બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / The drama of democracy in Pakistan Election results changed uproar after commissioner's resignation

હદ કરી! / પાકિસ્તાનમાં લોકશાહીનું નાટક! 'મારી દેખરેખમાં ચૂંટણીમાં પરિણામો બદલાયા', કમિશનરના રાજીનામાં બાદ હડકંપ

Megha

Last Updated: 09:09 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં રાવલપિંડી ડિવિઝનના કમિશનરે પોતાના પદ પરથી રાજીનામું આપતા ખુલાસો કર્યો કે, ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને હરાવવા માટે પરિણામો બદલવામાં આવ્યા હતા.

  • પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 
  • રાવલપિંડી ડિવિઝનના કમિશનરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 
  • કહ્યું, અપક્ષ ઉમેદવારોને હરાવવા માટે નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો. 

પાકિસ્તાન કોઈને કોઈ કારણોસર વિશ્વમાં ચર્ચામાં રહે છે. એવામાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પાકિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હેરાફેરીના આરોપો વચ્ચે રાવલપિંડી ડિવિઝનના કમિશનરે પોતાના પદ પરથી રાજીનામું આપીને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને હરાવવા માટે તેમની દેખરેખ હેઠળ પરિણામો બદલવામાં આવ્યા હતા. કમિશનરે સ્વીકાર્યું છે કે રાવલપિંડીમાં પીએમએલ-એનને 13 બેઠકો જીતવામાં મદદ કરવા માટે ચૂંટણીઓમાં રમત રમી હતી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો પર પણ હેરાફેરીનો આરોપ છે
પાકિસ્તાની મીડિયા અનુસાર, કમિશ્નર લિયાકત અલી ચથાએ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બહાર કહ્યું, હું મારી ભૂલની જવાબદારી લઉં છું. આ કામમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને સુપ્રીમ કોર્ટના ટોચના જજ પણ સામેલ હતા. 70 થી 80 હજાર મતોથી આગળ રહેલા અપક્ષ ઉમેદવારોને હરાવવા માટે નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હેરાફેરીની જવાબદારી લેતા હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે પંજાબના ગવર્નર હાજી ગુલામ અલી અને વચગાળાના મુખ્ય પ્રધાન મોહસિન નકવીને પત્ર લખીને રાજીનામું આપ્યું હતું. 

ચૂંટણી દરમિયાન અને પરિણામ આવે ત્યાં સુધી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, આ બહુ નાનો શબ્દ છે, એમ કહી શકીએ છીએ કે આમ કરીને દેશની પીઠમાં ચાકુ મારવામાં આવ્યું છે, આ કારણે મને ઊંઘ પણ ન આવી. મેં કરેલા અન્યાયની સજા મને મળવી જોઈએ. તેમજ જે લોકો આ કામમાં સામેલ હતા તેમને પણ સજા થવી જોઈએ. રાવલપિંડી સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સ કરતા પહેલા ચત્તાએ કહ્યું કે તે એટલા દબાણમાં હતો કે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. પરંતુ પછી તેણે જનતા સમક્ષ જવાનું નક્કી કર્યું. 

તેમણે કહ્યું, હું નોકરિયાતોને વિનંતી કરીશ કે આ નેતાઓ માટે કોઈ ખોટું કામ ન કરે. ચથાના દાવા બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. પંચે જણાવ્યું હતું કે, ચૂંટણી પરિણામોમાં કોઈ ફેરફાર કરવા માટે કોઈ અધિકારીને કહેવામાં આવ્યું નથી. કોઈપણ વિભાગના કમિશનરે રિટર્નિંગ ઓફિસર અથવા પ્રિસાઇડિંગ ઓફિસરને ચૂંટણી પરિણામો અથવા ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડાં કરવા સૂચના આપી ન હતી. ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ મામલે તપાસ હાથ ધરશે. 

વધુ વાંચો: શું છે Bharat Mart પ્રોજેક્ટ? જેનો UAEમાં શિલાન્યાસ થતાં જ ચીન ટેન્શનમાં આવી ગયું!

પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી મોહસિન નકવીએ પણ ચથાના દાવાઓની નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. જો કે ચૂંટણી પહેલા જ તેમની પાર્ટી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેમના સમર્થક ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ઈમરાન ખાન હાલ જેલમાં છે. એવા પણ અહેવાલો છે કે તેઓ ISI સાથે વાત કરી ચૂક્યા છે અને વડાપ્રધાન બનવાની રેસમાં સામેલ થઈ ગયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ