક્તિ સ્મશાનમાં સળગતી ચિતા પાસે સુઈ ગયા હતા. આ ઘટનાના દ્રશ્યો મોડી રાતના છે.આ જગ્યા પર આ વૃદ્ધ વ્યક્તિ સિવાય બીજુ કોઈ દેખાતુ નથી. જે ખુબ આશ્ચર્યજનક છે. કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો સ્મશાન જવાથી ડરતા હોય છે. ત્યારે આ વ્યક્તિ સળગતા મૃતદેહની પાસે કેવી રીતે શૂઈ શકે છે?

જાણો ચિતાની બાજુમાં કેમ સૂતા છે આ વૃદ્ધ?
મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના કાનપુરના કોહલા થાનાક્ષેત્રના ભૈરવ ઘાટનો રહેવાસી છે. અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં કડકડતીઠંડી પડી રહી છે.. એવામાં આ વૃદ્ધ વ્યક્તિ પાસે પાતળુ એવુ ઓઢવાનું છે. જેથી આ વ્યક્તિ પાસે સળગતા શવની બાજુમાં બેસવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.  તમને જણાવી દયે કે કાનપુરમાં ન્યુનતમ તાપમાન 8થી 9 ડિગ્રી હતું..અહિંયા નજીકમાં જે લોકો ઉભા હતા તેમને આ વૃદ્ધનો વીડિયો બનાવ્યો હતો..અને તેમને આ વૃદ્ધને પૂછ્યું હતું કે તમે અહિંયા કેમ સુતા છો તો વૃદ્ધએ કહ્યું કે ઠંડી લાગવાના કારણે તે અહિંયા આવીને સુતા છે... વૃદ્ધના આ વાત દિલ ચીરી નાખે તેવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ