બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The biggest news about Biporjoy has come out as the storm has changed direction again in the ocean
Malay
Last Updated: 11:29 AM, 11 June 2023
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
ADVERTISEMENT
કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે વાવાઝોડું
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.
પોરબંદરથી 480 કિલોમીટર દૂર
બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિમી દૂર છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. ગઇકાલે રાતે એન.ડી.આર.એફની ટીમ પોરબંદર પહોચી ગઈ છે.
5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
ભારે પવન ફૂંકાવાની આગાહી
તેઓએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે. દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.