બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / The capital of this country will sink in the sea, the President has taken a big decision

જકાર્તા / દરિયામાં ડૂબી જશે આ દેશની રાજધાની, રાષ્ટ્રપતિએ કર્યો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 11:55 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ જગ્યા પર રાજધાની વિકસાવવા પર વિવાદ ઉભો થયો છે. પર્યાવરણવિદોએ ચેતવણી આપી છે કે રાજધાની મોટા પાયે વૃક્ષો તોડી પાડવાનું કારણ બનશે. વન્ય જીવનમાં રહેતી પ્રજાતિઓના રહેઠાણો જોખમમાં મૂકાશે અને આદિવાસીઓ ઘર છીનવાઈ જશે.

  • બોર્નિયો ટાપુ પર નવી રાજધાની વસાવવામાં આવી રહી છે
  • આ જગ્યા પર રાજધાની વિકસાવવા પર વિવાદ ઉભો થયો 
  • જકાર્તા દુનિયાનું સૌથી ઝડપથી ડૂબતું શહેર બતાવવામાં આવી રહ્યું છે

ઝડપથી ડૂબી રહેલી ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા હવે દેશની રાજધાની નહીં રહે. ભીડભાડ, પ્રદૂષણ, ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ અને ઝડપથી દરિયામાં ડૂબી રહેલા જકાર્તાને છોડી બોર્નિયો ટાપુ પર નવી રાજધાની વસાવવામાં આવી રહી છે.  બોર્નિયોના પૂર્વી કાલીમંતન પ્રાંતમાં 256,000 હેક્ટર જમીન પર નવી રાજધાની બની રહી છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે નવી રાજધાની 'ટિકાઉ   ફોરેસ્ટ સિટી  હશે જ્યાં પર્યાવરણની રક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.નવી રાજધાનીને 2045 સુધીમાં કાર્બન ન્યૂટ્રેલ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

નવી રાજધાની જ્યાં વસાવવામાં આવી રહી છે તે એક જંગલનો વિસ્તાર છે જ્યાં પ્રાણીઓ અને આદિવાસીઓ રહે છે. આ જગ્યા પર રાજધાની વિકસાવવા પર વિવાદ ઉભો થયો છે. પર્યાવરણવિદોએ ચેતવણી આપી છે કે રાજધાની મોટા પાયે વૃક્ષો તોડી પાડવાનું કારણ બનશે. વન્ય જીવનમાં રહેતી પ્રજાતિઓના રહેઠાણો જોખમમાં મૂકાશે અને આદિવાસીઓ ઘર છીનવાઈ જશે. 

જકાર્તામાં આશરે એક કરોડ લોકો રહે છે. તેને   દુનિયાનું સૌથી ઝડપથી ડૂબતું શહેર બતાવવામાં આવી રહ્યું છે અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2050 સુધીમાં   શહેરનો એક તૃતીયાંશ ભાગ ડૂબી જશે.  જળવાયુ પરિવર્તનને કારણે જાવા સમુદ્રમાં વધારે વધારો થઈ રહ્યો છે જેમાં રાજધાની ડૂબી રહી છે.

જકાર્તાની હવા અને ભૂગર્ભજળ અત્યંત પ્રદૂષિત છે અને અહીં નિયમિત  પૂર આવતુ રહે છે. જકાર્તામાં એટલા બધા લોકો છે કે ત્યાંની શેરીઓમાં ચાલવું મુશ્કેલ છે. ભીડને કારણે ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થાને દર વર્ષે   4.5   અરબ ડૉલરનું નુકસાન થાય છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જકાર્તાની આ સમસ્યાને જોતા દેશની નવી રાજધાની બનાવવાની કલ્પના કરી હતી જો કે હવે સાકાર થઈ રહી છે. તેમણે ઓછી વસ્તી ધરાવતી એક   રાજધાનીના નિર્માણની મંજૂરી આપી છે.

નવી રાજધાની કેવી હશે ?
વિડોડો બોર્નિયો ટાપુ પર નુસંતારા શહેરની સ્થાપના કરી રહ્યું છે. નુસંતારા ઈન્ડોનેશિયાનો એક જૂનો શબ્દ છે જેનો અર્થ થાય છે દ્વીપસમૂહ. આ નવી રાજધાનીમાં સરકારે   તમામ વસ્તુઓ ફરીથી બનાવવી પડશે.   સરકારી ઈમારતો, આવાસો નવેસરથી બનાવવા પડશે. 
પહેલા અનુમાન લગાવવામા આવ્યું કે   15 લાખ સિવિલ કર્મીઓને જકાર્તાથી હટાવી નવી રાજધાનીમાં રાખવામાં આવશે. જો કે મંત્રાલયો અને સરકારી એજન્સીઓ હજી પણ આ સંખ્યાને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે. નુસંતારા નેશનલ કેપિટલ ઓથોરિટીના પ્રમુખ બંબાંગ સુસાંતોનોએ જણાવ્યું હતું કે નવી રાજધાની શહેર 'ફોરેસ્ટ સિટી'ની અવધારણાને લાગૂ કરશે,   જેમાં 65 ટકા વિસ્તાર પર ફરી જંગલ સ્થાપિત કરાશે. ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા દિવસના અવસર પર આવતા વર્ષે 17 ઓગસ્ટે આ શહેરનું ઉદ્ઘાટન થવાની આશા છે. નવી રાજધાનીના અધિકારીઓએ કહ્યું કે વર્ષ 2045માં ઈન્ડોનેશિયા તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે.  રાજધાની 2045 સુધીમાં સંપૂર્ણ રીતે બનાવવામાં આવશે પરંતુ   તે શક્ય જણાતું નથી.

પર્યાવરણવિદ કેમ ચિંતિત છે ?
બોર્નિયોના પૂર્વી કાલીમંતન પ્રાંત વન્યમાણસો, ચિત્તા અને અન્ય વન્યજીવોનું ઘર છે. વનને બચાવવા માટે કામ કરતા ઇન્ડોનેશિયાના  બિન-સરકારી સંગઠન  ફોરેસ્ટ વોચ ઈન્ડોનેશિયા નવેંમ્બર 2022ની એક રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે નવી રાજધાનીના નિર્માણ માટે  જંગલોને  મોટાપાયે કાપવામાં આવશે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવી રાજધાનીમાં જંગલોના રક્ષણ માટે કોઈ કામ કરવામાં આવશે તેની કોઈ ખાતરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ