બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / The art of earning! 7 year old girl is earning 1 crore, 200 crore owner every month, need to know what she is doing

જબરી સિદ્ધી / કમાણીની કળા ! 7 વર્ષની બાળકી દર મહિને કમાવી રહી છે 1 કરોડ, 200 કરોડની માલિક, એવું તે શું કરે છે જરુર જાણો

Hiralal

Last Updated: 04:53 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની 7 વર્ષની બાળકી એનાસ્તાસિયા રાડઝિન્સકાયાએ નાની ઉંમરે કમાણીની એક માર્ગ શોધી લીધો છે અને ભલભલાને તમ્મર આવી જાય તેટલું કમાવી દેખાડ્યું છે.

  • 7 વર્ષની બાળકી બની કરોડપતિ
  • Youtube વીડિયોથી કમાવી રહી છે દર મહિને 1 કરોડ 
  • રશિયાની અનાસ્તાસિયા 200 કરોડની માલિક 

કોઈ અમીર બનવા ધારે તો નાની ઉંમરે પણ બની શકે છે. બસ ખાલી આવડત હોવી જોઈએ. અમુક બાળકોને આપોઆપ કમાણીનો માર્ગ મળી આવતો હોય છે અને તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકતુ નથી. આવો જ એક કિસ્સો રશિયામાં પ્રકાશમાં આવ્યો છે જે વાંચીને તમને પણ કમાણીનો નવો માર્ગ સૂઝી આવશે. 

7 વર્ષની એનાસ્તાસિયાએ શું કર્યું

7 વર્ષની એનાસ્તાસિયા તેના ફેસબુક પેજ અને ઈન્સ્ટા પર તેના ફેમિલી હોલિડેના વીડિયો અપલોડ કરી રહી છે તેના આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે અને આ દ્વારા તે કરોડો રુપિયા કમાવી રહી છે. એનાસ્તાસિયાનું આ કામ યુવાનો અને બાળકોને પ્રેરણા આપે તેવું છેએનાસ્તાસિયા તેના લક્ઝરી ફેમિલી હોલિડેના વીડિયો યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે.

રશિયાની સોશિયલ મીડિયા સ્ટાર એનાસ્તાસિયા રાડઝિન્સકાયા 200 કરોડની માલિક

આજે અમે તમને એક 7 વર્ષની બાળકી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ઈન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોકરી માત્ર 7 વર્ષની ઉંમરમાં 200 કરોડની માલિક બની ગઈ છે. આ છોકરી છે રશિયાની સોશિયલ મીડિયા સ્ટાર અનાસ્તાસિયા રાડઝિન્સકાયા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Like Nastya (@likenastya)

એનાસ્તાસિયાએ YouTube ના સૌથી મોટા સર્જકોમાંની એક

એક મીડિયા રિપોર્ટના અનુસાર, એનાસ્તાસિયા હાલમાં દર મહિને એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. આજે માત્ર 7 વર્ષની ઉંમરે, Anastasia YouTube ના સૌથી મોટા સર્જકોમાંની એક છે. એનાસ્તાસિયાએ ગયા વર્ષે 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે એનાસ્તાસિયા તેના લક્ઝરી ફેમિલી હોલિડેના વીડિયો યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે.
માતા-પિતાએ પોતાની દીકરી માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી

એનાસ્તાસિયાનો જન્મ વર્ષ 2014માં થયો હતો. આ પછી ડૉક્ટરોએ જણાવ્યું કે  એનાસ્તાસિયાને સેરેબ્રલ પાલ્સી નામની ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. આ પછી તેના માતા-પિતાએ નોકરી છોડી દીધી અને પુત્રી માટે યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેણે આ ચેનલનું નામ 'Like Nastya' રાખ્યું છે.

યુટ્યુબમાં પેઈડ કન્ટેન્ટ ક્રિએટર્સની યાદીમાં એનાસ્તાસિયા 6ઠ્ઠા નંબર પર

માતા-પિતાએ મૂળરૂપે આ ચેનલ તેમના બાળક માટે શૈક્ષણિક પ્રોજેક્ટ તરીકે શરૂ કરી હતી. જો કે, થોડા દિવસો પછી, તેણે આ ચેનલમાંથી કમાણી કરવાનું શરૂ કર્યું. આ પછી, એનાસ્તાસિયાના માતાપિતાએ આ ચેનલ પર વિવિધ પ્રકારની કન્ટેન્ટ મૂકવાનું શરૂ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે ગયા વર્ષે યુટ્યુબના સૌથી વધુ પેઈડ કન્ટેન્ટ ક્રિએટર્સની યાદીમાં એનાસ્તાસિયા 6ઠ્ઠા નંબર પર હતી.

એક વીડિયોને 90 કરોડથી  વધુ વ્યૂઝ મળ્યા

એનાસ્તાસિયા રાડઝિન્સકાયાનો  એક વર્ષ પહેલા યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 90 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે લાઈક નાસ્ત્ય યુટ્યુબ ચેનલ પર 86 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. બીજી બાજુ, ચેનલને અત્યાર સુધીમાં કુલ 6900 કરોડ વ્યુઝ મળ્યા છે. લોકો તેના કન્ટેન્ટ ખૂબ પસંદ કરે છે, જેના કારણે તે મોટી કમાણી કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ