બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / The career of these Indian players is now finished! A return to Team India is unlikely

સ્પોર્ટ્સ / આ ભારતીય ખેલાડીઓના કરિયર પર હવે પૂર્ણવિરામ! ટીમ ઇન્ડિયામાં વાપસી છે અસંભવ

Megha

Last Updated: 03:11 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ આફ્રિકા ટુર માટે સિલેક્ટર્સે ત્રણ અલગ ટીમ બનાવી છે જેમાં કુલ 32 ખેલાડીઓનું સિલેક્શન થયું છે પણ અમુક એવા ખેલાડીઓ છે જેની ટીમ ઇન્ડિયામાં વાપસી લગભગ અસંભવ લાગી રહી છે

  • સાઉથ આફ્રિકા ટુર માટે સિલેક્ટર્સે ત્રણ અલગ અલગ ટીમ બનાવી છે
  • ટ્રેની ફોર્મેટની મેચ માટે કુલ 32 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે
  • આ ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં વાપસી લગભગ અસંભવ લાગી રહી છે

હાલ જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલીયા સામેની T20 સીરિઝ પૂરી કરી અને અને આ સીરિઝ 4-1થી જીતી લીધી છે. જો કે ચાહકોમાં આ જીતની ખુશી વર્લ્ડ કપ ન જીતવાનું દુઃખ હજુ સુધી ભુલાવી શકી નથી. એવામાં હવે ટીમ ઈન્ડિયા આ મહિનામાં સાઉથ આફ્રિકા ટુર પર જઈ રહી છે જ્યાં ટી20, વનડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમવાની છે.

આ માટે સિલેક્ટર્સે ત્રણ અલગ અલગ ટીમ બનાવી છે અને કુલ 32 ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. આ 32 ખેલાડીઓમાંથી ફક્ત ત્રણ ખેલાડીઓ એવા છે જેને ત્રણેય ફોર્મેટની ટીમમાં જગ્યા મળી છે. સાથે જ ટીમ સિલેક્શન બાદ અમુક ખેલાડીઓ એવા પણ સામે આવ્યા છે જેમના કરિયર પર બ્રેક લાગી ગઈ છે. આજે અમે તમને પાંચ એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ટીમ ઇન્ડિયામાં વાપસી લગભગ અસંભવ લાગી રહી છે. 

1) શિખર ધવન 
ટીમ ઈન્ડિયાના ધકડ બેટ્સમેન શિખર ધવન લગભગ એક વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી. 37 વર્ષીય ધવન છેલ્લે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામેની ODI મેચમાં રમ્યો હતો. ધવન ટેસ્ટ ટીમમાંથી પાંચ વર્ષથી અને ટી-20 ટીમમાંથી લગભગ અઢી વર્ષથી બહાર છે. ધવનને છેલ્લા 2 T-20 વર્લ્ડ કપ અને 2023 ODI વર્લ્ડ કપ માટે તેને ટીમમાં તક મળી ન હતી. શુભમન ગીલે ઓપનર તરીકે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે અને બેકઅપમાં ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા બેટ્સમેનો છે, તેથી ટીમ ઇન્ડિયામાં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે. 

2) ચેતેશ્વર પૂજારા 
ચેતેશ્વર પૂજારાએ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાં નંબર-3ની જવાબદારી નિભાવી હતી. જોકે, પૂજારાનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે અને ઘણી મેચોમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને પુજારા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે બંને ઈનિંગ્સમાં ફ્લોપ સાબિત થયો હતો. તે છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર બે વખત જ અડધી સદી ફટકારી શક્યો છે. આ જ કારણ છે કે હવે સિલેક્ટર્સે તેની જગ્યાએ યુવા ખેલાડીઓને તક આપવાનું શરૂ કરી દીધું છે અને કદાચ હવે તેની વાપસી અશક્ય છે.

3) ભુવનેશ્વર કુમાર 
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમારને ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભુવનેશ્વર કુમારે છેલ્લે વર્ષ 2022માં મેચ રમી હતી. ત્યારથી તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. આ સાથે વર્લ્ડ કપ 2023માં તેના નામને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી પરંતુ તેને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ભુવનેશ્વર કુમારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેમ છતાં તે ટીમ ઈન્ડિયાની ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો. એટલે એ વાત સ્પષ્ટ છે કે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય સિલેક્ટર અજીત અગરકર તેને આગળ સેટઅપનો ભાગ બનાવવા માંગતા નથી.

4) દિનેશ કાર્તિક 
છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચૂકેલ દિનેશ કાર્તિકે હજુ સુધી સંન્યાસની જાહેરાત કરી નથી પણ એમના માટે એ હવે ટીમ ઈન્ડિયાના કોઈ પણ ફોર્મેટમાં વાપસી કરવી અસંભવ લાગી રહી છે. જો કે દિનેશ કાર્તિકની ટી20 વર્લ્ડ કપ 2022માં વાપસી આઈપીએલમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે થઈ હતી, પરંતુ કાર્તિક વર્લ્ડ કપમાં પોતાની છાપ છોડી શક્યો ન હતો. તે પછી આઈપીએલ 2023 પણ તેના માટે કંઈ ખાસ નહોતું. તે જ સમયે, તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20 ટીમમાં ફિનિશર તરીકે વાપસી કરી હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાને રિંકુ સિંહના રૂપમાં એક નવો અને યુવા ફિનિશર મળ્યો છે. આવી સ્થિતિમાં દિનેશ કાર્તિક માટે ભારતીય ટીમમાં વાપસી કરવી લગભગ અશક્ય છે.

5) રિદ્ધિમાન સાહા 
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા લગભગ 2 વર્ષથી ભારત તરફથી રમ્યો નથી. તે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો અને ખરાબ ફોર્મને કારણે તેને દરવાજો દેખાડવામાં આવ્યો હતો. હાલમાં, ભારત પાસે ટેસ્ટમાં વિકેટકીપરની ભૂમિકા માટે ઈશાન કિશન, કેએલ રાહુલ, કેએસ ભરત છે અને આગામી સમયમાં રિષભ પંતની વાપસી થશે. આવી સ્થિતિમાં સાહા માટે ફરીથી ભારત માટે રમવું થોડું મુશ્કેલ લાગે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ