બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Terrible joke with Ramayana', Mukesh Khanna got angry after seeing Adipurush

મનોરંજન / 'રામાયણ સાથે ભયાનક મજાક', આદિપુરૂષને જોઇ ભડક્યા મહાભારતના 'ભીષ્મ'

Megha

Last Updated: 09:13 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુકેશ ખન્નાએ 'આદિપુરુષ' વિશે એક વીડિયોમાં ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, 'હનુમાનનો ડાયલોગ સાંભળીને એવું લાગે છે કે કોઈ ટપોરી બોલી રહ્યું છે. શું રામાયણના પાત્રો આવી વાત કરે છે?

  • ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે
  • મુકેશ ખન્નાએ પણ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે
  • એવું લાગે છે કે ઓમ રાઉતને રામાયણનું જ્ઞાન નથી 

ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. એમ છતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. આ બધા વચ્ચે મુકેશ ખન્નાએ પણ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. 

વાત એમ છે કે એક મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર 'આદિપુરુષ' વિશે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, 'હનુમાનનો ડાયલોગ સાંભળીને એવું લાગે છે કે કોઈ ટપોરી બોલી રહ્યું છે. શું રામાયણના પાત્રો આવી વાત કરે છે? એવું લાગે છે કે ઓમ રાઉતને રામાયણનું જ્ઞાન નથી. આદિપુરુષ સાથે ભયંકર તમાશો ન હોઈ શકે. લેખક મનોજ મુન્તાશીરે આ રામાયણને કલિયુગી બનાવી છે. ફિલ્મમાં ખરાબ ડાયલોગ્સ, નિંદર આવી જાય એવું સ્ક્રીનપ્લે. ઘણા લોકોને ખરાબ લાગશે પણ જ્યારે આપણા ધર્મ વિશે કંઈક થાય છે ત્યારે હું હંમેશા ઉભો રહી જાઉં છું.'

આ વિશે જ એમને વાત કરતાં આગળ કહ્યું કે, 'ફિલ્મ બનાવવામાં આવા નબળા સંવાદો લખવામાં આવ્યા છે કે આ સાથે હનુમાનજીના પાત્રને વાહિયાત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું હતું. આ બધા માટે ઇતિહાસ નિર્માતાઓને ક્યારેય માફ નહીં કરે. જો તમારે રાવણને ડરામણો દેખાડવો હોય તો બતાવો, પણ રાવણ જાણે ચંદ્રકાંતાનો વિષ પુરુષ રૂપમાં આવી ગયો હોય. પ્રભાસ સારો એક્ટર છે. તેને બાહુબલીએ કર્યું પણ આ ફિલ્મ અલગ હતી. શ્રી રામને મેળવવા માટે રામના વર્તનને પોતાની અંદર લાવવું પડશે, તો વ્યક્તિ તે પાત્ર સાથે જોડાઈ શકે છે. માત્ર શરીર બનાવવું પૂરતું નથી. જો તમારે પ્રેરણા જોઈતી હોય, તો તમારે રામાયણમાં અરુણ ગોવિલને જોવો જોઈએ.'

તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને વિઝ્યુઅલ સુધી સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. આટલું જ નહીં, ફિલ્મના પાત્રોના ડ્રેસિંગ અને સ્ટાઈલને લઈને પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ