બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The 3 girls detained in the ISKCON Bridge accident went into hibernation hiding their faces

ઈસ્કોન બ્રિજ અકસ્માત / 9 પરિવારને વેર વિખેર કરનારાઓના પોલીસ સ્ટેશનમાં મગરના આસું, 3 યુવતીઓ મોઢું છુપાવી હિબકે ચડી, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 09:10 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માત સર્જનાર Jaguar કારમાં ત્રણ યુવતીઓ પણ સવાર હતી જે પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોતાનું મોઢું છુપાવી મગરના આસુંએ રડવા લાગી હતી

  • ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 6 લોકોની અટકાયત
  • પોલીસ સ્ટેશનમાં 3 યુવતીઓ મોઢું છુપાવી હિબકે ચડી
  • તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ, કારમાં સવાર 3 યુવતીની અટકાયત


અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો મૃત્યું થયા છે. સમગ્ર શહેર શાંત હતું ત્યારે ઇસ્કોન બ્રિજ પર મોતનું તાંડવ ખેલાયું અને જેમાં નવ લોકો હોમાઈ ગયા છે. છેલ્લા એક દાયકાનો સૌથી મોટો અને ભયાનક અકસ્માત ગત મોડી રાતે ઇસ્કોન બ્રિજ પર થયો છે. જેમાં નવ લોકોના મોત અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે સમગ્ર મામલે ટ્રાફિક PI વી.બી. દેસાઈ અકસ્માત કેસમાં ફરિયાદી બન્યા છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અકસ્માત કેસમાં 6 લોકોની અટકાયત કરી છે. આપને જણાવીએ કે, આરોપી તથ્ય સહિત 6 લોકોની અટકાયત કરી છે જે તમામના પોલીસ સ્ટેશના દર્શ્યો સામે આવ્યા છે અને જે લોકો હવે મગરના આસું પડતા જોવા મળ્યા છે. 

હવે રોવાનો શું મતલબ.!
GJ01WK0093ના નંબરની Jaguar કારમાં ફૂલ સ્પિડની મજા માણતા અને લોકોની જિંદગીને મજાક સમજતા સમયે ભાન ન આવી અને જે લોકો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચતા જ મગરના આસું બતાવી રહ્યાં છે. આ Jaguar કારમાં ત્રણ યુવતીઓ પણ સવાર હતી જે પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોતાનું મોઢું છુપાવી રડવા લાગી હતી અને હિબકે ચડી હતી પરંતુ આ લોકોએ કાર ધીરે ચલાવવાનું કહ્યું હોત તો કદાચ નવ લોકોની જિંદગી આ અકસ્માતમાં ન હોમાઈ હોત. પરંતુ મોડી રાત્રે ફરવાની શોખીન આ યુવતીએ બેફામ કાર સ્પિડની મજા લેતા સમય પોતાનું મોં સ્પિડ કંટ્રોલ કરવા ચલાવ્યું હોત તો આજે કદાચ તેમને મોઢું છુપાવવાનો વારો ન આવ્યો હોત. 

3 યુવતી સહિત 6 લોકોની અટકાયત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.

12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

શું હતી સમગ્ર ઘટના ? 
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. 
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ