બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Terrorism and Organized Crime Control Amendment Bill passed in Gujarat Assembly

BIG NEWS / ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ સુધારા બીલ વિધાનસભામાં પસાર, જાણો વિગતે

Vishnu

Last Updated: 07:49 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ, ખૂન, મહિલા સંબંધી ગુનાઓમાં ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં

  • ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક 
  • વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું 
  • રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી  હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંધવીએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે રાજય સરકારે સંગઠિત ગુનાઓને ડામવાનો મકકમ નિર્ધાર કરીને, આતંકવાદ સામેની આ લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું  મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે.

ક્રાઇમ રેસિયોમાં ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં
આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRB વર્ષ-૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ, ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશનાં ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં છે. આ માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.

આ સુધારા વિધેયકમાં શું છે નવું?
આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષાંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, વર્ષ-૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે. આ અધિનિયમના અમલ દરમિયાન કોઇ પણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫)માં સુધારા કર્યા છે.

ખોટું અર્થઘટન અટકશે
આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)ના ખંડ (ચ)માં "ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે" એ શબ્દોને બદલે, "ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે" એ શબ્દો મૂકવામાં આવ્યા છે. 

શબ્દ ફેર કરતા હવે આરોપીઓને છટકવાનો મોકો નહીં મળે
આ અધિનિયમની કલમ-૪માં, "અથવા કોઈ પણ સમયે" એ શબ્દોને  બદલે, "અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે" એ શબ્દો મૂકવામાં આવ્યા છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં "ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના" એ શબ્દોને બદલે, "ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના" શબ્દનો ઉપયોગ કરાશે.આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ