બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / That's why the nature in North India has caused havoc! This was also the reason behind the devastation in Kedarnath

તારાજી / ....તો એટલે ઉત્તર ભારતમાં કુદરતે ચારેકોર કહેર વર્તાવ્યો! કેદારનાથમાં તબાહી પાછળ પણ હતા આ જ કારણ

Priyakant

Last Updated: 03:36 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

North India Monsoon News: નિષ્ણાતોએ કહ્યું હતું કે, વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે અને પૃથ્વી ગરમ થઈ રહી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે

  • સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો
  • ચોમાસાના પવનમાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર 
  • નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ 

સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે ચારે બાજુથી એવી તસવીરો સામે આવી રહી છે જે ખૂબ જ ભયાનક છે. આ તબાહીનું કારણ બે બાબતો માનવામાં આવે છે. પ્રથમ ચોમાસાના પવનમાં ફેરફાર અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ બંનેના કારણે દેશભરમાં પાણી તબાહી મચાવી રહ્યું છે. નિષ્ણાતોએ આ અંગે ચેતવણી પણ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે અને પૃથ્વી ગરમ થઈ રહી છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 

વરસાદનો અભાવ પુરો થયો 
ઉત્તર ભારતમાં આ વરસાદને કારણે ચોમાસાનો અભાવ પણ દૂર થયો છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાંથી તીવ્ર પવનો ઉત્તર તરફ પહોંચી રહ્યા હતા. ચોમાસાના પવનમાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર જુલાઈ મહિનાના પ્રથમ આઠ દિવસમાં થયેલા વરસાદે સમગ્ર દેશમાં વરસાદની અછતની ભરપાઈ કરી હતી. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં બે ટકા વધુ છે. 

દિલ્હીમાં તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદે દિલ્હીમાં 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર દિલ્હીના પ્રાથમિક વેધર સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીએ સવારે 8.30 થી સાંજના 5.30 વાગ્યા સુધી 126.1 મિલીમીટર (મીમી) વરસાદ નોંધ્યો હતો. તેમણે જણાવ્યું કે વરસાદનો આ આંકડો 10 જુલાઈ 2003 પછી સૌથી વધુ છે અને ત્યારબાદ 24 કલાક દરમિયાન 133.4 મીમી વરસાદ નોંધાયો હતો.

શું કહ્યું હતું હવામાન વિભાગે ? 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં યથાવત છે, જ્યારે ચોમાસું તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ ફેલાઈ ગયું છે. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે. IMDએ બે દિવસ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. આ સાથે જમ્મુ-કાશ્મીર અને પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ કહ્યું કે 11 જુલાઈથી પ્રદેશમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 મીમીથી ઓછો વરસાદ હળવો, 15 મીમીથી 64.5 મીમી મધ્યમ, 64.5 મીમીથી 115.5 ભારે અને 115.5 થી 204.4 મીમી વધુ વરસાદ માનવામાં આવે છે. દિલ્હીમાં જુલાઈમાં અત્યાર સુધીમાં 137 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર મહિનામાં શહેરમાં સરેરાશ 209.7 મીમી વરસાદ પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ