બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતીયો ખુશ, 'રંગીનમિજાજી' માટે જાણીતા આ દેશે વીઝા ફ્રી એન્ટ્રી લંબાવી, સરકારનું એલાન

વિદેશ / ભારતીયો ખુશ, 'રંગીનમિજાજી' માટે જાણીતા આ દેશે વીઝા ફ્રી એન્ટ્રી લંબાવી, સરકારનું એલાન

Last Updated: 04:35 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડ સરકારે ભારતીયો માટે હવે 11 નવેમ્બર 2024 સુધી વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.

થાઈલેન્ડે વીઝા ફ્રી એન્ટ્રી 11 નવેમ્બર 2024 સુધી લંબાવી છે. ભારતીયો હવે 11 નવેમ્બર સુધી થાઈલેન્ડની મુલાકાતે જશે. ભારતની શાળાઓમાં ઉનાળાની રજાઓ આવવા જઈ રહી છે અને ઘણા લોકો આ રજાની ઉજવણી કરવા માટે વિદેશ પ્રવાસ પર જશે. જો તમે થાઇલેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારા સમાચાર છે. થાઇલેન્ડે 6 મહિના માટે વિઝાના નિયમો હળવા કર્યા છે. 2023 માં થાઈલેન્ડે 31 મે 2024 સુધી ભારત સહિત ઘણા દેશોના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. દક્ષિણ એશિયાના ટાપુ રાષ્ટ્રએ હવે ભારત અને તાઇવાન માટે વિઝા નિયમોમાં છૂટછાટને વધુ 6 મહિના માટે લંબાવી દીધી છે. ભારતીયોને હવે 11 નવેમ્બર 2024 સુધી થાઇલેન્ડ જવા માટે વીઝાની જરૂર રહેશે નહીં. થાઈલેન્ડના વડાપ્રધાન શ્રીથા થાવિસિને 7 મેના રોજ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ભારત અને તાઈવાનના નાગરિકો 30 દિવસ સુધીની માન્યતા સાથે મફત વિઝા મેળવી શકે છે.

શ્રીલંકામાં 31 મે સુધી વીઝા ફ્રી એન્ટ્રી

શ્રીલંકાની સરકારે 6 મેના રોજ ભારત, ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, રશિયા અને જાપાનથી આવતા લોકો માટે વિઝા નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત પણ કરી હતી. હવે 31 મે 2024 સુધી વિઝા વગર શ્રીલંકાની મુલાકાત લઈ શકાશે. ભારતથી શ્રીલંકાના નાગરિકો શ્રીલંકાની સત્તાવાર વેબસાઇટ પર જઇને 30 દિવસની માન્યતા ધરાવતા વિઝા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

વધુ વાંચો : પત્ની લાંબા સમય સુધી સેક્સ માણવા ન દે તો પતિ લઈ શકે છૂટાછેડા- હાઈકોર્ટ

થાઈલેન્ડની રાતો રંગીન હોય છે

ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડ પબ, બાર, મસાજ સહિતની અનેક મનોરંજન પ્રવૃતિઓ માટે મશહૂર છે. અહીં દુનિયાભરમાંથી લોકો મનોરંજન માણવા માટે આવતાં હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ